Wednesday, September 16, 2009
હવામાનશાસ્ત્રીને જયોતિષ માની ખેડૂતો પૂછે છે વરસાદ કયારે આવશે ? કેવો આવશે ?
જરાતમાં પ્રથમ પ્રાઇવેટ વેધર સ્ટેશનની વેબસાઇટ વિકસાવવાનો યશ રાજકોટના અશોકભાઇ પટેલને જાય છે. અશોકભાઇ વેજ્ઞાનિક અને મેટરોલોજીસ્ટ છે. પોતાની ઘરે વેધર સ્ટેશન વસાવી હવામાનના સચોટ આગાહીકાર તરીકે અશોકભાઇ જાણીતા છે. પોતાની વેબસાઇટથી અશોકભાઇ વિનામૂલ્યે લોકોને હવામાનના બદલાવ અંગેની માહિતી આપતા રહે છે. આગાહી કરતા રહે છે. જે ખાસ કરીને ખડૂતોને વધુ ઉપયોગી બની રહે છે. સરકારી સ્તરે હવામાન ખાતા પાસે શ્રેષ્ઠ તકનીકી સાધનો હોવા છતાં છેલ્લામાં છેલ્લી માહિતી લોકો ખેડૂતો સુધી પહોંચતી નથીે ત્યારે અશોકભાઇની હવામાનની સચોટ આગાહીઓ ખેડૂતોને ખૂબ ઉપયોગી નિવડે છે. છેલ્લા કેટલાક વર્ષોથી અશોકભાઇ વેધર એનાલીસ્ટ તરીકે ખાસ્સી નામના મેળવી છે. અખબારોમાં તો તેમના લેખો પ્રસિધ્ધ થતાં જ રહેતા હોય છે. પરંતુ ખેડૂતો માટે તો અશોકભાઇનું નામ ખૂબ જાણીતું છે. અનેક ખેડૂતોના ફોન અશોકભાઇને ત્યાં રણકતા હોય છે અને પૂછી બેસે છે કે વરસાદ કયારે થશે?, આ વર્ષ કેવુ રહેશે? કેટલાક ખેડૂતો કહી બેસે છે કે જયોતિષ મહારાજ આ વખત સારુ ચોમાસુ થશે ને? આમ અનેક વખત લોકો તેમના એનેટિકલ માઇન્ડ અને સાયન્ટીફિક બ્રેકગ્રાઉન્ડથી અજાણ હોય જયોતિષ માની બેસવાની ભુલ કરી બેસે છે. અભિયાને વેધર એનાલિસ્ટ અશોક પટેલને મળીને તેમની હવામાનની આગાહી વિશેની વાતો જાણી તે જોઇએ. છેલ્લા છસાત વર્ષથી અશોકભાઇ વેધર એનાલીસ્ટ તરીકે વધુ જાણીતા થયા છે. ફેબ્રુઆરી ર૦૦૭માં તેમણે અમેરિકાથી વેધર સ્ટેશનની યાંત્રિક સામ્રગી વેધર સ્ટેશન મંગાવી હતી જે તેમની અગાસી ઉપર છે. જેનાથી વરસાદના પરિબળો, પવનની ગતિ, તાપમાન વગેરે જાણી શકાય છે. અગાશી ઉપર રાખેલ વેધર સ્ટેશનના લીધે ઘરમાં વાયરલેસથી ટાન્સર્ફર થઇને એરિયલ વાટે મોનિટરથી કોમ્પ્યુટર સ્કીન ઉપર બધુ જ રેકોર્ડ થયેલું હવામાન જોવા મળે છે. અને ત્યારબાદ તેમણે પોતાની વેબસાઇટ જાતે જ બનાવીને લોંચ કરી. ભારતમાં બેથી ત્રણ પ્રાઇવેટ વેધરને લગતી વેબસાઇટ છે. ભારતની બીજી અને ગુજરાતમાં પ્રથમ પ્રાઇવેટ વેબસાઇટ બનાવવાનું શ્રેય અશોક પટેલને જાય છે. અશોકભાઇની આ વેબસાઇટ અમેરિકાની સી.ડબલ્યુ.ઓ.પી.(સિટિઝન વેધર ઓર્બ્ઝવેશન પ્રોગ્રામ) સંસ્થામાં રજીર્સ્ટડ છે. અશોકભાઇનું મૂળ ગામ કોલકી. કોલ્કીના પંચાયત બોર્ડ ઉપર અશોકભાઇની હવામાનની આગાહીઓ લગાવવામાં આવે જેથી દરેક ખેડૂતો હવામાન વિશેની જાણકારી મેળવી શકે. મૂળ જૂનાગઢના અશોકભાઇએ રાજકોટની રાજકુમાર કોલેજમાં બી. ઇ. કર્યુ. એમ.એસ .(કેમિકલ એન્જિનિયરીંગ) અમેરિકામાં કર્યુ. જૂનાગઢની એક પ્રાઇવેટ લિમિટેડ કંપની કે જે તેલ બનાવે છે તેની સ્થાપના અશોકભાઇના પિતાએ કરી હતી. હાલમાં અશોકભાઇ આ કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટર છે. અશોકભાઇને જૂનાગઢમાં ખેતી પણ છે. બિઝનેશમેન પિતાના પુત્ર અને કેમિકલ એન્જિયર એવા અશોકભાઇન વેધર એનાલિસ્ટ તરીકેના કામની શરુઆત કેમ થઇ તે વિશે તેઓ એક મુલાકાતમાં કહે છે, ર્ ર્ અમારો તેલનો ધંધો અને ખેતીવાડી પણ છે. આ બંને વ્યવસાય વરસાદ અને હવામાન આધારિત છે. એટલે પહેલેથી જ હવામાનમાં મને રસ પડે. બેઝિકલી હું સાયન્સનો માણસ એટલે સતત હવામાનને લગતો અભ્યાસ કરતો રહુ અને મારા ખેડૂતોને હવામાન વિશે જણાવતો રહુ. ખેડૂતોને કયારે નિંદામણ કરવુ, ખાતર આપવુ, દવા છાંટવી, સાતી હાંકવી આ બધી વાતો કહુ. વરસાદ પડવાનો હોય તો પિયત ન કરવાનું કહુ જેથી પાણી બચે વગેરે. આ બધી વાતો મારા ખેડૂતો બીજાને કહે કે એટલે તેઓ પણ હવામાનને ધ્યાને રાખી ખેતી કરી શકે. જેમકે વરસાદ આવવાનો હોય તેની અગાઉ આગાહી થઇ હોય તો જીરાના પાકને વરસાદ પડતાની સાથે જ ખેડૂતો જઇને પાણી દૂર કરી શકે. જીરા માટે ઝાકળ ખુબ નુકશાન કારક. જો અગાઉ આગાહી કરી હોય તો ખેડૂતો સમયસર ખેતરે પહોંચી ઝાકળ પોતાના શાલને વાસડામાં બાંધી ઝાકળ ઉપર ફેરવી નાખે છે જેથી જીરુના દાણાને નુકશાન થતુ બચી શકે. આ ત્યારે શકય બને કે ખેડૂત હવામાનની આગાહીઓને સમયસર ફોલો કરે. હવામાનની આગાહીઓ કઇ પધ્ધતિથી કરો છો? આ પ્રશ્નના જવાબમાં અશોકભાઇ કહે છે, ર્ ર્ હું સંપૂર્ણપણે વૈજ્ઞાનિક દષ્ટિકોણથી જ આગાહી કરુ છું. મારા ઘરે એક લાખના ખર્ચે અમેરિકાથી મંગાવેલ વેધર સ્ટેશન છે. તેમજ અન્ય સરકારી હવામાન ખાતાના અભ્યાસના આધારે તેમન મારા અનુભવ અને વૈજ્ઞાનિક દષ્ટિકોણથી હું વેધરનું એનાલીસીસ કરું છું. વેધર સ્ટેશનની મદદથી ટેમ્પરેચર, વિન્ડસ્પીડ, બેરોમીટર, વરસાદની માપણી વગેરે થઇ શકે છે. આ ઉપરાંત સતત અભ્યાસના પણ હવામાનની આગાહી કરવામાં ઉપયોગી નીવડે છે.ર્ ર્ અશોકભાઇ કયારેય લાંબાગાળાની હવામાનની આગાહી કરતા નથી. તેઓ એક દિવસ, ત્રણ દિવસ, એક સાહ કે મહિનાની આગાહી કરે છે. લાંબી આગાહી નથી કરતા. તેઓ માને છે કે,ર્ ર્ હવામાનની આગાહી ટૂંકાગાળાની કરવી શકય છે. કેમકે થોડા દિવસના હવામાન વિશે તમે અંદાજ બાંધી શકો પરંતુ લાંબાગાળા માટે તે શકય નથી, સચોટ ન નિવડી શકે. ઘણા જયોતિષિઓ વાદળા, પવનનીથ દિશા, હુતાશણીનો પવન(ઝાળ), અખાત્રીજનો પવન વગેરેના આધારે આખા વર્ષના હવામાનની આગાહી કરતા હોય છે મને એવું જ્ઞાન નથી. તેઓના અને મારા પેરામીટર્સ અલગ હોય છે. હું ડેટા કલેકટ ટૂકાગાળાના હવામાનની આગાહી કરુ છુ.ર્ ર્ દરેક જયોતિષ કે આગાહીકાર એવું માનતા હોય છે કે તેમની આગાહી હંમેશા સાચી પડે છે ભલે પછી ખોટી કેમ ન પડતી હોય. અશોકભાઇને જયારે પૂછયુ કે શું તમારી હવામાનને લગતી આગાહી કયારેય ખોટી પડે છે ખરી? નિખાલસતાપૂર્વક અશોકભાઇ કહે છે, ર્ ર્ હા, કયારેક આ હવામાનની આગાહીઓ ખોટી પણ પડે છે, પડી શકે છે. એકબે દિવસની આગાહી ખોટી પડવાની શકયાતા ઓછી છે. ત્રણથી ચાર દિવસમાં પણ થોડી ઓછી શકયાતા છે. જયારે અઠવાડિયા કે મહિનાની આગાહીઓ ખોટી પડે તેવી સંભાવના વધુ રહે છે કેમકે આ પિરિયડ લાંબો હોય છે. તેમાં હવામાનમાં ફેરફાર વધુ થવાની શકયતા છે.ર્ ર્ સરકારી સ્તરે હવામાન ખાતા દારા કેવીક આગાહી કરવામાં આવે છે? તેઓનું તંત્ર કેટલુ સજજ છે? આ વિશે અશોકભાઇ કહે છે, ર્ ર્ ભારતના હવામાન ખાતા પાસે હવામાનના અધતન શ્રેષ્ઠ સાધનો છે. પરંતુ તેના સંકલન અને એનાલીસનો અભાવ જોવા મળે છે. અને ખાસ તો હવામાનની વિગતો ઇન્સેટ ખૂબ જૂના પ્રસારિત કરવામાં આવે છે. જેથી ખેડૂતો મીસગાઇડ થાય છે. આ સૌથી મોટી ખામી ગણી શકાય. ખાસ કરીને ટીવીમાં પણ પ્રસારીત થતાં ન્યુઝમાં હવામાનની લેટેસ્ટ પરિસ્થિતિ રજૂ કરવી જોઇએ. હા, એ વાત સાચી કે હવામાનના વિષયમાં લોકોને બહુ રસ પડતો ન હોવાથી આ વિષયને બહુ ગંભીરતાથી લેવામાં નથી આવતોે.ર્ ર્ અશોકભાઇ હવે સાતેક વર્ષથી રાજકોટમાં રહે છે. તેઓ હવે મોટાભાગનો સમય સામાજિક પ્રવૃતિમાં ગાળે છે. મુંબઇમાં આવેલ એન.સી.ડી.ઇ.એકસના જીરા,ગ્રાઉન્ડન્ટ અને જીએન ઓઇલ પ્રોડકટ કમિટિના સભ્ય છે તેમજ રાજકોટના સિદસર ઉમિયા માના મંદિરના ઓડિટ કમિટિના પ્રેસિડન્ટ છે. ફિલ્ડ માર્શલ કન્યા છાત્રાલયની શૈક્ષણિક સમિતિના સભ્ય છે. જૂનાગઢની ત્રણેક શૈક્ષણિક સંસ્થાઓમાં ઉચ્ચ હોદા ધરાવે છે. અશોકભાઇના પુત્ર અમેરિકામાં છે. તેમના પુત્રએ રાજકોટની રાજકુમાર કોલેજને એક વેધરસ્ટેશનનું દાન કર્યુ છે.
Saturday, August 29, 2009
હિંદી સિરિયલના સફળ લેખકો ગુજરાતી સિરિયલ તરફ વળયા

ગુજરાતના અનેક લોકો હિંદી ફિલ્મો અને ટીવી ક્ષેત્રે કામ કરે છે. અનેક સફળ થયા છે. જેમાં અરુણા ઇરાની, આશા પારેખ, પરવીન બાબી સહિતના કેટલાક જાણીતા કલાકારો છે જ પણ અભિનય સિવાયના ક્ષેત્રોમાં પણ ગુજરાતીઓએ સારુ કાઠુ કાઢયુ છે. ઇન્દકુમાર સહિતના નામી ડાયરેકટરો પણ ગુજરાતી છે. સામાન્ય રીતે હિંદી સિરિયલના સફળ લેખકો કે નિર્દેશકો પોતાના ક્ષેત્રે જ કામ કરતા હોય છે. પરંતુ આપણે અહીં વાત એવા લેખકો અને દિગ્દર્શકની કરવાની છે જે હિંદી ફિલ્મો અને સિરિયલમાં અપાર સફળતા મેળવ્યા પછી પણ પોતાના ગુજરાતીપણાને ભુલ્યા નથી. જેઓએ પ્રથમ વખત ગુજરાતી સિરિયલ રિત રિવાજનું નિર્માણ કરી પોતે ગુજરાતી ટીવી ક્ષેત્રે કંઈંક નોખુઅનોખુ આપવા માંગે છે.હિંદી સિરિયલોના જાણીતા લેખક રાજેષ જોષીએ ગુજરાતીમાં કશુંક નવું કરવાની આશા સાથે ગુજરાતી સિરિયલ રિત રિવાજનું નિર્માણ બાલાજી ટેલિફિલ્મસના પૂર્વ સીઇઓ રાજેશ પવિત્રન સાથે મળીને કર્યુ છે. જયારે રિત રિવાજ સિરિયલના ડાયરેકટર અને વાર્તાકાર છે હિંદી ફિલ્મ અને સિરિયલોના ડાયરેકટર ચિન્મય પુરોહિત.રાજેષ જોષીએ કયુ કી સાસભી કભી બહુથી, કોશીષ એક આશા, કુસુમ, સારથી, કોઇ અપના, ભાભી, કુસુમ, તીન બહુરાની, રહે તેરા આશિર્વાદ, પવિત્ર રિશ્તા, બંદિની સિરિયલો લખી અપાર લોકચાહના મેળવી છે. રાજેષ જોષીના મિત્ર એવા ચિન્મય પુરોહિતે કયા કહેના, લવેરિયા, હમ તો મહોબત કરેગા ફિલ્મના એસોસિએટ ડાયરેકટર રહી ચૂકયા છે. અને કસોટી જિંદગી, ચાચા ચૌઘરી, શાકા લાકા બમ બમ, કૌન અનાડી કૌન ખિલાડી, મિસિસ માધુરી દિક્ષિત સિરિયલ ડિરેકટ કરી છે. રાજેષ જોષી અને ચિન્મય પુરોહિત બંને મિત્રો હિંદી સિરિયલ અને હિન્દી ફિલ્મો ક્ષેત્રે કાર્યરત. ગુજરાતી ફિલ્મો અને સિરિયલો બહુ ચાલતી નથી ત્યારે આ બંને યુવા સર્જકોએ ગુજરાતી સિરિયલ રિતરીવાજ બનાવવાનું કઇ રીતે નકકી કર્યુ તે વિશે જાણીએ. રિત રીવાજએ સદીઓ પુરાણા દરબારગઢના દરબારોની આ રાજગાથા છે. ગોંડલના નયનરમ્ય વનરાજીમાં આવેલ ત્રણ પેલેસ(હમ દિલ દે ચૂકે સનમનું શુટીંગ જયા થયું હતુ) માં આ સિરિયલનું શુટિંગ ચાલી રહયુ છે. સૌ પ્રથમ રિત રીવાજ સિરિયલના ઓગણપચાસ વર્ષીય નિર્માતા રાજેષ જોષીએ અભિયાનને આપેલ મુલાકાત વિશે જાણીએ. રાજેષ જોષી મૂળ રાજકોટના જ. તેમના મમ્મી અમદાવાદના અને પિતા મનસુખ જોષી જૂનાગઢના. ગુજરાતમાં નાટક અને સંશોધનના ક્ષેત્રે મનસુખભાઇ જોષીનું નામ ખૂબ જાણીતું. એટલે રાજેષ જોષીને અભિનયનનો માહોલ બચપણથી મળયો હતો. રાજેષભાઇનો ઉછેર મુંબઇમાં થયો હતો. કોમર્સ ગ્રેજયુએટ અને સીએના અભ્યાસ બાદ પણ તેમણે સર્જનાત્મક ક્ષેત્રની પસંદગી કરી. તેમણે કૌટિલ્ય, કરો કંકુના, હસતા રમતા, સાવ અચાનક, મને ભીંજવે તુ, ચાલ રિવર્સમા જઇએ, ચકવર્તી, પપા પધારો સાવધાન, સુર્યવંશી વગેરે નાટકો ડિરેકટ કર્યા. ત્યારબાદ બાલાજી ટેલિફિલ્મસમાં જોડાઇ કયુ કી સાસભી કભી બહુથી સિરિયલ લખી. આ સિરિયલે રાજેષભાઇને અપાર લોકચાહના અપાવી. આ સિરિયલના શરુઆતના ૮૦૦ એપિસોડ તેમણે લખ્યા. આ ઉપરાંત બાલાજી ટેલિફિલ્મસની જ કોશીષ એક આશા, કુસુમ, સારથી, કોઇ અપના, ભાભી, કુસુમ, તીન બહુરાન, રહે તેરા આશિર્વાદ સિરિયલો લખી. હાલમાં તેઓ પવિત્ર રિશ્તા, બંદિની સિરિયલો લખી રહયા છે. હિંદી સિરિયલના લેખન ક્ષેત્રમાં અતિ સફળતા મેળવીને અતિ વ્યસ્ત શેડયુલમાં રાજેષ જોષીને ગુજરાતી સિરિયલનું નિર્માણ કરવાનો વિચાર કેમ આવ્યો? આ વિશે તેઓ અભિયાન સાથેની રુબરુ મુલાકાતમાં કહે છે, ર્ ર્ હિંદી સિરિયલમાં ઘણુ બધુ લખતા હોવા છતાં ગુજરાતી માટે કશું કેમ નથી કરતા? એવી ટકોર મિત્રો અને સ્નેહીજનો અનેક વખત કરતા. અને મને ખુદને પણ ગુજરાત માટે કશુક કરવાની ઇચ્છા હતી. અને એટલે ગુજરાતની મૂળ વસ્તુ રિત રિવાજ, નિયમો વિશેનો વિષય ઉપર અમે સિરિયલનું નિર્માણ કર્યુ. જેમાં સ્ત્રીના શોષણ સહિતની અનેક બાબતોની આસપાસ અમારી કથા ઘુમી રહી છે. કાઠિયાવાડ બેઇઝ સ્ટોરી અમે પસંદ કરી. જે આપણુ પોતિકુ છે. જેમાં સ્ત્રીઓનું પ્રતિબિંબ છે, વિચાર છે. પ્રોડયુસર તરીકે મને આ વિષય ચેલેંજીગ લાગ્યો. અને એટલે અમે તેનું નિર્માણ કર્યુ.ગુજરાતી ફિલ્મોનો પડતીનો દોર ચાલી રહયો છે, સિરિયલો પણ બહુ લોકપ્રિય નથી બની શકતી ત્યારે મેગા બજેટની રિત રીવાજ સિરિયલનંુ નિર્માણ કરીને તમે જોખમ નથી લઇ રહયા? અભિયાનના આ સવાલના જવાબમાં રાજેષભાઇ કહે છે, ર્ ર્ હા, એ વાત સાચી. પણ નદીનું વહેણ સીધુ ચાલતુ હોય ત્યારે બધા તેને અનુસરીને ચાલતા હોય છે. પરંતુ વહેણ કયાક અલગ જગ્યાથી પણ ફુટી નિકળતુ હોય છે. અને લોકો તેને પસંદ કરી બેસે છે. અમે પણ એ જ ટેન્ડને અનુસર્યા છીએ. લેટસ વી ટય. બંદિની પણ ગુજરાતી કથાવસ્તુ આધારિત હિંદી સિરિયલ છે. તેવું જ કયુ કી સાસભી કભી થી નું હતું. તો પછી ગુજરાતમાં ગુજરાતી વસ્તુને લઇને શું કામ આગળ ન વધાય. આ વિચારથી અમે આગળ વધ્યા છીએ. ભવિષ્યમાં જયારે પણ તક મળશે ત્યારે અમે અન્ય ગુજરાતી પ્રોજેકટ વિશે વિચારીશુ.ર્ ર્ રિત રીવાજએ પ્રયોગશીલ સિરિયલ છે. તેમાં ટિપિકલ સિરિયલો જેવા સાસુવહુના ઝઘડા, કોલેજ લાઇફ જેવી ચીલાચાલુ વાતો નથી. તે આપણા ગુજરાતી રાજ પરિવાોરોની સાથે જોડાયેલા જીવનની કથા છે. રિત રીવાજની નવતર કથાવસ્તુ, કથનશૈલી અને ઉચ્ચકક્ષાની સિનેમેટોગ્રાફીના અસબાબવાળી સામાજિક શ્રેણીમાં દરબારગઢના દરબારોની રાજસીગાથા છે.રિત રીવાજની વાર્તા ચિન્મય પુરોહિતે લખી છે, સિરિયલના ડિરેકટર પણ પોતે જ છે. ચિન્મય પુરોહિત મૂળ અમદાવાદના. ત્યાં જ અભ્યાસ અને ઉછેર કર્યો છે. થિયેટર પ્રત્યે તેમને બાળપણથી જ રુચી. અમદાવાદનું ચંદમૌલી થિયેટર પણ તેમનું છે. માત્ર ર૪ વર્ષની ઉંમરે જ તેમણે અનેક નાટકો ડિરેકટ કર્યા. આમાના કેટલાક નાટકોએ ગુજરાત સરકારના એવોર્ડ મેળવ્યા. ત્યારબાદ ગુજરાતનું ફિલ્ડ તેમને નાનું પડતા તેઓ ૧૯૯૬માં મુંબઇ જઇ ફિલ્મ ઇન્ડસ્ટી જોઇન કરી. તેઓએ હિંદી ફિલ્મના ડિરેકટર કુંદન શાહના એસોસિએટ ડાયરેકટર તરીકે કામ કર્યુ. તેમણે એસોસિએટ ડિરેકટર તરીકે કયા કહેના, લવેરિયા(એબીસીએલ કંપનીની), હમ તો મહોબત કરેગા ફિલ્મ કરી. ત્યારબાદ તેમણે ટેલિવિઝનાક્ષેત્રે પર્દાપર્ણ કર્યુ. કસોટી જિંદગી કી, ચાચા ચૌધરી, શાકા લાકા બમ બમ, કૌન અનાડી કૌન ખિલાડી, મિસિસિ માધુરી દિક્ષિતને ડિરેકટ કર્યા.ગુજરાતીમાં તેમણે ચાલ મારી સાથે ઓ જિંદગી, ઓ મહારાણી, વારસો, શુભઘડી સિરિયલ ડિરેકટ કરી. ત્યારબાદ તેઓે ઇન્ટરનેશલ ફિલ્મ સ્કોટલેન્ડ એકસપ્રેસ માટે બે વર્ષ વિદેશ રહયા. તેમાં પણ અનેક એવોર્ડ મેળવ્યા. આ દરમિયાન તેમણે ગુજરાતી ટીવી ક્ષેત્રે કશુક નવંુ કરવા માટે તેમના સપના સમી રિત રીવાજ સિરિયલની વાર્તા તૈયાર કરી, ડિરેકટ કરી. સાડત્રીસ વર્ષીયચિન્મય પુરોહિત અભિયાનને કહે છે, ર્ ર્ રાષ્ટીય ચેનલોમાં રિજિયોનલ થીમના આધારે બાલિકાવધૂ સહિતની સિરિયલો પ્રસારિત થઇ રહી છે. કયુ કિ સાસ ભી કભી બહુ થી પણ ગુજરાતી પરિવારની ગાથા હતી. ટપુડો પણ ગુજરાતી લેખકની કથા છે. ગુજરાતી કથા જો હિંદી ચેનલો ઉપર લોકપ્રિય થઇ શકતી હોય તો પછી શું કામ ગુજરાતી ચેનલ ઉપર ગુજરાતી કથા વસ્તુ આધારિત શ્રેણી પ્રસારિત નથી થઇ શકે. થોડા વર્ષો સુધી જો સારા પ્રોગ્રોમ ગુજરાતી ચેનલો ઉપર પ્રસારિત થાય તો શકય છે કે બીજા વધુ સારા પ્રોગ્રામો બનતા થશે. અને અમારો એ દિશામાં જ આ એક પ્રયાસ છે.ર્ ર્ ચિન્મય પુરોહિતની વાર્તાના સંવાદો હિંદીગુજરાતી સિરિયલોના પીઢ અભિનેતા અને લેખક મૂળરાજ રાજડાએ લખ્યા છે. શ્રેણીનું દિગ્દર્શન હર્ષદ જોશી કરે છે. આ સિરિયલમાં જાણીતા કલાકારો દિપક ઘીવાલ, ભરત ઠકકર, અરવિંદ વૈધ, વિભૂતી ત્રિવેદી, બકુલ ઠકકર, સોનિયા મહેતા સહિતના કલાકારો કામ કરી રહયા છે. ગોંડલમાં આ સિરિયલનું શુટીંગ ચાલી રહયું છે. ઇ ટીવી ઉપર ટૂંક સમયમાં આ શ્રેણી પ્રસારિત થશે.

ડાયાબિટિક ફુટ સર્જને મોચીને મદદનીશ બનાવ્યો ઃ ડાયાબિટિસના દર્દી માટે ડાયાબિટિક પગરખા બનાવતા મોચીકોઇ ડોકટર સર્જન પોતાની પાંચ માળની હોસ્પિટલમાં એક આખો ફલોર પગરખાનો એટલે કે ડિઝાઇનીંગ ફુટવેરનો રાખે તો આશ્ચર્ય સાથે અચરજ થાય જ. પણ સાથો સાથે માગણી મુજબના પગરખા કે ફુટવેર માટે મોચી પણ હોય અને તે પણ પાંચ વર્ષથી તો લોકોને તેના વિશે વધારે કુતુહુલ થાય.ડાયાબિટિસના દર્દીઓને સૌથી મોટુ જોખમ પગનું હોય છે. ડાયાબિટિસના દર્દીને પગમાં રસી થઇ જવાનો સૌથી વધુ ભય હોય છે. રસી થાય એ દર્દીનો પગ કપાવ્યા સિવાય છુટકો જ નથી હોતો. આ ડાયાબિટિસનું સૌથી મોટુ જોખમ છે કારણ કે તે કયારે થાય તે ખબર જ નથી પડતી. તેના માટે સતત પગની સંભાળ લેવા ઉપરાંત પગમાં યોગ્ય પ્રકારના ડાયાબિટિક પગરખા પેરવા પડે છે. આવા ખાસ પ્રકારના પગરખા બનાવવા પડે છે.ભારતમાં ચારથી પાંચ જ ડાયાબિટિક ફુટ સર્જન છે તે પૈકીના એક એટલે રાજકોટના ડો.વિભાકર વછરાજાની. આ ડોકટર પગની સારવાર અને ઓપરેશન ઉપરાંત પોતાની હોસ્પિટલમાં એક આખો માળ એક મોચીને આપી દીધો છે. અભણ મોચીની પાસે ડાયાબિટિસના દર્દીઓ માટેે ખાસ પ્રકારના ડાયાબિટિક પગરખા બનાવડાવામાં આવે છે. જે ભારતમાં કોઇ ડોકટર કરતા નથી. વિદેશી ડોકટરો પણ આ સેન્ટરન ખાસ મુલાકાતે આવી ચૂકયા છે. ભારતમાં અને ગુજરાતમાં ડાયાબિટિક ફુટ પેશન્ટ માટે રનિંગમાં પહેરવાના ફુટવેરનો કોન્સેપ્ટ ડો.વછરાજાનીએ ડેવલપ કર્યો છે. સામાન્ય રીતે ડાયાબિટિસ બહુ જ જાણીતો રોગ છે. ર૦૦પની સાલ સુધીમાં એક અંદાજ પ્રમાણે ર૦ થી ૩૦ ટકા લોકો ડાયાબિટિસના રોગથી પિડાતા હતા. ડાયાબિટિસના ૧પ ટકા દર્દી ને તેમના જીવનકાળદરમિયાન પગના ઘારા થાય છે. તેમાંથી ૧ ટકા દર્દીના પગ કાપવા પડે છે. ૩૦ ટકા લોકોને પગમાં એકથી વધુ વખત પગમાં રસી થાય છે. અને વારંવાર ઓપરેશન કરાવવુ પડે છે. ડાયાબિટિસથી થતાં રોગથી થતી આડઅસર વિશે લોકો માહિતગાર હોય છે પણ તેનાથી પગમાં થતા સડા વિશે લોકો તેટલા જાગૃત નથી હોતા. જો તેને સમયસર ન અટકાવી શકીએ તો પગ કાપવો પડે તેવી પરિસ્થિતિ ઉભી થાય છે. ડાયાબિટિક ફુટસર્જન ડો.વિભાકર વછરાજાનીને પોતાની હોસ્પિટલમાનો એક આખો ફલોર મોચીને આપીને ફુટ કેર કલીનીક બનાવવાનો વિચાર કેમ આવ્યો? આ વિશે ડો.વિભાકર વછરાજાની અભિયાન સાથેની વાતમાં કહે છે, ર્ ર્ ડાયાબિટિસના દર્દીઓને પગમાં તકલીફ થવાના મુખ્ય કારણોમાં મગજના જ્ઞાનતંતુ બહેરા થાય, લોહીની નળી સુકાય જાય, જાણતાઅજાણતા ઇજા પહોંચે, રુઝાવની પ્રકિયામાં થતી ખામી, સુક્ષ્મ જીવાણુઓ દારા હુમલો કે પછી ધારાવાળા ભાગને આરામનો અભાવનો સમાવેશ થાય છે. જમીન ગરમ હોય તો પણ પગમાં તળિયે ઘારા થાય છે. ઘારા હોવા છતા પગ દુઃખતા ન હોવાથી દર્દી ચાલતા રહેતા હોવાથી વર્ષો સુધી તેના ધારા રુઝાતા નથી. યોગ્ય પગરખા પહેરવામાં આવે તો આ દર્દને નિવારી શકાય. પગમાં તકલીફ હોવાથી દર્દીઓ આરામ નથી કરતા હોતા. એટલે તેમના માટે ખાસ પ્રકારના પગરખા બનાવવાનો વિચાર મને પાંચેક વર્ષ પહેલા આવ્યો. લંડન અને શિકાગોમાં મિકેનિકલ પગરખાની ટીટમેન્ટ હતી. ભારતમાં મદાસમાં છે પરંતુ તે ટસ્ટની , સંસ્થાની હોસ્પિટલ છે. પરંતુ વ્યકિતગત રીતે ભારતભરમાં મોચી રોકીને ફુટ કેર યુનિટ શરુ અમે કર્યુ.ર્ ર્ સૌ પ્રથમ ડો. વછરાજાનીએ એક યંગ મોચીને ગાત્યો. તેને સતત સુધી ટેનિંગ આપી. મોચીને ટેનિંગ માટે એક વર્ષ તામિલનાડુ અને ત્રણ મહિના દિલ્હી પણ પોતાના ખર્ચે મોકલ્યા હતા. ડો.વછરાજાનીએ પોતાની હોસ્પિટલનો સૌથી છેલ્લો ચોથો ફલોર મોચીને ફાળવી દીધો છે. કોઇ કલ્પના પણ ન કરી શકે કે અધતન હોસ્પિટલમાં એક પગરખાનો વિભાગ હશે. આ વિભાગને જોઇને એમ જ થાય કે તમે કોઇ પગરખાની દુકાનમાં જઇ પહોંચ્યા છે. ડો. વછરાજાનીના ર૭ વર્ષીય મોચી હિંમત પરમાર ઘો.૧૦ સુધી ભણેલા છે. તેઓ કહે છે, ર્ ર્ પાંચેક વર્ષ પહેલા ડોકટરે મને તેમની હોસ્પિટલમાં રાખ્યો. સામાન્ય રીતે કૃત્રિમ હાથપગ તો બધે ઉપલબ્દ હોય છે પરંતુ ખાસ ડાયાબિટિસના દદીની પગની સમસ્યા માટે બુટ કે સેન્ડલ કેમ ડિઝાઇન કરવા વગેરે વિશેની તાલિમ મને સાયબે આપી છે. કોઇને પગના પાનીની તકલીફ હોય, તળિયાથી આગળના ભાગે તકલીફ હોય વગરે દર્દોને અનુલક્ષીને પગરખાને ડિઝાઇન કરાય છે.ર્ ર્ મટીરીયલ પણ અલગઅલગ જગ્યાએથી મંગાવાય છે. મોચી પગરખા ઉપરાંત મુવેબલ હાથ, બ્રેસ વગરે પણ બનાવે છે.
Saturday, August 22, 2009
Friday, August 21, 2009
ફરાળી વાનગી સ્ટોરીનું ઇનપુટ શ્રાવણ મહિનો આવતા જ ફરાળી વાનગી લોકોને યાદ આવવા લાગે છે. મોટાભાગે આખો મહિનો એકટાણા કે ફરાળ કરતા લોકોને દરરોજ ફરાળમાં શું આહાર લેવો તેઓ પ્રશ્ન સતાવતો હોય છે. મોટાભાગે ફરાળમાં બટાટાની પેટીસ, ચેવડો, વેફર્સ, સાબુદાણાની ખીચડી,રાજગરાનો શીરો, રાજગરાની પૂરી કે સામાની ખીચડી એ રુટીન થઇ ગયુ છે. પરંતુ હવે રાજકોટનમાં આ કોમન વાનગીઓ ઉપરાંત ફરાળી ફાસ્ટ ફુટ પણ બહુ સરળતાથી મળી રહયા છે. મોજીલા રાજકોટવાસીઓને કઇને કઇ નવું જોઇતુ હોય છે. અને એટલે જ રાજકોટની બજારમાં ફરાળની નીતનવી આઇટમો મળે છે. જેમાં ફરાળી પીઝા, ફરાળી ઢોસા, ફરાળી મસાલા ઢોસા, ફરાળી દહીવડા, ફરાળી ઢોકળા, ફરાળી ભેળ, ફરાળી રગડો, ફરાળી દાલવડા, ફરાળી અમેરિકન ટેટા, ફરાળી ચીઝ ટેટા વગેરેનો સમાવેશ થાય છે.હા, ફાસ્ટ ફુડમાં રસ નહોય તેના માટે ફરાળી ખાખરા, ફરાળી બિસ્કીટ, ફરાળી દિલ્હી ચાટ પણ રાજકોટમાં મળવા લાગ્યા છે.રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર છેલ્લા ત્રણેક વર્ષથી શરુ થયેલ ટીપીએસ રેસ્ટોરન્ટમાં છેલ્લા બે વર્ષથી બારેમાસ ફરાળી વાનગીઓ મળી રહે છે. રેસ્ટોરન્ટના ઓનર મનસુખ વાઘેલા કહે છે, ર્ ર્ મારી વાઇફને ૩૬પ દિવસ ફરાળી વાનગીઓ લોકોને મળી રહેવી જોઇએ તેવો વિચાર આવ્યો. લોકો દરરોજ રુટીન ફુડ લેતા જ હોય છે પરંતુ તેમને કંઇક નવું અને અલગ આપવા માટેનો આ વિચાર હતો. પહેલા તો શ્રાવણ મહિના સિવાય તમને ફરાળી વાનગી કયાય ન મળે. જે લોકો નિયમિત રીને શનિવાર, રવિવાર, સોમવાર કે વાર ઉપરાંત અન્ય કોઇ ઉપવાસ કે ફરાળ કરતા હોય તેમને સરળતાની ફરાળી વાનગી મળી રહે તવો પણ આઇડિયા હતો અને તેના કારણે અમે વિવિધ પ્રકારન વાનગીઓ રાખી.ર્ ર્ મનસુખભાઇની રેસ્ટોરન્ટમાં સાબુદાણાની ખીચડી(રુ.ર૭)ઉપરાંત ફરાડી દાલવડા(રુ. ૩૪), ફરાડી અમેરિકન ટેટા(ભજિયા, રુ. ૪ર), ફરાળી સાદા ઢોસા (રુ.૩૯), ફરાળી મસાલા ઢોસા (રુ.૪૬), ફરાળી ચીઝ ટાટા (રુ. પ૭), ફરાળી પનીર ટાટા (રુ.૬૪), , શકકરીયાનો શીરો (રુ.પ૯), ફરાળી દહીવડા (રુ.ર૯) મળી રહે છે. આ ઉપરાંત પૂરી ફરાળી થાળી (રુ. ૬૯)ની મળી રહે છે.એક જ સ્થળે બધુ મળી રહે તેવું હટકે સ્થળ રાજકોટમાં આવેલુ છે. તો રાજકોટના સદર વિસ્તારમાં આવેલ વિનોદ બેકરીમાં ફરાળી રાજગરાના પીઝા અને ફરાળી બિસ્કીટ પણ મળી રહે છે. બેકરીના ઓનર નૈષધ પાથરાણી કહે છે, ર્ ર્ હું શ્રાવણ મહિનો રહયો હતો. આ દરમિયાન મને પીઝા ખાવાનું મન થયું. પીઝા ફરાળી ન હોય. એટલે મેં ફરાળી પીઝા બનાવવાનું વિચાર્યુ. અને છેલ્લા ત્રણેક વર્ષથી અમે ફરાળી પીઝા દર શ્રાવણ માસમાં બનાવીએ છીએ. રોજના ત્રીસેક પીસ પીઝાના વહેચાય છે. પીઝાની કિંમત એક નંગના ત્રીસ રુપિયા છે. અમે ભાવ વાજબી રાખયો છે એટલે કોઇ પણ વર્ગનાને પીઝા ખાવા પોસાય. શ્રાવણ માસ સિવાય અમે ફરાળી પીઝા નથી રાખતા. જો કોઇનો ઓર્ડર આવે તો બનાવી આપીએ છીએ.ર્ ર્ નૈષઘભાઇની બેકરીમાં ફરાળી રાજગરાના બિસ્કીટ (એક કિલોના રુ.૧ર૦) અને ફરાળી ટોપરાના બિસ્કીટ (એક કિલોના રુ.૧ર૦) રાખે છે. ફરાળી બિસ્કીટ તો બારે માસ મળી રહે છે. આ તેમની ખુદની બેકરીની જ પ્રોડકટ છે. છેલ્લા દસેક વર્ષથી તેઓ ફરાળી બિસ્કીટ બનાવે છે. ફળાહાર વિશે સામાન્ય રીતે એવું કહેવાય છે કે ફળૅઆહાર. પહેલાના રુષીમુનીઓ ફળ ખાઇને વ્રત કરતા પરંતુ ધીમેધીમે એમાં બટાટા, રાજગરો, તપકીર, સાંબો, સાબુદાણા વગેરે ખાવાની છુટછાટ આપવામાં આવી. રાજકોટના પ્રાચીન મંદિર પંચનાથ મંદિર માં ૪૦ વર્ષથી પૂજારી હરિહરભાઇ ત્રિવેદી કહે છે, ર્ ર્ ફળો ઉપરાંત જયુસ, સુકીભાજી, વેફર્સ, ચેવડો, સાબુદાણાની ખીચડીખાઇને અપવાસ કરીને શ્રાવણમાસ રહી શકાય. શ્રાવણ માસમાં તથા શિવશકિતનું માહત્મ્ય હોવાથી ચોમાસાની સિઝન હોય શરીરની અંદર સ્ફુર્તિ અને ઉત્સાહ જળવાઇ રહે તેવો પણ ઉદેશ રહેલો છે.ર્ ર્ અત્યારની ફરાળની અંદર અવનવી વાનગીઓ આવે છે. ફરાળમાં પણ ફાસ્ટફુડ મળવા લાગ્યુ છે. અને ખાસ કરીને યંગસ્ટર આવી અવનવી વાનગી પ્રત્યે આકર્ષાઇને શ્રાવણ માસના સોમવાર રહેતા હોય છે. રાજકોટની એસ.વાય, બી.કોમ.નો અભ્યાસ કરતી મૈત્રી અને ધો.૧ર કોમર્સમાં અભ્યાસ કરતી કેરવી બંને ઘરના અન્ય સભ્યો શ્રાવણ મહિનો કરતા હોય તેનાથી પ્રેરાયને ખાસ તો નવીનવી વાનગી ખાવા મળે એટલે શ્રાવણિયા સોમવાર કરે છે. મૈત્રી અભિયાન સાથેની વાતમાં કહ છે,ર્ ર્ મારા ભાભુ અને કાકી બંને શ્રાવણ મહિનો રહે રુટિન કરતા અલગ અલગ વાનગીઓ બને. અને તેનાથી આકર્ષાઇ હું પણ સોમવાર રહુ છે. ભગવાનની ઉપાસના સાથે ચેન્ઇજ ઓફ ફુડ પણ મળે.ર્ ર્ રાજકોટના રસિકભાઇ ચેવડાવાળા દારા શ્રાવણમાસ નિમિતે ફરાળી રાજગરાના ખાખરા અને રાજગરાના લાડુ રાખે છે. રસિકભાઇ ચેવડાવાળા હિરેન ગઢિયા કહે છે,ર્ ર્ રોજ હજારો કિલો ફરાળી વાનગીનો વેપાર રાજકોટમાં થયા છે. ચેવડો, પેટિસ અને વેફર્સ એ રાજકોટની સ્પેશ્યાલીટી છે. અન્ય વાનગીઓ એકસ્ટા વેચાતી હોય છે.રાજકોટના કેનાલ રોડ ઉપર ફરાડી રગડો મળે છે. તો એક રેસ્ટોરન્ટમાં ફરાળી સમોસા પણ મળી રહ છે. મૈત્રીના ભાભુ છાયાબહેન દવે છેલ્લા પચ્ચીસ વર્ષથી નિયમિત રીતે શ્રાવણ મહિનો રહે છે. તેઓનું જોઇન્ટ ફેમિલિ છે. એટલે ઘરના અન્ય સભ્યો પણ શ્રાવણ મહિનો રહેતા હોય તેમના ઘરમાં અનેક નીતનવી ફરાળી વાનગી બનતી હોય છે. જેમાં સાબુદાણાના વડા, સાંબાના ઢોકળા, ફરાળી દહીવડા, ઢોકળા, સાંબાના લોટનું ખીચુ, સાંબાના લોટના પુડલા બનાવાતી હોય છે. આજના યુવાનો પણ શ્રધ્ધાપૂર્વક શ્રાવણમાસમાં ઈશ્વરની ઉપાસના કરતા રહેતા હોય છે. રાજકોટના ૩૦ વર્ષીય યુવા એડવોકટ રણજીત પારેખ દર સોમવાર રહે છે. અને દરરોજ શિવમંદિરે જાય છે. તેઓ કહે છે,ર્ ર્ મારે મન તો ફળ ખાઇને જ ફળાહાર કર્યો કહેવાય. હું બટાકા સહિતની અન્ય કોઇ વાનગીઓ ખાતો નથી. જંકફુડ તો કયારેય જ નહી. તે બેકટેરિયાયુકત હોય છેર્.ર્ રેસીપીસ્ટીમ ઢોકળાસામગ્રી ઃ પ૦૦ ગ્રામ બટેટા, પ૦૦ ગ્રામ શિંગાળાનો લોટ, ર ચમચી આદુમરચાની પેસ્ટ, એક વાટકી ખાટુ દહી, રપ૦ ગ્રામ સાબુદાણા, સિંધવ, મીઠુ રીત ઃ બટેટાને બાફીને છોલીને છુંદો કરીને માવો બનાવો. સાબુદાણાને બે કલાક પાણીમાં પલાળી રાખવા. બધુ મિકસ કરી દહી નાખી ઠોકળાનું ખીરુ કરવું. તેમાં મરચા, સિંધવ, આદુ, ખાવાનો સોડા નાખી મીકસ કરવુ. ઠોકળા જેવુ ખીરુ કરી ૧૦ મીનીટ રાખવુ. આથો આવવા દેવો. ત્યારબાદ થાડીમાં પાથરી ઠોકળિયામાં બાફી લેવુ. બફાયા પછીતેના કટકા કરી નાખવા.આ વાનગીમાંથી પ૦૦ ગ્રામ કેલરી મળે છે. મસાલા ઢોસાસામગ્રી ઃ પ૦૦ ગ્રામ મૌરયો, પ૦૦ ગ્રામ બટેકા, ર૦૦ ગ્રામ શિંગોળાનો લોટ, લીંબુનોરસ, ખાંડ, લીલા મરચા, દહી, નાળિયેરનું છીણ, સિંધવ, મરચુ, કોથમીર, જુરી, તેલરીત ઃ મૌરયાને પ કલાક પાણીમાં પલાળી પાણી નીતારો. તેને વાટો ત્યારબાદ શિંગોળાના લોટમાં સિંધવ નાખો. પાણીમાંથી પાતળુ ખીરુ બનાવો. બટાટાને બાફીને છાલ ઉતારી તેમાં કટકા કરી તેલ અને જુરી નાખી વધારો. મરચુ, કોથમીર, લીલામરચાના કટકા, લીંબુનો રસ, ખાંડ, સિંધવ તેમાં નાખીને હલાવો. ત્યારબાદ ઠોસાની લોઠીમાં ખીરુ પાથરી એક પડ શેકાયા બાદ તેને ઉતારી લો. શેકાયેલા પડને ઉથલાવી અડધો ભાગ વાળી તેના પર બટાટાનો મસાલો પાથરોફ દહીને વઘારી તેની સાથે ખાવ. આ વાથગીમાંથી ૯૦૦ ગ્રામ કેલરી મળે છે.
કચ્છી બોલીને હવે મળયો શબ્દ દેહ અત્યાર સુધી જે ભાષા બોલી જ શકાતી હતી પરંતુ લખી શકાતી ન હતી તે કચ્છી ભાષાને હવે કાગળ ઉપર લખી શકાશે. કચ્છી બોલીને શબ્દાવતાર મળયો છે.કચ્છીઓને લખવા માટે ગુજરાતી સહિતની અન્ય ભાષાનો સહારો લેવો પડતો હતો. હવે કચ્છીઓ પોતાની ભાષામાં લખી શકશે. હા, આ શકય બન્યુ છે. મૂળ કચ્છના પણ હાલમાં અમદાવાદમાં રહેતા પાંત્રીસ વર્ષીય ડો. રાજુલ શાહે પેઢીઓથી બોલાતી કચ્છી ભાષાની લિપિ બનાવી છે. અને ભારતની ર૭મી ભાષા તરીકે તેને માન્યતા અપાવવાનો પ્રયાસ કર્યો છે.આમ ડો. રાજુલ શાહનો એક આખી લિપિ વિકસાવનાર તરીકે દેશની પ્રથમ વ્યકિત બન્યા હોવાનો દાવો છે. ડો. રાજુલ શાહ સાઇકોલાજીસ્ટ, ગ્રાફોલોજીસ્ટ અને ડોકટર છે. આયુર્વેદમાં એમ.ડી. કર્યુ છે. તેઓ ઘણાંવર્ષોથી ગ્રાફોલોજીસ્ટ તરીકે પણ કામ કરે છે.છેલ્લા બારેક વર્ષથી તેઓ અક્ષરો માટે કામ કરી રહયા છે. ડો. શાહનો જન્મ અમદાવાદમાં થયો છે. તેમનો ઉછેર, અભ્યાસ બધ જ અમદાવાદમાં થયું છે. તેમના વડિલો મૂળ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકના સુજાપર ગામના હતા. ડો. રાજુલ કચ્છમાં જન્મ્યા નથી, રહયા નથી તો તેઓ કઇ રીતે કચ્છી ભાષાની લિપિ તૈયાર કરી શકયા? તેમને કેવી કેવી મુશ્કેલીઓ પડી? આ વિશે ડો.શાહ અભિયાન સાથેની વાતમાં કહે છે, ર્ ર્ મારા ધરમાં વાતચીત કચ્છી બોલીમાં જ થતી. હું ભલે કચ્છમાં રહી નથી છતાં દૂર રહીને પણ હું કચ્છને ભુલી નથી. મારીશબ્દો સાથેની જ પ્રવૃતિ છે. હું હેન્ડરાઇટીંગ ઇમ્પ્રુવમેન્ટ માટે પણ કામ કરુ છુ. એટલે મને સતત એવુ થતું કે મારી પોતાની કચ્છી બોલીની જ કેમ ભાષા નથી? એ વાત મને સતત ખૂંચતી. મારે મારી ભાષાની લિપિ વિકસાવવી છે આવુ મને વર્ષો પહેલા થતું અને છેલ્લા બારેક વર્ષથી હું કચ્છી ભાષા વિશે કામ કરી રહી છુ. આ માટે હું કચ્છના તમામ વર્ગના લોકોને મળી છુ. ગામડાઓમાં પણ રહી છુ. કચ્છી છુ છતાં મારી ઓળખ માટેના શબ્દો નથી. કચ્છી બોલીને જ લખવા માટે ગુજરાતીનો સહારો શા માટે લેવાય છે ? અને એટલે જ મેં જે શબ્દો બોલી શકાય છે તે લખાવા પણ જોઇએ તેવુ નકકી કર્યુ. ર્ ર્ ડો. શાહે પોતાના સ્વ હસ્તે લખેલી કચ્છી ભાષાની દેશી હિસાબની બુકલેટ તૈયાર કરી છે. તેમણે તૈયાર કરેલી ભાષાનું માળખુ ચિત્રના સ્વરુપમાં રહેશે. અત્યાર સુધી ચાઇનીઝ, કોરિયન ભાષામાં પણ લખાણના બદલે ચિત્રોનો ઉપયોગ થાય છે, તેવું જ કચ્છીમાં રહેશે. અક્ષરોનું જે ફોર્મેશન હતું તે જાળવી રાખવાનો પ્રયાસ કરાયો છે. કચ્છી બોલીની કચ્છી ભાષામાંં પરિવર્તીત કરાતા કેન્દ સરકારના લેન્ગ્વેજ ડિપાર્ટમેન્ટ તરફથી મંજૂરી મળી ગઇ છે. આમ નવી દિલ્હી સ્થિત કોપીરાઇટસ ઓફિસ તરફથી પણ તેમની લિપિ માટે કોપી રાઇટ મળી ગયા છે. પુરાતનકાળથી અત્યાર સુધીમાં ભારત દેશ પાસે લખવા માટે માન્ય ગણી શકાય તેવી ર૬ લિપિ છે. આ સાથે ર૭મી લિપિ વિકસી છે એમ ડો. શાહ કહે છે. ગુજરાતી ભાષાલિપિ વચ્ચે ઘણું અંતર હોવા છતાં અત્યાર સુધી કચ્છી લોકોએ ગુજરાતી પર જ નિર્ભર રહેવું પડતું હતું. કેમકે કચ્છનો ઈતિહાસ અને સાહિત્ય ગુજરાતી લિપિમાં અંકિત થયો છે. ડો. શાહ પોતે હસ્તાક્ષરશાસ્ત્રી છે. તેમણે વિકસાવેલી ચિત્ર લિપિ જેવી ભાષા ભારતમાં કયાય નથી. કચ્છના લોકોની માનસિકતા સાથે તેમણે પોતાની લિપિ વિકસાવી છે. અક્ષરો જેતે ફોર્મેટના સાઇકોલોજિકલ જોડાણ મુજબ ગોઠવાશે. ૧રમી સદીમાં અક્ષરોનું જે ફોર્મેશન હતુ તે જાળવવાની કોશીશ ડો. શાહે કરી છે. કોઇ પણ ભાષા પ્રથમવાર લખાઇ હોય ત્યારે તે ચિત્રાંકિત હોય છે.તે એક અજયબી વાળી વાત છે. ડો. શાહે કચ્છી ભાષા પણ ચિત્ર શૈલીમાં તૈયાર કરી છે. તેના કેટલાક ઉદાહરણો જોઇએ. કચ્છી લિપિનો પ્રથમ અક્ષર ર્ કર્ ને હળના પ્રતિકમાં ઢાળવામાં આવ્ય છે. જયારેર્ રર્ ને રથ તરીકે વર્ણવાયો છે. અને ત્રણ વર્તુળ દોરવામાં આવ્યા છે. નાનો વર્તુળ નીચે અને મોટો ઉપર હશે.ગુજરાતી લિપિમાં જેટલા અક્ષર હોય છે તેનાથી પાંચ અક્ષર તેમની વિકસાવેલી લિપિમાં ઓછા હશે. કેમકે આ પાંચ અક્ષર કચ્છીમાં બોલાતા નથી. કચ્છી લિપિ માટે કચ્છના ખૂણે ખૂણે ફરનાર ડો. શાહને કચ્છી ભાષા માટે કેવો આવકાર મળયો હતો? એ વિશે તેઓ કહે છે, ર્ ર્ હું જયાંજયાં કચ્છી સમુદાયને મળી છુ, ત્યાં લોકોએ મારા કાર્યને આવકાર આપ્યો છે. અને તેઓ અનેક પેઢીઓથી જે બોલી બોલતા આવ્યા છે તેને પોતાની જ લિપિમાં લખવા માટે પણ તેઓ આતુર છે. ર્ ર્ કચ્છી સમુદાય અને વિવિધ કચ્છી ટસ્ટો અને શૈક્ષણિક સંસ્થાઓ દારા તેમની લિપિને આવકારાય છે. તેમના પ્રયાસને બિરદાવાયો છે. તેમણે જે લિપિ વિકસવી છે તેમાં લખાયેલા પુસ્તકો ટૂંક સમયમાં પ્રકાશીત થશે. કચ્છી ભાષામાં લોકો અભ્યાસ કરે તેવું ડો. શાહનુ સપનુ છે. ગુજરાતીભાષામાં લખાયેલ કચ્છના ઇતિહાસને પણ તેઓ કચ્છી ભાષામાં ભાષંતરિત કરવા માંગે છે. સુકી ધરતી જેવી કે કચ્છ, રાજસ્થાન વગેરે બીજી ભાષા ઉપર આધારીત છે. હવે તેમનો બીજો પ્રયાસ રાજસ્થાની ભાષા શોધવાનો છે. તેઓ પોતાની આ શોધને લિમ્કા બુક ઓફ રેકર્ડમાં નોંધાય તેવી પણ ઇચ્છા રાખે છે. ડો.શાહ શ્રી કચ્છી દશા ઓશવાળ જૈન જ્ઞાતિના છે. તેમની જ્ઞાતિની સંસ્થાઓ પણ તેમના પ્રયાસથી ખુશ છે. તેઓ જ્ઞાતિ અને શૈક્ષણિક સંસ્થાઓના સહકારથી કચ્છી ભાષાનો પ્રસાર કરવા માગે છે. કચ્છી લિપિ વિશે કચ્છના જાણીતા કટાર લેખક, કવિ અને કચ્છ સાહિત્ય અકાદમીના ઉપાધ્યક્ષ જયંતિ જોષી અભિયાન સાથેની વાતમાં કહે છે, ર્ ર્ મારા મતે ડો.રાજુલ શાહની કચ્છની જે લિપિ છે તે જૂના જમાનાની ચિત્ર લિપિ છે. તે માણસ સુસંસ્કૃત બને તે પહેલાની લિપિ હોય છે તેવી છે એટલે આજના સમયમાં આ ભાષા પોપ્યુલર ન બની શકે. બીજુ એકે આજ અંગ્રેજીના વધતા વ્યાપની સામે સિંધિ, ગુજરાતી સહિતની ભાષા સામે પણ ખતરો છે. ત્યારે આ ભાષા પોપ્યુલર ન થઇ શકે. અને કચ્છની ભાષા પહેલી વખત અસ્તિત્વમાં આવી છે તેવું નથી. નલિયાની લાલજી નામજી વકિલ નામની વ્યકિતએ પણ કચ્છી ભાષા વિકસવવા પ્રયઌ કર્યા હતા.ર્ ર્
Wednesday, August 19, 2009
(૧) મેરેથોન ટીચીંગ.. ૧૨૫ કલાક ભણાવવાનો રેકોર્ડ સુરેન્દનગરના શિક્ષકોએ તોડયો કોઇ શાળામાં શિક્ષક એક.. બે.. કે ત્રણ કલાક ..અરે કદાચ કોઇ શિક્ષક ડેડીકેટેડ હોય તો ચારેક કલાક કલાસરુમમાં ભણાવે પણ પચાસ, સીતેર કે સો કલાક કોઇ શિક્ષક એકી સાથે ટીચીંગ કરાવે તો ..! લાગે છે ને થોડું અચરજ પમાડે તેવું પણ આવું સુરેન્દ્નગરની શાળામાં બન્યું છે. જો કે નોન સ્ટોપ ટીચીંગનો વર્લ્ડ રેકોર્ડ સ્થાપવા મેરેથોન ટીચીંગનો અનોખો પ્રયોગ કરાયો હતો. અને તા.રજી માર્ચે બપોરે ૪ વાગ્યે ઉત્સાહભર્યા માહોલમાં ૧૩પ કલાકનો મેરેથોન ટીચીંગનો રેકોર્ડ શિક્ષકોએ બનાવતા તાલીઓના ગડગડાટથી શાળાનું સંકુલ ગુંજી ઉઠયુ હતુ. આ અનોખા શિક્ષણ યજ્ઞની વાત એવી છે કે સુરેન્દ્નગરનાં જોરાવરનગર વિસ્તારમાં આવેલી સવા શાળામાં તા.૨૪ ફેબ્રુઆરી સવારે ૭.૩૦ કલાકથી નોન સ્ટોપ ટીચીંગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. એક સાથે પાંચ શિક્ષકો શાળાનાં પાંચ અલગ અલગ રુમમાં ટીચીંગ કરાવી રહયા છે. દિવસરાત આ શિક્ષકો વિધાર્થીને ભણાવી રહયા છે. અચરજ પમાડે તેવી આ ઘટના છે. પણ નોન સ્ટોપ ટીચીંગનો અનોખો રેકર્ડ કરવા આ કવાયત હાથ ધરવામાં આવી છે. પાંચ શિક્ષકો એ નોન સ્ટોપ ભણાવવાનું બીડુ ઝડપ્યું છે તેમાં આ જ શાળાનાં પ્રકાશ સરવાડીયા મેથેમેટિકસ, મહેશ રાઠોડ ફિઝિકસ, સુધીર ત્રિવેદી સાયન્સ, જીતેન્દ્ સાગઠીયા કેમેસ્ટી, અને વિરેન્દ્ જાડેજા સોશ્યલ સાયન્સનો સમાવેશ થાય છે. શાળાનાં ધો. ૧૦ અને ૧૨નાં વિધાર્થીઓને દિવસ અને રાત સતત શિક્ષક ઘ્વારા ટીચીંગ આપવામાં આવ્યું હતું. શાળાનાં ડિરેકટર વિરેન્દ્ રાવત આ અનોખા પ્રયોગ અંગે કહે છે શિક્ષણનાં ક્ષ્ેાત્રમાં કઈંક નવું કરવા સતત અમે મહેનત કરતા હોઇએ છીએ આ વખતે અમે નોન સ્ટોપ ટીચીંગનો રેકોર્ડ તોડવા પ્રયાસ કર્યો છે. આ પ્રકારનો ભારતમાં ૧૨૫ કલાક સતત ભણાવવનો રેકોર્ડ મધ્યપ્રદેશનાં શિવની જિલ્લાનાં જમુનપાની ગામની શાળાનાં શિક્ષક દિલીપ કુમારનાં નામે છે અને એ પહેલાનો રેકોર્ડ ૧૨૦ કલાકનો હૈદરાબાદનાં શિક્ષક જયસિંહ રવીરાવાલાનાં નામે છે. સુરેન્દ્નગરની અમારી આ શાળામાં અમે ૧૨૫ કલાકનો રેકર્ડ તોડવાની નેમની સાથે પરીક્ષા પહેલા વિધાાર્થીને કોર્સનું રિવીઝન થઇ જાય તેવો પણ એક ઉદેશ્ય રહેલો છે. તા. ૨૪ મીએ એક સાથે પાંચ કલાસ રુમમાં અલગ અલગ શિક્ષકે ટીચીંગ શરુ કર્યુ છે. અને તેનું પાંચ કેમેરા મારફત અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ઘ્વારા મોનટરીંગ કરવામાં આવી રહયું છે. આ અનોખી સ્પર્ધામાં ભાગલેનાર શિક્ષકો અને તેમનાં પરિવારજનોને પણ પ્રોત્સાહિત કરવામા઼ આવ્યા છે. ગુજરાતમાં આવો પહેલો પ્રયોગ છે. આ નોન સ્ટોપ ટિચિંગ વિશે લિમ્કાબુક અને ગિનિશબુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધણી કરવા માટે જાણ કરાય છે. જેમણે સ્થાનિક સિસ્ટમ સર્ટીફાય કરી આપે તેવું જણાવાયુ છે. તેઓ ઉમેરે છે કે કલાસ રુમમાં એક જ શિક્ષક રાત ને દિવસ ટીચીંગ આપતા રહેશે અને સામે વિધાર્થીઓની બેચ બદલતી રહેશે. સામાન્ય રીતે ત્રણેક કલાકની બેચ રાખવામાં આવી છે. એક બેચમાં એક કલાસમાં આશરે વીસેક વિધાર્થીઓ રખાયા છે. શાળામાં ધો.૧૦માં ૬૫ અને ધો. ૧૨માં ૧૦૦ જેટલા વિધાર્થીઓ છે. બેચ પૂરી થાય પછી વિધાાર્થીઓ ઘરે જઇ શકે છે અને થોડા કલાકો બાદ ફરી શાળાએ આવે છે. પણ શિક્ષકને તો કલાસ રુમ છોડવાનો નથી હોતો. તેમને દર કલાકે દસ મિનીટનો બ્રેક આપવામાં આવે છે. શિક્ષકોને બ્રેક દરમિયાન ભોજન, પાણી, ગ્લુકોઝ પાવડરની ઉપરાંત તેમની ફીટનેશ ચેકઅપ માટે ડોકટરોની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. જરુરી દવાઓ અને એમ્બ્યુલન્સ સહિતની સુવિધા હાજર રખાઇ છે. વિરેન્દ્ રાવત કહે છે ૧૮ કલાકનાં ટીચીંગ બાદ એક શિક્ષક સુધિર ત્રિવેદીની તબીયત નરમ જણાતા તેઓ સ્પર્ધામાંથી ખસી ગયા હતા અને અન્ય ચાર શિક્ષકો હાલ સ્પર્ધામાં છે. જિલ્લા શિક્ષણાધિકારી જી.ડી કાનાણી આ અનોખી સ્પર્ધાનાં ઉદઘાટન સમારોહમાં હાજર રહી શિક્ષકો અને વિધાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારી કાનાણી અભિયાન સાથેની વાતચીતમાં કહે છે સળંગ શિક્ષણનાં આ પ્રયોગથી વિધાર્થીઓ અને શિક્ષકો બંનેનો આત્મ વિશ્વાસ વધશે. પરીક્ષા પર રિવીઝન થાય તેનો લાભ પણ વિધાર્થીઓને મળશે. સતત પાંચ દિવસ સુધી દિવસ અને રાત ખડાપગે ભણાવનાર શિક્ષકોએ જયારે પોતાના પરિવારને પોતાના નોન સ્ટોપ ટિચિંગની વાત કરી તો તેઓનું કેવું રિએકશન રહયુ તે જોઇએ. મહેશ રાઠોડના પત્ની અભિયાન સાથેની રુબરુ મુલાકાતમાં કહે છે, અમારા એક વર્ષ પહેલા જ લગન્ થયા છે. એ દરમિયાન અમે હજુ સુધી કયારેય અલગ થયા નથી. મારા પિયર પણ અમે બંને સાથે જ જતા. એટલે તેમનાથી થોડા દિવસ દુર રહેવાનો આ પહેલો પ્રસંગ. પરંતુ તેઓ આગળ વધતા હોય, તેમની કેરિયરને ટનિર્ંગ પોઇન્ટ મળતો હોય તો તેનાથી રુડુ બીજુ શંુ હોય! તો મહેશ રાઠોડની બહેન મંજુલા કહે છે, ભાઇએ નોન સ્ટોપ ટિચિંગની વાત કરી ત્યારે જ મેં કહયુ કે તુ આ રેકોર્ડ બનાવીશ જ. જોકે મારા મમ્મી ભાઇ રેકોર્ડ બનાવે તે માટે ભાઇના પ્રથમ દિવસના ટિંચીગની સાથે જ ઉપવાસ કરવાનું શરુ કરી દીધુ છે. સગાસંબંધી અને પડોશી પણ આ બાબતે ઉપ્સાહિત છે. રેકોર્ડ થવા જઇ રહેલ આ પ્રયોગ વિશે અખબારોચેનલોમાં વાચીસાંભળી પડોશી, સગાસંબંધી પણ અમારી પાસે આવીને આશ્ચર્ય સાથે કુતુહુલ વ્યકત કરી રહયા છે. જયારે વિરેન્દ જાડેજાના મમ્મી મુકુન્દબા જસુભાઇ કહે છે, વિરેન્દ મારો એક જ દીકરો. હજુ તે ર૦ વર્ષનો જ છે. દીકરાની મને ખૂબ યાદ આવે છે. સવારે ચા પીતી વખતે, જમતી વખતે અને ખાસ તો રાત્ર સુતી વખતે તેની ખૂબ યાદ આવે. કેમ કે તે સતત પાંચ દિવસ થી સુતો નથી અને એટલે જ મને પણ ઉંઘ નથી આવતી. અનેક વાર આંખમાં આંસુ પણ આવી જતા. અને ટિચિર્સને પરિવારજનો મળી ન શકવાના નિયમ હોવા છતાં સ્કુલના સંચાલકો માની લાગણી સમજી મને મળવા દે છે. જોકે મારા માટે તો દીકરો આગળ આવે તે જ મારી નેમ છે. બસ તેનું શરીર જળવાવુ જોઇએ. ધ્રાંગધ્રાની ડિસ્ટીકટ કોર્ટમાં સુપ્રિન્ટેન્ડ તરીકે કામ કરતા વિરેન્દના પિતા જસુભાઇ ગોવિંદભાઇ કહે છે, દીકરાની પ્રગતિ થાય તે માટે સાહસ કરવાની જ એની ઉમર છે. દીકરાએ જયારે તેના આ પ્રોજેકટ વિશે મને વાત કરી ત્યારે તરત જ કહયુ કે તુ આંખો મીચીને ફોર્મ ભરી દે. જોકે સતત ઉંધ્યા વગરના ટિચિંગના કારણે તેની તબિયત બગડી હતી. પરંતુ તો પણ વિરેન્દ પોતાના કાર્યમાંથી વિચલીત થયો ન હતો! સવા શાળાના ટસ્ટી દિનેશભાઇ શાહ કહે છે, વિધાર્થીઓ તો દરવર્ષે વિવિધ ક્ષેત્રોમાં પોતાની કારકિર્દી બનાવી આગળ વધતા રહે છે. પરંતુ અમે શિક્ષકો બહાર આવે, કશું ઇનોવેટીવ કાર્ય કરે, ચારપાંચ કલાકથી વધુ નહીં ભણાવી શકાતા હોવાની જે માન્યતા શિક્ષકો માટે પ્રર્વતી રહી છે. તે માન્યતા અમારે દૂર કરવી હતી. શિક્ષકોની જોબ સામાન્ય રીતે પાર્ટટાઇમ જોબ જેવી ગણાતી હોય છે. જે છાપ અમારે દુર કરવી છે. હા, અમે સંચાલકો આ માટે પ્લેટફોર્મ પૂરું પાડી શકીએ, ઉતમ ઇન્ફાસ્ટકચર આપી શકીએ બાકી કામ તો શિક્ષકો જ કરી શકે. રિઝલ્ટ પણ શિક્ષકો અને વિધાથીઓ જ લાવી શકે. નોન સ્ટોપ ટિચિંગનો રેકોર્ડનો જેને વિચાર આવ્યો તે સવા સ્કુલના ડાયરેકટર વિરેન્દ રાવતે સૌ પ્રથમ આ રેકોર્ડ વિશે ટિચર્સ સમક્ષ વાત મૂકી. જેમાં પરીક્ષા નજીક હતી તે માટે બોર્ડના છાત્રોનું રિવિજન કરાવવાનું નકકી થયુ. ટિચર્સ બધાએ ફોર્મ ભર્યા. દરેક ટિચર્સના ફિઝિકલ ટેસ્ટ થયા. જેમાંથી પાંચ શિક્ષકોની પસંદગી થઇ. શિક્ષકો બધાજ ર૬ વર્ષથી નીચેના હતા. એક માત્ર શિક્ષક ૪પ વર્ષના હતા જે તબિયત બગડતા પ્રોજેકટમાંથી ખસી ગયા. યુવાનોમાં કશુંક નવું કરવાનો ઉત્સાહ હોય છે એટલે જ યુવાનોની બધા ક્ષેત્રમાં ડિમાન્ડ હોય છે. બોર્ડર ઉપર સૈનિકની શહિદ થવાન ભાવના હોય છે, પત્રકારની આતંકવાદની વચ્ચે જાનના જોખમે કવરેજ કરવાની હિંમત હોય છે તેમજ સવા શાળાના શિક્ષકોમાં પણ આ ભાગના અને હિંમત જોવા મળી કે આપણે શું કામ આ ન કરી શકીએ? સતત પાંચ દિવસ સુધી શિક્ષકો કઇ રીતે ભણાવી શકે છે? આ વિશે શિક્ષકોના હેલ્થ ચેકિંગ માટે આવેલા ગાંધી સિવિલ હોસ્પિટલના ડો. એમ.ડી. પટણી કહે છે, શિક્ષકો ફીટ રહે તે માટે સૌપ્રથમ તેમને ડાયટ આપવામાં આવ્યો. જેમાં દર એકબે કલાકે લાઇડ ફુડ જેમકે ખાખરા, બટેટા પૌઆ વગેરે, ફુટસ, ચાકોફી, ગ્લુકોઝ પાવડર, પ્રોટીન પાવડર વગેરે આપવામાં આવતો હતો. નોન સ્ટોપ ટિચિંગના દસ મિનિટના બ્રેકમાં ડો.પટણી પાસે એક પછી એક ટિચર હેલ્થ ચેકિંગ માટે આવતા હતા. જેમાં એકબે ટિચરના ચહેરા ઉપર થાક અને પાંચ દિવસના ઉજાગરાની આછેરી ઝલક આ લખનારને દેખાતી હતી. ડો. પટણીને આ વિશે પૂછયુ તો તેઓ કહે છે, શરીરને જોઇએ તે ઉંધ શિક્ષકોને નથી મળી. એટલે મેન્ટલી કે ફિઝિકલી થોડો ફરક વર્તાય જ. જેમકે આંખો ઉંડી ઉતરવી, સતત બોલવાથી જીભ સુકાય જવી, ગળામાં સોષ પડવો, શરીર થાકેલી લાગવુ, સતત લખવાથી હાથ દુખવા, કમર થાકી જાય એટલે આ થોડા ચિન્હો દેખાય ખરા. જોકે શિક્ષક મહેશ રાઠોડનું એક કિલો વજન ઘટી ગયુ હતુ. આમ છતાં મનથી તન અને મનથી પૂરા ઉત્સાહિત મહેશ રાઠોડ કહે છે પોતાના નોન સ્ટોપ ટિચિંગના અનુભવ અભિયાન સમક્ષ રાખે છે, હું છઠુ ભણતો ત્યારથી હોસ્ટેલમાં ભણ્યો છુ એટલે પરિવારની યાદ આવવાનો પ્રશ્ન જ નહોતો. કારણ કે કામના સમયે કામ કરવાનું હોય. જયારે મેં ઓલ ઇન્ડિયા લેવલે સાતેક જેટલા ટીએલસી કેમ્પ કર્યા છે. એટલે ઉજાગરાથી હું ટેવાય ગયો છુ. એક કલાક પણ માંડ માંડ ભણાવી શકતા શિક્ષકો વિશેની માન્યતા ખંડિત કરવાનો આ પ્રયાસ છે. જિતેન્દ સાગઢિયા નામના શિક્ષક કહે છે, મન મકકમ હોય, પૂરો આત્મ વિશ્વાસ હોય અને તમે તમારા કામમાં સમર્પિત હોવ તો તમને ઉંઘ કે થાક અસર ન કરી શકે. ગણિત જેવો અઘરો વિષય ભણાવતા પ્રકાશ સરવાડિયા કહે છે, રાત્રીના ૧થી પ છાત્રો થાકેલા થોડા લાગે પરંતુ તે સમયે અમે હળવુ વાતાવરણ રાખીને ભણાવીએ. વિધાર્થીઓને પણ રાત્રે ચાનાસ્તો આપવામાં આવતો. વિધાર્થીઓ પણ પોતાને બધા વિષયોનું રિવિઝન કરવા મળયુ તેથી ખુશ હતા. ધો.૧ર સાયન્સની દેવાંગી વાગડિયા કહે છે, બહુ જ રસપ્રદ રીતે અમને ભણાવાય છે, અમારા ગ્યાનમાં વધારો થયો છે. તો મૌલિક જોષી કહે છે રિડિંગ સમય હોવા છતાં નવ કલાક ફરી ભણવામાં અમને બહુ મજા પડે છે. તો રાત્રે ૧૦થી ૪ની બેચમાં ભણતી જલ્પા જાદવને રાત્રે ભણવાની ખૂબ મજા પડી રહી છે. જોકે સવારે તે બેત્રણ કલાક વધુ ઉંઘ કરીને પોતાનું દિવસનું રુટીન એડજસ્ટ કરી લે છે. વિધાર્થીઓ પોતાની શાળાનું નામ ઉજવળ થાય તેમાટે ભારે ઉત્સાહિત હતા. આ લખનારની હાજરીમાં જ શાળાએ નોન સ્ટોપ ટિચિંગના ૧૦૦ કલાક પુર્ણ થતાં આતશબાજી થકી આ પ્રસંગની ઉજવણી કરી હતી.

રાજયુધ્ધઃ રાજઘરાનામાં થતાં સંપતિના ઝઘડા ઃ રાજ મહેલોને લાગ્યો રાજહઠનો રોગ
દરેક માતા તેના બાળકોને એક હતો રાજા, એને બે હતી રાણી. એક હતી માનીતી રાણી. અને એક અણમાનીતી. રાજાને એક કુંવર હતો. વગેરે વગેરે વાર્તા કહેતી હોય છે. રાજારાણીની વાર્તા હવે ભૂતકાળ બની ગયા છે. આમ છતાં લોકો આજે પણ રાજાના પરિવારને ભુલ્યા નથી. રાજ પરિવારની ઘટના જયારે પણ અખબારોના પાને ચમકે ત્યારે લોકો તેમાં અચૂક રસ લેતા જ હોય છે. એમાય ખાસ કરીને રાજ પરિવારના સંપતિના ઝઘડા હોય ત્યારે લોકોને વધુ અચરજ થાય છે.રાજ કુટુંબ કે મોટા પરિવારમાં મિલકતના ઝઘડા સામાન્ય થઇ ગયા છે. ગાયકવાડ, કોંગ્રેસી નેતા અને ગ્વાલિયર સ્ટેટના સ્વ. માધવરાય સિંધિયા અને તેઓના માતા વિજયરાજે સિંધિયા સાથેનો વિવાદ જગજાહેર છે. બિરલા, અંબાણી વગેરે જેવા પ્રતિષ્ઠિત કુટુંબો પણ મિલકતની ખટપટથી પીડાય છે. જોકે ગુજરાતમાં પણ રાજ પરિવારના સંપતિ માટેના ઝઘડા કોર્ટ સુધી પહોંચ્યા છે. દેશના અનેક રાજવી પરિવારનો આંતરિક વિવાદ જાહરેમાં આવેલો છે. કચ્છનો રાજવી પરિવાર પણ મિલકતની વહેંચણી અને કૌટુંબિક તકરારનો ભોગ બન્યા હતા. કચ્છના મહારાજા ખેંગારજી બાવાની માલિકીનું કરોડો રુપિયાનું ઝવેરાત અને અબજથી વધુ કિંમતના પાંચ રાજ મહેલોની માલિકી માટે તેમની ત્રીજી પેઢીના કુટુંબીજનો છેલ્લા ત્રીસેક વર્ષથી લડી રહયા છે.માંડવીનો વિજયવિલાસ રાજમહેલ અને એની બહાર આવેલી લગભગ ૪૦૦ એકર જમીન, ભુજના દરબારગઢમાં આવેલો પ્રાગમહેલ અને આયના મહેલ, શરદબાગ પેલેસ અને એની અંદર આવેલુ કોટડીબાગ નામનું વિશાળ ફાર્મહાઉસ, મૂલ્યવાન રાચરચીલુ અને સાચા હીરા તેમ જ સોનાના ભવ્ય ખજાનાની માલિકી માટે મહારાવ મદનસિંહજી અને તેમના બાકીના પરિવારજનો ત્રીસેક વર્ષથી કોર્ટે ચડયા છે.મિલકતના ઝઘડામાં રાજવી મદનસિંહજી અને તેમના પત્ની વચ્ચે મતભેદ થતાં યુવરાજ પૃથ્વીસિંહજી, પ્રાગમલજી અને ભૂપતસિંહ માતા સાથે જોડાયા. તથા પિતા સાથે એક પુત્ર હનવંતસિંહ જોડાયા હતા. મદનસિંહની પુત્રીઓ પણ દાવામાં જોડાઇ હતી. અને હિંદુ વારસા પ્રમાણે કુટુંબના દરેક સભ્યને સરખો હકક આપવા માગણી થઇ હતી. એની સામે મદનસિંહજીએ બચાવમાં એવી દલીલ કરી કે વિલીનીકરણ થયું ત્યારે કચ્છ રાજયના તેઓ છેલ્લા રાજા હતા. અને રાજયની તમામ મિલકતો તેમની અંગત માલિકીની ગણાય. અને રાજયની મિલકતોનો તેઓ ધારે તે રીતે વહીવટ અને નિકાલ કરી શકે છે. અને કુટુંબના સભ્યાનો તેમા ભાગ માગવા હકકદાર નથી. ભુજની અદાલતે મદનસિંહનજી તરફેણમાં ચુકાદો આપતા પ્રાગમલજીએ હાઇકોર્ટમાં અપીલ કરી હતી.કચ્છ રાજયની મિલકતના વિવાદમાં મુખ્ય રહેલા મહારાવ મદનસિંહજી, મહારાણી રાજેન્દકુંવરબા અને કુંવર ભૂપતસિંહ કેસના નિકાલ પહેલા સ્વર્ગે સિધાવી ચૂકયા છે. જયારે બાકીના તમામ પક્ષકારો ૬૦ વર્ષથી વધુ ઉંમરના છે. રાજપરિવારના સંપતિનો ઝઘડો વાંકાનેરમાં પણ ચાલ્યો હતો. વાંકાનેરના રાજા પ્રતાપસિંહ ૧૦૦ વર્ષની ઉંમરે બેએક વર્ષ પહેલા મૃત્યુ પામ્યા. તેમના પુત્રો દિગ્વિજયસિંહ અને રણજીતસિંહ વચ્ચે મિલકત પ્રશ્ને તકરાર થઇ હતી. નાના પુત્ર રણજીતસિંહે મિલકતના પ્રશ્ને દિગ્વિજયસિંહ સામે કેસ કર્યો છે. આ રાજ પરિવારના સંપતિના ઝઘડાને હજુ લોકો નથી ભુલ્યા ત્યાં ચુડાના રાજ પરિવાર સંપતિના પ્રશ્ને ફરી ચર્ચામાં આવ્યો છે. ચુડાના રાજવી પરિવારનો વિવાદ પોલીસ મથકે પહોંચતા ચકચાર ફેલાઇ ગઇ છે. ભૂતકાળમાં ઝાલા કુળના હરપાલદેવે સવંત ૧૧પ૧માં પાટડીમાં રાજગાદીની સ્થાપના કરી હતી. તેમના વંશ હળવદ, વઢવાણ, વાંકાનેર, લીંબડી, ચુડામાં હતા. તેમની ૩પમી પેઢીએ અભેરસિંહ રાજુજીએ ઇ.સ.૧૭૦૬માં ચુડામાં રાજગાદી સ્થાપી હતી. તેમની ૧૧મી પેઢીએ ધર્મેન્દસિંહજી રાજગાદીએ આવ્યા. તેમના ૧૯૪૮માં લાઠીના ઠાકોરના કુંવરી ભારતીદેવી સાથે લગન્ થયા. ધર્મેન્દસિંહજીએ આઝાદી પછી જાહેર જીવનમાં પ્રવેશ કર્યો. સૌરાષ્ટ સકૃલમાં ધારાસભ્ય બન્યા હતા. તેમને ચાર પુત્રો હતા. જેમાં કૃષ્ણકુમાર, પૂરણસિંહ, ફાલ્ગુનસિંહ, સુકેતુસિંહ છે. ધર્મેન્દસિંહજીએ ચુડામાં કેળવણી મંડળની સ્થાપના કરી. પ્રાથમિક શાળા સ્થાપી. તેમનું ૧૯૯૯માં અવસાન થયુ હતું. ધર્મેન્દસિંહે ચારે પુત્રોને ૧પ એકર જમીન વારસામાં આપી હતી. ચુડા મરચા માટે પ્રખ્યાત છે.ચુડા સ્ટેટના મહારાણી ભારતીદેવી ધર્મેન્દસિંહ ઝાલાએ પોતાના જયેષ્ઠ પુત્ર કૃષ્ણસિંહ ઝાલા વિરુધ્ધ એવી ફરિયાદ નોંધાવી છે કે, તેમના જયેષ્ઠ પુત્ર અને તેમના પત્ની જયાકુમારીને પોતાના(રાજમાતા) કરિયાવરમાં આવેલા દાગીનાઓ તથા અન્ય ચીજ વસ્તુઓ સાચવવા માટે આપ્યા હતા.. આ દાગીના તથા ચીજવસ્તુઓ જયારે માંગીશ ત્યારે પરત આપવાના વિશ્વાસ તથા જરુર પડયે પરત આપવાની મંજૂરીએ આપવામાં આવ્યા હતા.જો કે આ દાગીના તેઓેને જરુર છે ત્યારે પરત નહીં આપી વિશ્વાસઘાત કર્યાની પોલીસ ફરિયાદ કૃષ્ણસિંહ અને જયાકુમારી વિરુધ્ધ નોંધાવવામાં આવી છે. રાજમાતાએ ફરિયાદમાં જણાવ્યુ તેમાં રાજવી પરિવાર અને પિયરમાંથી મહારાણીને જે વસ્તુ તેને મળી હતી તેમાં સોનાચાંદીના નકકર બાજોઠ, સોનાની નકકર તલવારો, સાનાચાંદીના થાળી, વાટકાઓ, લોટા, પ્યાલા વોકીંગ સ્ટીક સહિતની એન્ટીક વસ્તુઓનો સમાવેશ થાય છે. આજની બજાર કિંમતે આ જણસોની કિંમત કરોડો રુપિયા થાય છે.ચુડાનો રાજવી પરિવાર આ પહેલા પણ વિવાદમાં સપડાઇ ચૂકયો છે. થોડા વર્ષેો પહેલા મહારાણી ભારતીદેવીના ચાર પુત્રો વચ્ચે મિલકતની વહેંચણીની બાબતમાં ઘર્ષણ સર્જાયુ હતું. જેમાં પણ મામલો પોલીસ મથેકે પહોંચ્યો હતો. સંપતિ અંગેના વિવાદ અંગે જેની સામે રાજમાતાએ ફરિયાદ કરી છે તે કૃષ્ણસિંહ અભિયાન સાથેની વાતમાં કહે છે,ર્ ર્ સંપતિનો આ વિવાદ બહાર આવ્યો તેથી વ્યકિતગત રીતે હું દુઃખી છુ. મને આ ગમ્યુ નથી. મારા પિતાની હયાતીમાં જ માતાજીની હાજરીમાં જ મને ફરિયાદમાં દર્શાવેલ સંપતિ આપવામાં આવી હતી. આ હકીકત છે. મારી સામેની ફરિયાદ ખોટી છે. મારા પરિવારના કેટલાક સભ્યાએ માતાજીને ચડામણી કરીને આ બધુ કરાવ્યુ છે.ર્ ર્ રાજમાતા ભારતીદેવી સંપતિના આ વિવાદથી દુઃખી છે. તેમની તબિયત પણ નાદુુરસ્ત છે. તે જેમની સાથે હાલમાં રહે છે તે પુત્ર સુકેતુસિંહ અભિયાન સાથેની વાતમાં કહે છે,ર્ ર્ર્ અમારા માતા પહેલા કૃષ્ણસિંહજી સાથે રહેતા હતા. એ દરમિયાન જ માતાજીએ સાચવવા આપેલી બધી ચીજવસ્તુઓ લઇ લીધી છે. છેલ્લા ત્રણેક વર્ષથી આ અંગેનો કેસ પણ ચાલી રહયુ છે. કૃષ્ણસિંહજીએ આ બધી જ ચીજવસ્તુઓ તેમના દીકરાના લગન્માં ડિસપ્લે પણ કરી હતી.ર્ ર્ રાજમાતાએ પોતાના પુત્ર સમો જ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ કરી છે. જયારે કૃષ્ણસિંહ કહે છે કે આ વિરોધીઓની ચાલ છે. આમાં કોણ ચાચુ છે કે ખોટુ તે ખબર નથી. પરંતુ હા, વૈભવશાળી ઇતિહાસ ધરાવતા રાજપરિવારનો કૌટુંબિક કલેશના કારણે ગૌરવાશાળી રાજકુટુંબનો મોભો ઝંખવાતો લાગે છે.

અહેવાલ ઃ પારુલ આડેસરા, રાજકોટરુ શૈક્ષણિક ક્ષેત્રે ગુજરાતની મુસ્લિમ મહિલાએ ઇતિહાસ સર્જયો અમેરિકામાં એન્ટરન્સ ટેસ્ટ યુનાઇટેડ સ્ટેટ મેડિકલ લાયસનિંગ એકઝામીનેશન (યુ.એસ.એમ.એલ.ઇ.) પરીક્ષા પાસ કર્યા વિના દુનિયાના કોઇપણ દેશની કોઇપણ ગ્રેજયુએટ કે પોસ્ટ ગ્રેજયુએટ મેડિકલ ડિગ્રી ધરાવતી વ્યકિતને અમેરિકામાં પ્રેકિટસ કરવાની વાત તો દૂર પરંતુ દર્દીને હાથ પણ અડાડી શકાતો નથી. અમેરિકન ગ્રેજયુએટ કે પોસ્ટ ગ્રેજયુએટ મેડિકલ ડિગ્રી ધરાવતી વ્યકિતએ પણ આ પરીક્ષા આપવી ફરજિયાત છે. અને આ પરીક્ષા ઓછામાં ઓછા ૮૦ ટકાથી વધુ સાથે પાસ કરનાર વ્યકિત જ દર્દીને હાથ અડાડી શકે છે. અમદાવાદની મેડિકલ કોલેજમાં ત્રણ વર્ષ અભ્યાસ કર્યા બાદ અમેરિકામાં દુનિયાના હજારો વિધાર્થીઓની વચ્ચે આકરી પરીક્ષા ઉચ્ચ ગુણો સાથે પાસ કરી આ અનેરી સિધ્ધિ મેળવી એશિયાની પ્રથમ મહિલા તરીકેનું બહુમાન રાજકોટની પૂત્રવધુએ ે મેળવ્યુ છે. ત્યારે શૈક્ષણિક ક્ષેત્રે આ મહિલાએ અનોખી સિધ્ધિ સર્જી કહેવાય. અમદાવાદમાં એમ.બી.બી.એસ. કરી અમેરિકામાં યુ.એસ.એમ.એલ.ઇ. પરીક્ષામાં ૯૯ ટકા માર્કસ મેળવનાર આ મહિલાની સિધ્ધિ અને તેની સંઘર્ષ ગાથા વિશે જાણીએ. અમદાવાદની અસ્મા ઇકબાલભાઇ અજમેરીએ અમદાવાદની એચ.એન.એલ કોલેજમાં એમ.બી.બી.એસ કર્યુ. એમ.બી.બી.એસ. પૂર્ણ થતાંની જ સાથે તેના લગન્ રાજકોટના પ્રો.યુનુસભાઇ લાખવાના પુત્ર ફઝલ સાથે થયા. ડો.અસ્માના પતિ ફઝલ શિકાગોમાં રહે છે. તેઓ પોતે એમ.એસ.(યુએસએ) છે. તેમણે પોતાની પત્નીને કારકિર્દી આગળ ધપાવવામાં પૂરતો સહકાર આપ્યો. અમેરિકામાં પ્રેકટિસ કરવા માટે યુ.એસ.એમ.એલ.ઇ.ની પરીક્ષા ડો.અસ્માએ આપી. આ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. આ પરીક્ષા બહુ જ અઘરી હોય છે. તેનું રિઝલ્ટ ખૂબ નીચુ અને ઓછુ આવતું હોય છે. આમ છતાં ડો. અસ્માએ આ પરીક્ષા આપવાનું નકકી કર્યુ. અને તેમાં તેઓએ લ્લ્ ટકા માર્કસ મેળવી આ પરીક્ષા પાસ કરનાર અશિયાના પ્રથમ મહિલા તરીકેની સિધ્ધિ મેળવી. ડો. અસ્માએ આ પરીક્ષા માટે અન્ય પણ કેટલીક પરીક્ષાઓમાંથી પસાર થવું પડયુ હતું તે વિશે શિકાગોથી ડો. અસ્મા અભિયાન સાથેની વાતમાં કહે છે, ર્ ર્ મારા નવા જ લગન્ થયા હતા. લગન્ પછી તુર્ત જ શિકાગો આવી. અમેરિકા હું પ્રથમ વખત આવી. અહીૅના નવા કલ્ચરમાં સેટ થવુ, અમેરિકાની ડાઇવીંગ સિસ્ટમ જાણવી,પરીક્ષાની તૈયારી કરવી, ઘરની જવાબદારી સંભાળવાની, કુકીંગ શીખવાનું અને આ ઉપરાંત હું પ્રેગનેન્ટ હતી. આ બધા વચ્ચે મારે ચેલેન્જીંગ એકઝામ આપવાની હતી. પરંતુ આમ છતાં મેં પરીક્ષા માટે સતત છ મહિના તૈયારી કરી. પરીક્ષાની તૈયારી મેં ઘરે જ કરી છે. મને વિશ્વાસ હતો મે હું આ પરીક્ષામાં સફળ થઇશ જ. જોકે આ વિશ્વાસ મેં એમબીબીએસનો અભ્યાસ મન દઇને કર્યો હોવાથી મારા માટે એકઝામ સફળ રહી. મારા માતાનું ડોકટર બનાવાનું સપનુ હતુ. પણ તે સફળ નહોતુ થયુ. એટલે ઘરનાઓએ પહેલેથી જ હું ડોકટર બનુ તે માટે ટીટ કરી હતી. એટલે મારા પરિવારજનો પણ અપ્રત્યક્ષ રીતે મારી સફળતાના ભાગીદાર ખરા જ. ખાસ કરીને મારો ભાઇ. મારા પિતાનું પ વર્ષ પહેલા અવસાન થયું તો પણ ભાઇએ મને મેડિકલનો અભ્યાસ કરાવ્યો હતો. ર્ ર્ આ ઉપરાંત ડો. અસ્માને ઇશ્વરમાં અતુટ શ્રધ્ધા છે. હું દરરોજ દિવસમાં પ વખત નમાજ પઢુ છુ. રમઝાનના રોઝા કરે છે. અને એ શ્રધ્ધાએ જ તેમને સફળતા અપાવી હોવાનું તેઓ માને છે. યુ.એસ.એમ.એલ.ઇ.ની પરીક્ષા ત્રણ તબકકામાં લેવાય છે. ર થીયરી અને ૧ પ્રેકટીકલ. તેમાં પ્રેકટીકલ એકઝામ સતત ૮ થી ૯ કલાક સુધી સતત ઉભા રહીને આપવી પડે. સગર્ભા હોવાના કારણે આ પરીક્ષા માટે અનેક મુશ્કેલી હોવા છતાં ડો.અસ્માના દઢ મનોબળે અનેકને પ્રેરણા પૂરી પાડી છે. પોતે જે ક્ષેત્રમાં છે તેમાં તેમને બેસ્ટ પફોર્મન્સ કરવુ છુ અને ટોપ રહેવું છે તેવો આત્મ વિશ્વાસ ડો. અસ્મા ધરાવે છે. ડો. અસ્મા હવે ન્યુરો ફિઝીશ્યન બનવા માગે છે. અને તબીબી ક્ષેત્રમાં રહેલ વિધાર્થીને માર્ગદર્શન પૂરુ પાડી રહયા છે.

અહેવાલ ઃ પારુલ આડેસરા, રાજકોટ એઇડઝ અને થેલેસેમિયા ટેસ્ટ બાદ જ પરિણય સુત્રથી બંધાતા પોરબંદરના ખારવા સમાજના યુગલો પોરબંદર ખારવા સમાજનું અન્ય સમાજને પ્રેરણા આપતું પગલું લગન્ ૫હેલા પુરુષ અથવા તો સ્ત્રીને એઇડસ કે થેલેસેમિયા વગેરે જેવી ગંભીર બિમારીઓ હોય તેવા છેતરંપિડીના બનાવો અનેક વખત બહાર આવતા હોય છે, આવા સંજોગોમાં પણ આજે સુધરેલા ગણાતા શિક્ષિત પરિવારો પણ લગન્ પહેલા કોઇ પણ તબીબી પરિક્ષણો કરાવતા નથી. ત્યારે સામાન્ય રીતે જે સમાજમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે તેવા ખારવા સમાજ દારા અન્ય સમાજને પ્રેરણા આપે તેવું ઉમદા કાર્ય થઇ રહયું છે. ખારવા સમાજ ઘ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી પોતાના સમાજના સંતાનોના લગન્ પહેલા ફરજિયાત એઇડઝ અને થેલેસેમિયા ટેસ્ટ ટેસ્ટ કરવામાં આવે છે.સામાન્ય લાગતી આ વાત અસામાન્ય એટલા માટે છે કે ખારવા સમાજ સામાજિક દષ્ટિએ પછાત માનવામાં આવે છે. છતાં તેઓ દારા પોતાના સમાજમાં અસાધારણ રોગ ન પ્રવેશે તે માટે છેલ્લા કેટલાક વર્ષોથી પ્રયત્ન ચાલી રહયા છે જે આ સમાજમાં કેટલી જાગૃતિ છે તે બતાવે છે. વિશાળ દરિયાકિનારો ધરાવતા અને સુદામાનગરી તથા ગાંધીની જન્મભૂમિ એવા પોરબંદરમાં ખારવા સમાજના ૮પ હજાર લોકો વસે છે. ખારવા સમાજમાં ૩૦૦૪૦૦ વર્ષોથી પંચાયત (કોર્ટ) હોય છે. જેના પ્રમુખ(વણોટ) સહિત ર૭ વ્યકિત પંચાયતના સભ્ય હોય છે. આ પંચાયત સર્વસ્વીકૃત અને સર્વમાન્ય હોય છે. જેમાં પોતાના સમાજ ઉપયોગી નિર્ણયો લેવાતા હોય છે. અને સમાજના પ્રશ્નોનો ત્વરિત નિકાલ થતો હોય છે. ર૦૦૪ની સાલમાં દુનિયાને જયારે એચઆઇવીએઇડસે અને થેલેસેમિયાને ભરડામાં લઇ રહયુ હતું ત્યારે ખારવા સમાજના કેટલાક આગેવાનોએ નકકી કર્યુ કે આપણા સમાજમાં આ રોગ પગપેસારો ન કરે તે માટે જનજાગૃતિ અભિયાન શરુ કરીએ. અને સમાજમાં લગન્ પહેલા એઇડસ ટેસ્ટ ફરજિયાત કરવાનું નકકી કરાયુ. મોટાભાગે પરિવારજનોથી દૂર રહેતા લોકોમાં એઇડસ જેવા રોગો વધુ જોવા મળતા હોય છે. ખારવા સમાજમાં આ નવો વિચાર મુકયા બાદ તેને આગળ ધપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર આગેવાન કમલેશ ખોખરા કહે છે, ર્ ર્ અમારા આ નિર્ણયને સમાજમાં આવકાર મળયો. જો કે શરુઆતમાં સમાજના લોકો સુધી એઇડસ ટેસ્ટની વાત પહોંચાડવામાં અમને ખૂબ તકલીફ પડી. પેમ્ફલેટ, એલસીડી પ્રોગ્રામ તથા લોકસંપર્ક દારા અમે લોકોને સમજાવતા. અમારા સમાજમાં મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ થોડુ ઓછુ એટલે એવી વાતો થતી રહેતી કે એઇડસ પરીક્ષણ એટલે નવી કડાકૂટ કહેવાય. પરંતુ પ્રત્યક્ષ રીતે કયારેય પણ કોઇએ વિરોધ કર્યો નહોતો. ઉલટાનો ધીમે ધીમે સાથ મળી રહયો હતો. જયારે કોઇ લગનેત્સુક યુવક કે યુવતીને તેના સગાઇ પહેલા એઇડસ ટેસ્ટ કરાવાનું કહીએ તો પહેલા તો આંચકો જ લાગતો. તેઓ કહેતા કે એની શું જરુર છે. પછી અમે તેમને એઇડસની ગંભીરતા સમજાવતા. પોતાની રીતે તો એઇડસ ટેસ્ટના રિપોર્ટસ રજૂ કરવા જ પડતા. સાથો સાથ અમારી લેબોરેટરીમાં પણ તેઓનો ફરીથી ટેસ્ટ કરાવી પુનઃ પરીક્ષણ કરાવતા.ર્ ર્ ભવિષ્યમાં ખારવા સમાજના લોકો આ બિમારીનો ભોગ બનતા અટકે તે ઉદેશ સાથે શરુ થયેલા એઇડસ પરીક્ષણના છ વર્ષ દરમિયાન બે યુવતીઓ એચઆઇવી ગ્રસ્ત હોવાનું બહાર આવ્યંુ હતું. આ વિશે કમલેશભાઇ કહે છે, ર્ ર્ બંને યુવતીઓના એઇડસ પરીક્ષણના રિપોર્ટ એચઆઇવી પોઝીટીવ આવ્યા ત્યારે અમારે તેમના ફેમિલિને બહુ જ સમજણ પૂર્વક સમજાવવું પડયુ હતું. લગનેત્સુક યુવતીનું ઘર બંધાવાનું સપનુ જાણે અમે તોડી રહયા હોય તેવો ભાર ત્યારે અમારી ઉપર હતો. અમારા કાઉન્સીલરોએ તે યુવતીઓને પણ સમજાવ્યુ. અત્યારે બંને યુવતીઓ એઇડસમાટે કામ કરતી સંસ્થાઓમાં કાર્યરત છે.ર્ ર્ ખારવા સમાજ દારા બાળકોનો થેલેસેમિયા ટેસ્ટ પણ થાય છે. ખારવા સમાજઆગેવાન અને પોરબંદર નગરપાલિકાના પ્રમુખ સુનિલભાઇ ગોહિલ કહે છે, ર્ ર્ અમારા સમાજમાં ૧૮ વર્ષથી નીચેની ઉંમરની વ્યકિત લગન્ ન કરી શકે. લગન્ની નોંધણી ફરજિયાત કરાવવી જ પડે. દરેક જન્મ લેનાર બાળકોની નોંધણી ખારવા સમાજ દારા રખાય છે. જે પૈકી ત્રણ બાળકો થેલેસેમિયાગ્રસ્ત હતા. તેઓને ખારવા સમાજ દારા જ સારવાર અપાય છે. બાળકોમાં જીનેટિક ખામી ન સર્જાય તે માટે ખારવા સમાજમાં વર્ષોથી પોતાની કે મોસાળ પક્ષના કુટુંબમાં લગન્ ન કરવાની પરંપરા છે. આ સમાજમાં નજીકના સગાઓમાં પણ લગન્ થતાં નથી.ર્ ર્ પોરબંદર ઉપરાંત માંગરોળ, વેરાવળ સહિતના ખારવા સમાજમાં પણ થેલેસેમિયા અને એઇડસ ટેસ્ટ ફરજિયાત બનાવાયો છે. ખારવા સમાજ દારા વિવિધ સામાજિક પ્રવૃતિઓ થાય છે. જેમાં સમૂહલગન્, તેજસ્વી વિધાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે સ્કોલરશીપ, વિધાર્થીઓને પુસ્તક સહાય વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વિધાર્થી છાત્રાલય, લાયબ્રેરી અને હોસ્પિટલ ચલાવવામાં આવે છે. ૧પ લાખના ખર્ચે બનેલ આ હેલ્થ સેન્ટરમાં અઘતન લેબોરેટરી પણ બનાવવામાં આવી છે. જેમાં એઇડસનું પરીક્ષણ પણ કરવામાં આવે છે. આ હેલ્થ સેન્ટરમાં માત્ર ખારવા સમાજ નહી પરંતુ તમામ ગરીબ લોકોને સારવાર આપવામાં આવે છે. ખારવા સમાજનો મુખ્ય વ્યવસાય માછીમારીનો છે. આ સમાજ પાસે પોતાના તાલીમબધ્ધ તરવૈયાઓ છે, કોઇ બિમાર હોય, પૂરમાં ફસાઇ જાય ત્યારે ઉપયોગી બને તે માટે બે એમ્બ્યુલન્સ પણ વસાવાઇ છે. આ ઉપરાંત દરિયામાં ડુબતા લોકોને બચાવવા માટે લાઇફ બોટો વસાવાઇ છે. કમલેશભાઇ કહે છે, ર્ ર્ પોરબંદરમાં અવારનવાર આવતા દરિયાઇ તોફાનો અને છાયા વિસ્તારના પૂરના પાણીમાંથી અમારા તરવૈયા, માછીમારો લોકોને બચાવતા હોય છે. ખુદની બોટો અને પોતાના ડિઝલનો તો ઉપયોગ કરે જ પરંતુ પોતાની જિંદગીની બાજી ખેલનાર ફિશરમેન એક પણ રુપિયો કે કોઇ જ આર્થિક સહાયની આશા રાખતો નથી. પરંતુ તે સરકાર પાસે શાબાશીની તો આશા તો રાખે જ છે. જેમ ચોરવાડની શિક્ષિકાના મૃતદેહ બહાર લાવનાર ફિશરમેનોને સરકારે શાબાશી આપી તેવી પીઠ પોરબંદરના માછીમારો રાખે છે.
અહેવાલ ઃ પારુલ આડેસરા, રાજકોટઅથાણા સ્ટોરી ઃ હવે આવી અથાણાની સિઝન
પહેલાનો સમય આજના જેવો ફાસ્ટફુડનો નહોતો. તે સમયે લોકોમાટે રોટલો અને અથાણુ ફાસ્ટફુડ ગણાતુ. આપણા પૂર્વજો અને અનુભવી વડીલોએ કેટલીક ખાસ વાનગી તૈયાર કરી હતી. જેને આપણે અથાણા તરીકે ઓળખીયે છીએ. ઘણીવાર અથાણુ શાકની ગરજ મીટાવી દેતુ. પરંતુ ધીમેધીમે સમય સાથે બધુ બદલાતુ ગયુ. તેમ છતાં આજે ફાસ્ટફુટના જમાનામાં પણ અથાણાની લોકપ્રિયતામાં કોઇ ઘટાડો થયો નથી. આજે પણ ઘરેઘરે અથાણા બનાવવામાં આવે છે. આખી દુનિયામાં ગુજરાત પ્રદેશ એવો છે કે જયાં ૧ર મહિનાના અથાણા અને મસાલા બનાવવમાં આવે છે. આ અથાણા ગુજરાતીઓ તેના વિદેશમાં રહેતા સગાસંબંધીઓ પણ મોકલાવે છે. ગુજરાતીઓ તીખાતમતમતા અથાણા અને સ્વાદવાળા મુરબ્બાના ખૂબ શોખીન હોય છે. અથાણાનો કોઇ મોટો ઉધોગગૃહ નથી. હા, નાનાનાના ઉધોગો દારા અથાણા બનાવીને વેચાણ કરરવામાં આવે છે. મોટા ઉધોગગૃહો ન હોવાનું એક કારણ એ છે કે અથાણા હોમમેડ છે. અને ઘરેઘરે બનાવવામાં આવે છે. બજારમાં ઉપલબ્ઘ કોમર્શીયલ અથાણામાં પિઝર્વેટિવ્સ જેવા કે કાઇટીક એસિડ અને સોડિયમ બેન્જોટ ઉમેરેલા હોય છે. ગુજરાતીઓ તેના ખાવાના શોખ માટે જાણીતા છે. ગુજરાતી ગૃહિણી વિવિધ રસોઇની કલામાં માહેર હોય છે. કેટલીક તળેલી વાનગીઓ, બાફેલી વાનગી, વઘારેલી વાનગીઓ ગૃહિણીઓ બનાવતી હોય છે. ગુજરાતીઓને વિવિધ પ્રકારના ખાણાઓ સાથે જુદીજુદી જાતના તીખાતમતમતા અને ગળયા અથાણા ખાવા જોઇતા હોય છે. ગુજરાતીઓ મોટાભાગે સવારે નાસ્તામાં બપારે જમવામાં અને રાત્રે પણ જમવામાં અથાણા ખાતા હોય છે. ગુજરાતી અથાણામાં ઘણી વિવિધતા જોવા મળે છે. અથાણા ઉનાળામાં બનાવવામાં આવતા હોય છે. કારણકે અથાણામાં ઉપયોગમાં લેવાતી કાચીકેરી અને ગુંદા આ સિઝનામાં આવતા હોય છે. અથાણામાં કેરીગુંદા, મેથીકેરી, છુંદો, મુરબ્બો, કટકી કેરી, ગોળકેરી, દાળાગરમર, કેરડા, મરચા, લીંબુના અથાણાનો સમાવેશ થાય છે. રાજકોટની હિના સોની નામની ગૃહિણી કહે છે, ર્ ર્ હું દર વર્ષે ૧પ કિલોનું અથાણું અમારા ઘરના પાંચ સભ્યો માટે બનાવુૅ છુ. જેમાં ગોળકેરી, કેરીગુંદા, મેથીકેરી, છુંદો અને દાળાગરમર ખાસ બને જ. ઘરના બધાને અથાણા ખુબ ભાવે. ઘણી વખત તો આ અથાણું વર્ષ પૂરું થાય તે પહેલા ખલાસ થઇ જાય. ઘરમાં જયારે નાસ્તો ખલાસ થઇ જાય ત્યારે માર બંને બાળકોને ગોળકેરી કે છુંદો પરોઠા કે થેપલા સાથે લંચબોકસમાં ભરી દઉ. જમાવમાં બારેવાના હોવા છતાં અથાણા વગરનું જમણ ફિકકુ લાગે. મારે ત્યાં સવારે નાસ્તામાં ભાખરીચા સાથે કેરીગુંદા, ડારગરમર અને મેથી કેરી ખવાય. બપોરે જમવામાં છુંદો અને મુરબ્બો ખવાય. અને જયારે ખીચડી બનાવુ ત્યારે તો ગોળકેરી જ જોઇએ.ર્ ર્ ઘણાં ડાયનેટીશયન પોતાના દર્દીને અથાણા ખાવાની ના પાડતા હોય છે. હા, તે તેલવાળા કે ગળયા અથાણા ન ખાઇ શકે. પરંતુ તેની અવેજીમાં તેલ વગરના ડાળા ગરમર, કેરડા, રાયવાળા મરચા કે લીંબુના અથાણા ખાઇ શકાય. મોટાભાગના અથાણામાં રાજાપુરી કાચીકેરી વપરાય છે. પરંતુ તાલાલા તાલુકા કે જયા ગુજરાતની સૌથી વધુ કેસર કેરીનું ઉત્પાદન થાય છે ત્યાં અથાણા પણ કેસર કેરીના જ બને છે. અથાણામાં કાચી કેરી હોવાથી અથાણામાંથી વિટામીન સી મળી રહે છે઼ કેરીમાં કોપર, પોટેશિયમ, કેલ્શિયમ, આર્યન વગેરે તત્વો આવેલા હોય છે. જોકે કેરીમાં કેલરી વધુ હોય છે. અથાણા હોમમેડ(ઘરેઘરે બનતા હોવાથી) તેનું મોટાપાયે વેચાણ અગાઉ બહુ ઓછુ થતું. પરંતુ હવે અથાણાનું પણ આ પ્રકારનું વેચાણ થાય છે. રાજકોટના પ્રતિષ્ઠિત વેપારી પતિરા બ્રધર્સવાળા અતુલભાઇ પતિરા અભિયાન સાથેની વાતમાં કહે છે,ર્ ર્ અમારે ત્યાં દર વર્ષે અથાણાની સિઝનમાં ત્રણસોચારસો કિલો જેટલો વકરો નિકળે. આમાંથી વિદેશીઓ માટે પણ બહુ બધા અથાણા ખરીદાય છે. આ ઉપરાંત અથાણાની સામગ્રી જેવી કે રાયના કુરિયાધાણાના કુરિયા વગેરેનું પાંચસોસાતસો કિલો જેટલું દર વર્ષ વેેચાણ થાય ખરુ. રાજકોટમાં અદાણી, કકકડ વગેરે જેવી છસાત પેઢી અથાણાના વ્યવસાય સાથે સંકળાયેલ છે. બાકી સૌરાષ્ટમાં કોઇ માટી કંપની અથાણા માટેની નથી.ર્ ર્ એક અંદાજ મુજબ રાજકોટમાં જ માત્ર વ્યવસાયિક ધોરણે દર સિઝનમાં ત્રણહજાર કિલો જેટલુ વેચાણ થતું હોવાનું એક અગ્રણી પેઢીના વિકેતાએ જણાવ્યુ હતું. અથાણાની આ સિઝનમાં ગૃહિણીઓ ઘરે અથાણા બનાવી શકે તેમાટે અહીં પરંપરાગત ગુજરાતી અથાણાની રેસીપી રજૂ કરવામાં આવી છે.૧. ગોળકેરીસામગ્રી ૧ કિલો રાજાપુરી કેરી, ૧.૫ કિલો ગોળ, ૧૦૦ ગ્રામ ધાણાના કુરિયા, પ૦ ગ્રામ રાયના કુરિયા, ૩ ચમચી મીઠુ, ૧ ચમચી હળદર, ૧ ચમચી હિંગ, ૧ ચમચી વરયાળી, ર૦૦ ગ્રામ તેલ, પ૦ ગ્રામ લાલ સુકા મરચા, ૬ નંગ તીખા, ૩ ચમચા મરચાનો પાવડર રીત કેરીના છાલ ઉતાર્યા વગર નાના કટકા કરી તેમાં મીઠુ અને હળદર નાખી હલાવી તેને ર કલાક સુકવવાની. એક તપેલામાં ખાંડેલો ગોળ, ધાણાના કુરિયા, રાયના કુરિયા, મીઠુ, હિંગ, ૧ ચમચી વરયાળી, લાલ મરચુ નાખીને મીકસ કર્યા બાદ એક તપેલીમાં એક ચમચો તેલ લઇ તેને ગરમ કરીને મસાલા ઉપર વઘાર છાંટવાનો. બાકીનું તેલ ગરમ કરીને તે ઠંડુ થાય પછી મસાલામાં ઉમેરી દેવુ. ત્યારબાદ કેરી અને સુધારેલા મરચા ઉમેરી દેવા. લાલ મરચા ઉમેરતા પહેલા સાદા મરચા પણ ઉમેરી દેવા. લાલ મરચા ઉમેરતા પહેલા સાદા પાણીમાં પલાળવા ત્યારબાદ ખાટા પાણીમાં પલાળી સુકાય જાય ત્યારબાદ ભેળવવાના રહેશે.ર.કટકી કેરીસામગ્રી ૧ કિલો કાચી કેરી, ૧.પ કિલો ખાંડ, ૧ ચમચી હળદર, ૧ ચમચી પીસેલુ જીરુ, ૧ ચમચી વઘેયણીરીત કેરીની છાલ ઉતારીને જીણા પીસ કરી લેવાના. પછી તેમાં મીઠુહળદળ નાખીને તેમાં પછી જાડી ખાંડ ઉમેરી દઇ હલાવી નાખવાની. ત્રણ દિવસ સુધી જરુ અને વધેયણી નાખી બરણીમાં ભરી દેવાનું રહેશે.૩.છુંદોસામગ્રી ૧ કિલો રાજાપુરી કાચી કેરી, ૧.પ કિલો ખાંડ, ૧ ચમચી હળદર, ૧ચમચો મીઠુ, ૧ ચમચી પીસેલુ જીરુ, ૧ ચમચી વઘેયણી, ૩ ચમચા લાલ મરચાનો ચાવડરુરીત કેરીને ધોઇને ખમણી નાખવાની ખમણ કર્યા બાદ તેમાં મીઠુ અને હળદર નાખી હલાવવાનું. ૧૦ મિનિટ પછી કેરીમાં હળદળમીઠાનું પાણી થઇ જાય એટલે ખાંડ ઉમેરીને હલાવવાનું રહેશે. તેને ૩ દિવસ સુધી તડકામાં મૂકવાનું રહેશે. ત્યારબાદ મરચુ, જીરુ, વઘેયણી, લાલમરચુ ઉમેરી છુંદો બરણીમાં ભરી લેવાનો રહેશે.૪.મુરબ્બો સામગ્રી ૧ કિલો કાચી કેરી, ૧.પ કિલો ખાંડ, , પ નંગ એલચીનો પાવડર, પ નંગ કાજુ, પ નંગ બદામરીત કેરીની છાલ ઉતારી તેના નાના પીસ કરી અધકચરા ૧૦ મિનિટ સુધી બાફી લેવાની. બફાઇ ગયા બાદ કેરીનું પાણી કાઠી લઇ કેરી સુકવવાની, ખાંડની ચાસણી કરવા માટે એક તપેલામાં ર વાટકી પાણી લઇ તેમાં ખાંડ ઉમેરી દેવાની ત્યારબાદ એલચી પાવડર અને બદામ ઉમેરી દેતા મુરબ્બો તૈયાર થઇ જશે.પ.લીંબુનું અથાણુંસામગ્રી અડધો કિલો લીૅબુ, ર ચમચી મીઠુ, ૧ ચમચો હળદળ, ૧ ચમચી ધીમા શેકેલો અજમો અને તીખાનો પાવડરરીત લીંધુના ચાર ફાડિયા કરવાના. મીઠુ, હળદર, અજમો, તીખા મીકસ કરી તેનો મસાલો લીંબુમાં ભરી દેવાનો રહેશે. આ અથાણુ બરણીમાં ભરી સતત પ દિવસ સુધી હલાવતા રહેવાનું ત્યારબાદ અથાણું તૈયાર થઇ જશે.નોંધઆ અથાણું તેલ કે ગળાશ વગરનું હોવાથી ડાયેટમાં ઉપયોગ કરી શકાય.૬.કેરડાસામગ્રી ૧ કિલો કેરડા, અડધો કિલો કાચી કેરી, ૧ ચમચી હળદર, ૧ ચમચો મીઠુરીત કેરડાને સાદાપાણીમાં ૩ દિવસ સુધી પલાળી રાખવાતા. ત્રણેય દિવસ પાણી બદલાવી નાખવાનુ રહેશે. કાચી કેરીને ખમણીને તેનું એક વાટકો પાણીમાં કેરડા પલાળવાના અને તેની અંદર મીઠુ અને હળદળ નાખી બરણીમાં ભરી લેવાના.નોંધઆ અથાણું તેલ કે ગળાશ વગરનું હોવાથી ડાયેટમાં ઉપયોગ કરી શકાય.૭. દાળાગરમરસામગ્રી પ૦૦ ગ્રામ દાળા, પ૦૦ ગ્રામ ગરમર, ર ચમચી હળદર, ૧ ચમચો મીઠુ, ૧૦૦ ગ્રામ રાયનો લાડવો, ૧૦૦ ગ્રામ કાચી કેરીનું પાણીરીત દાળાગરમર બંનેને ધોઇને જીણા સમારી લેવાના. રાયનો લાડવામાં ખાટુ પાણી નાખીને લાડવો ર૦ મિનિટ સુધી હલાવવાનો. પછી તેમાં મીઠુ, હળદર નાખી તેમાં દાળાગરમર નાખી હલાવીને બરણીમાં ભરી લેવાનો રહેશે.નોંધઆ અથાણું તેલ કે ગળાશ વગરનું હોવાથી ડાયેટમાં ઉપયોગ કરી શકાય.૮. કરમદાસામગ્રી પ૦૦ ગ્રામ કરમદા, ર વાટકી ખાટુ પાણી, ૧ ચમચો મરચુ પાવડર, ૧ ચમચી હળદર, રપ૦ ગ્રામ રાયના કુરિયા, ૧ ચમચી મેથીના કુરિયારીત કરમદાને બે કલાક ખાટા પાણીમાં પલાળી દેવાના પછી થોડીવ વાર કરમદાને સેકવી નાખવાના ત્યારબાદ રાયના કુરિયા, મેથીના કુરિયા, હળદર, મરચુ ભેળવી આ મસાલા ઉપર એક ચમચો તેલનો વધાર છાંટવાનો રહેશે. ત્યારબાદ કરમદાને ભેળવી બરણીમાં ભરી ડુબાડુબ તેલ નાખી દેવાનું.૯. કેરીગુંદાનું ખાટુ અથાણુંસામગ્રી ૧ કિલો કાચી કેરી, દોઢ કિલો ગુંદા, અડધો કિલો રાયના કુરિયા, ર ચમચા મીઠુ, ૧ ચમચો હળદર, ૩ ચમચા મરચાનો પાવડર, ૧ ચમચો વધેયણી, પાંચસો ગ્રામ તેલરીત ગુંદા અને કેરી બંનેને અલગઅલગ હળદર અને મીઠુ દઇ ૧૦ મિનિટ સુધી સુકવી દેવાના રહેશે. એક તપેલામાં રાયના કુરિયા, મરચુ, મીઠુ, હળદર, હિંગ નાખીને ભેળવવુ. ત્યારબાદ એક તપેલીમાં એક ચમચી તેલ મૂકી તેનો વધાર આ મસાલા ઉપર છાંટવો. બાકીનું તેલ ગરમ કરી તે ઠંડુ થાય પછી મસાલામાં ઉમેરી હલાવવાનું રહેશે. ત્યારબાદ ગુંદાના ઠળિયા કાઠી તેમાં આ મસાલો ભરી દેતાં ખાટુ અથાણુ તૈયાર.૧૦. મેથી કેરીસામગ્રી અડધો કિલો મેથી, ૧ કિલો કાચી કેરી, ૧ કિલો તેલ, અડધો કિલો રાયના કુરિયા, ર ચમચા મીઠુ, ૧ ચમચો હળદર, ૩ ચમચા મરચાનો પાવડર, ૧ ચમચો વધેયણી, ર વાટકી કાચી કેરીનું પાણીરીત મેથીને રાત્રે પાણીમાં પલાળી દેવી. બીજા દિવસે બીજા પાણીમાં ધોઇને ખાટા પાણીમાં મેથી પલાળી દીધા પછી મેથીને એ કલાક સુધી સુકવી દેવાની. કેરીનાં કટકા કરી તેમાં હળદળમીઠુ ચડાવીને તેને બે કલાક સુધી મેથીના કુરિયા, લાલ મરચુ, હળદર, મીઠુ, વધેયણી અની મેથી મિકસ કરી ત્યારબાદ એક ચમચો તેલનો વઘાર છાંટવાનો. કેરી આ મસાલામાં ભેળવી દઇ ગરમ કરેલુ ઠંડુ તેલ ઉમેરી ખાટુ અથાણું બરણીમાં ભરી દેવાનું રહેશે.

ષ્ઠ પારુલ આડેસરા, રાજકોટરુ ફેમિલિ જોનના યુવા વિભાગ માટેનું મેટર યુવાનોની પસંદગી ખાદી ઉનાળાની ગરમીમાં ખાદીના વસ્ત્રોને યુવાનો અગ્રીમતા આપતા હોય છે. વિશ્વના બીજા દેશોની તુલનામાં ભારતમાં ઉનાળો ચામડી દાજી જાય તેવો અકળાવનારો હોય છે તેથી જ ઉનાળાની ગરમીમાં ખાદીના વસ્ત્રોને યુવાનો અગ્રીમતા આપતા હોય છે. ફેશન ટેન્ડને અનુરુપ ગરમીની મોસમમાં સાદગીવાળા પરિધાનો જ આરામદાયક રહેતા હોય છે. ગરમીમાં સાદા અને સ્વચ્છ છતાં ડિઝાઇનીંંગ પરિધાનો પહેરવા જોઇએ. અને આ પ્રકારના પરિધાનો ખાદીમાં ઉપલબ્ધ છે.ગરમીની ઋતુમાં સૌથી મોટો શરીરનો દુશ્મન પરસેવો હોય છે. ખાદીની એ સૌથી મોટી વિશેષતા છે કે તે પરસેવો શોષી લે છે અને તેના છીદો મોટા હોવાથી હવાની અવરજવર સરળતાથી થઇ શકે છે. જયારે સિલ્ક સહિતના સિન્થેટિક પરિધાનો પરસેવો શોષતો નથી તેમજ છીદો પણ ઓછા હોવાથી હવાની અવરજવર બહુ થઇ શકતી નથી.સ્વાવલંબન અને સાદગીના પ્રતિક સમા ખાદીના પરિધાનો પરંપરાગત છે. સામાન્ય રીતે ખાદી એટલે લોકો એવું માનતા હોય છે કે નેતા અથવા ગાંધીવાદીઓએ પહેરેલ ઝભ્ભાલેંઘા એટલુ જ. પરંતુ આજના આ કેટલાક યુવાનોની માન્યતા ભુલ ભરેલી છે. ખાદીની વ્યાખ્યા હવે બદલાઇ છે. તમે કલ્પના પણ ન કરી શકો તેવા પ્રખ્યાત ફેશન ડિઝાઇનરે ડિઝાઇન કરેલ અવનવી ખાદીના જિન્સ, કેપ્રી, શેરવાની, બ્રાઇડલ વેર આજે માર્કેટમાં ઉપલબ્ધ છે! વેસ્ટર્ન કલ્ચરની દેન સમા ડિઝાઇનીંગ વસ્ત્રોમાં હવે ખાદી વપરાઇ રહયુ છે.ખાદીની ગુણવતા અને નવી પેઢીની પસંદગીને ધ્યાનમાં રાખીને આકર્ષક ડિઝાઇન માટે વધુને વધુ ધ્યાન અપાઇ રહયુ છે. ખાદી ગ્રામોધોગ કમિશન પણ નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ડિઝાઇન ઃ નીડ અમદાવાદની આ માટે મદદ લીધી છે. સૌરાષ્ટ રચનાત્મક સમિતિએ બે ડિઝાઇનરોની સલાહ લઇને અમદાવાદમાં યુવાનોની પસંદગીને ધ્યાનમાં લઇને પોષાક તૈયાર કરાયા હતા. નવી પેઢીના વપરાશ અને પહેરવેશ માટે સૌરાષ્ટ રચનાત્મક સમિતિએ ડિઝાઇનર ૯૦ ડેસ તૈયાર કર્યા હતા. જેમાં જીન્સ, કેપ્રી, નવવધુનો પોષાક, દુલ્હાના સેરવાનીકૂર્તો વગેરે તૈયાર કરવામાં આવ્યા હતા. નેશનલ ઇન્સ્ટીટયુય ઓફ ડિઝાઇનીંગના બે યુવા ડિઝાઇનરે આ પરિધાન ડિઝાઇન કર્યા હતા. અને આ ખાદીના વસ્ત્રોનો ફેશન શો પણ યોજાયો હતો.ખાદીએ સારા પ્રકારનું કોટન છે જેમાં આમ પ્રજાજનોની રોજીનો ઉદેશ પણ છે. આજના બિન્દાસ યુવકયુવતીઓ માટે ખાદીધારી નેતાઓ દારા દાયકાઓથી બોલાતી ખાદી એ એક વિચારધારા જ માત્ર નથી રહી. પરંતુ શરીરને આકર્ષક લુક આપતુ કાપડ પણ છે. હવે તો ખાદીમાં પણ વિવિધ ડિઝાઇન વિકસાવાય છે.ગરમીની મોસમમાં ખાદીની તુલનાએ કોઇ પરિધાન ન આવી શકે. ખાદી પરસેવો ચુસી લે છે. ભારતમાં બે માસ ઠંડીના બાદ કરો તો બાકીના માસો ગરમી જ હોય છે. ગરમી વાહક હોવો ઉપરાંત ખાદી ઉનાળા ઉપરાંત શિયાળામાં પણ ખૂબ ફાયદાકારક છે. ખાદી ઘટ(જાડુ) હોવાથી શિયાળામાં ઠંડી સામે રક્ષણ આપે છે. તેમજ સિન્થેટિક પરિધાનોની તુલાનાએ ચામડી માટે ખૂબ ફાયદા કારક છે. ખાદીથી ચામડીના રોગ થતાં નથી. ખાદી એ માત્ર વસ્તુ કે વસ્ત્ર જ નથી લાખો જરુરિયાતવાળા લોકોને નજીવાથોડા મૂડીરોકાણથી અને પર્યાવરણને નુકશાન કર્યા વિના ઉત્પાદન આપે છે. આજે દેશમાં અંદાજે ૯ કરોડ મીટર જેટલુ ખાદીનું ઉત્પાદન દર વર્ષે થાય છે. જેમાં અંદાજે દસ લાખ જેટલા લોકોને અંદાજ રોજગારી મળતી હશે. ત્યારે જંગી મૂડી રોકાણ બાદ પણ સિન્થેટીક વસ્ત્રોમાં ઉપયોગમાં લેવાતા કેમિકલયુકત પ્રદૂષિત પાણીથી અનેક લોકોને ચામડી સહિતના રોગો થયા ના કિસ્સા પ્રકાશમાં આવતા જ રહે છે. સિન્થેટિક કપડાના ઉપયોગથી ત્વચાને નુકશાન થવાના પૂરી સંભાવના હોવાથી આવા પરિધાનનો ઉપયોગ કરવાનું ટાળવું જોઇએ. ખાદીમાં સુતી, ઉની, રેશમ વગેરે પ્રકારની ખાદી આવે છે. પોલી વસ્ત્ર પણ ખાદીનો જ એક ભાગ છે. જેમાં ખાદી ઓછી અને પોલી વસ્ત્રનું પ્રમાણ વધુ હોય છે. ગરમીની સિઝનમાં જીણી ડિઝાઇન અને લાઇટ કલરના કપડા એકદમ અનુકુળ રહે છે. પ્રસંગોમાં પહેરવાના વર્કવાળા ખાદીના કપડામાં પણ ગરમી અનુભવાતી નથી. પરસેવા અને દૂગંધથી બચી શકાય છે.
અહેવાલ ઃ પારુલ આડેસરા, રાજકોટએક હાથ નથી છતાં બે હાથેથી ડમર વગાડતો બાળક એક કોણી પછીનો હાથ ન હોય તેવા બાર વર્ષના બાળક સાયકલ ચલાવતો જોઇ આશ્ચર્ય થાય. આ જ બાળક જયારે અભ્યાસમાં હંમેશા શાળામાં પ્રથમ નંબર મેળવવાની સાથે બે હાથે વગાડવાના વાધો ડમર, ઢોલક વ્યવસાયિક વ્યકિતની જેમ વગાડતો હોય તો અચરજ થાય જ. હા, આ બાળક એટલે રાજકોટનો સૌરભ ગઢવી. સૌરભના પિતા દિનેશ ગઢવી તબલા વાદક છે. રપ વર્ષથી તેઓ ફોક મ્યુઝિકના ક્ષેત્રમાં છે. અને દાદા ચિત્ર શિક્ષક હતા. દિનેશભાઇના મોટાભાઇ ચેતન ગઢવી મુંબઇમાં ગાયક છે. એટલે કલા સૌરભને વારસામાં મળી હતી. દિનેશભાઇ તબલામાં વિશારદ હતા. ક્ષાર અંકુશ કચેરીમાં સરકારી નોકરી મળી ગઇ હોવા છતાં દિનેશભાઇ મુકત રીતે સંગીતમાં જીવ પરોવી શકે તે માટે નોકરી છોડી દીધી. દિનેશભાઇ અમેરિકા, લંડન, કેનેડા, પોર્ટુગલ, નાઇરોબી, કેન્યા, દુબઇ, અબુધાબી, શારજહા અને સિંગાપોરમાં ભારતીય વાધ તબલાના તાલે લોકોને ઝુમાવ્યા છે. કેલ્શયમની ખામીને લીધે સૌરભનો એક હાથ કોણી પછીથી નહોતો વિકસ્યો. સુંદર મજાનો દીકરો જન્મતા પરિવારજનોમાં ખુશી હતી. પરંતુ બાળકનો ડાબો કોણી પછીનો હાથ નહોતો. સૌરભની માતા જયશ્રીબહેન એ સમયના સંભારણા યાદ કરતા કહે છે, ર્ ર્ સૌરભ મારો એક માત્ર પુત્ર છે તેના માટે અમે અનેક સપનાઓ જોયા હતા. ખાસ તો તેના પિતાની જેમ તબલા વાદક બને એવી ઇચ્છા હતી. પરંતુ તેની ખોટના કારણે અમારા સપનાઓ તુટી રહયા હોય તેવુ લાગતુ હતું. પરંતુ ધીમે ધીમે જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ સૌરભની ખોટ અમે ભુલતા ગયા. તે નોર્મલ બાળકોની જેમજ પોતાનું બધુ કરી લેતો. અરે પોતાના શર્ટનાબટન પણ જાતે જ બંધ કરી લેતો. સ્કુલની બેગ પણ જાતે જ લઇને જાય.ર્ ર્ સૌરભના જન્મ સમયે દિનેશ ગઢવી અમેરિકાના કાર્યકમમાં ભાગ લેવા ગયા હતા. પત્ની જેમ પોતે પણ બાળકના ભવિષ્ય માટે ચિંતિત બની ગયા. પરંતુ પછી ઇશ્વરની ઇચ્છા સમજી સ્થિતિને સ્વીકારી લીધી. દિનેશ ગઢવી કલાનો જીવ. રોજ પોતાને ત્યા કલાસીસમાં આવતા તબલા વાદકના વિધાર્થીઓને જયારે તબલા શિખવતા ત્યારે નાનકડો સૌરભ ત્યાં આવીને બેસી જતો, પિતાના ખોળામાં બેસી જાય. પોતે પણ તબલા કે ડમર વગાડવા લાગે. ચાર પાંચ વર્ષની વયે જ અમે સમજી ગયા કે સૌરભ સંગીત પ્રેમી છે. નવરાશના સમયે સૌરભ વિડિયોઓડિયો કેસેટો જોતો રહે, સાંભળતો રહે અને આમ જ તેની સંગીત માટેની રુચી કેળવાતી ગઇ. તબલા વગાડવા માટે બે હાથ જોઇએ. આમ છતાં એક હાથથી અને બીજા હાથનાસહારે તે તબલા વગાડી જાણે છે. પરંતુ હા, તેમાં સ્પેશ્યાલાઇઝેશન કરવા માટે તેને થોડી તકલીફ પડે કેમકે તેને આંગળિયોથી વર્ક કરવુ પડે. એટલે તેને ડમર તરફ વાળયો. ડમર સ્ટીક(લાકડી)થી વગાડવાના હોય. એટલે એક સ્ટીક હાથમાં રાખે અને બીજી સ્ટીક કોણી સાથે કપડાથી બાંધીને ડમરવગાડે. અને રિધમને પણ સૌરભ બરાબર સમજે. સૌરભ મણિયારુ, હીટ, ચલતી, ત્રણતાલી, ભાંગડા, ટીટોળો વગેરે ખૂબ સારી રીતે વગાડી શકે છે. સૌરભ અભિયાન સાથેની રુબરુ મુલાકાતમાં કહે છે, ર્ ર્ હું બેસ્ટ ડમર બનવા માંગુ છુ. ડમર મને પહેલેથી જ ગમે છે. મારો એક કોણી પછીનો હાથ ન હોવા છતાં હું અન્ય બાળકોની જેમ બધુ જ કરી શકુ છુ. મને કયારેય મારી ખોટ સાલી નથી. મારી દષ્ટિએ મનમાં હિંમત અને દઢ વિશ્વાસ હોય તો દુનિયાનો કોઇ પણ માણસ કંઇ પણ કરી શકે. સૌરભ નાનો હતો ત્યારથી રાજકોટમાં તો પિતા સાથે દરેક કાર્યકમોમાં જાય છે. પરંતુ છેલ્લે નડિયાદના એક કાર્યકમમાં પણ ગયો હતો. શાળાના સાંસ્કૃતિક કાર્યકમોમાં પણ સૌરભ ભાગ લે છે. સૌરભે નવરાત્રી, જન્માષ્ટમી અને ર૬ જાન્યુઆરીના શાળાના કાર્યકમમાં પોતાની કલાના કામણ પાથર્યા હતા. કલાકારનો પુત્ર તો કલાકાર જ હોય ને. પરંતુ આ બાળકનો કોણી પછીનો એક હાથ નથી. તો પણ તે બે હાથેથી ડમર વગાડી શકે છે. નેસ્ટ સ્કુલમાં ધો. ૭માં ભણતા સૌરભ દર વર્ષે શાળામાં પણ પ્રથમ કમ મેળવે છે. પોતાનું હોમવર્ક પણ બહુ જ ચીવટપૂર્વક કરી લે છે. દિનેશ ગઢવી કહે છે, ર્ ર્ર્ સૌરભને હવે રીધમની સાથે ગાયકી તરફ વાળવાની ઇચ્છા છે. જો કે હાલ પૂરતો તો તેનેઅભ્યાસમાં જ અમે વધુ ધ્યાન આપીએ છીએ. ર્ ર્ અંધકાર પછી હંમેશા ઉજાસ પથરાય છે એમ જ કયાક કશુંક અધૂરુ મૂકીને છોડી દેનાર ઇશ્વર એવું કશુંક વધારામાંમૂકી દેતો હોય છે..
અહેવાલ ઃ પારુલ આડેસરા, રાજકોટસ્ટોરી ઃ કચ્છી કલા અને લોક ઇજનેરી કૌશલ્યનો અદભુત નઝારો ભુંગા
દરેક પ્રદેશ અને વિસ્તારની આગવી સંસ્કૃતિ અને આગવી કલા હોય છે. દક્ષિણ ભારતના રાજયોના નૃત્યો, બંગાળમહારાષ્ટના સંગીત અને સાહિત્ય, ગુજરાત રાજસ્થાનના ગરબા, ઉતર પ્રદેશમાં હોળી અને પંજાબહરિયાણામાં વૈશાખી જેવા તહેવારો ઉપરાંત અનેક પ્રકારની આગવી વિશિષ્ટતાઓ છે. ભારત દેશમાં જે સૌથી મોટો જિલ્લો છે તે કચ્છ જિલ્લો પશ્ચિમ ભારતના રણકાંઠાનો વિસ્તાર છે. અહીં જીવન ઘણું વિષમ છે. વરસાદ સાવ ઓછો, ઉનાળામાં ભયંકર તાપ અને શિયાળામાં સખત ઠંડી રોજીરોટી માટે ખેતી સહિત અનેક ટાંચા સાધનો છે.કચ્છની આવી જ એક આગવી વિશિષ્ટતા છે ભુંગા. ભુંગા એટલે ગારમાટીના બનેલા ઝૂંપડા. પણ આપણા દેશી ઝૂંપડા અને કચ્છના ભુંગામાં બહુ મોટો તફાવત છે. ભુંગા ભલે ગારમાટી અને વાંસના બનેલા હોય પણ તેને ઝૂંપડા તો હરગીઝ નહીં જ કહી શકાય.આ ઝૂંપડાનો આકાર ગોળ છે. તેની દિવાલો અંદર અને બહાર ગારમાટી અને વાંસની બનેલી છે. જયારે છત વંાસ, ઘાસ અને માટીની બનેલી છે. આ ભુંગાની બનાવટમાં એવું ઇજનેરી કૌશલ્ય વાપરવામાં આવ્યું હોય છે કે તેમાં કચ્છના સખત ઉનાળામાં ૪૬ અંશ સેન્ટીગ્રેડ ઉષ્ણતામાનમાં પણ ભુંગાની અંદર બફરો નથી લાગતો પણ ઠંડક લાગે છે. જયારે શિયાળામાં બે અંશ સેન્ટીગ્રેડ ઉષ્ણતામાને પણ અંદર હુંફાળુ વાતાવરણ હોય છે.ભુંગામાં રહેતી સ્ત્રીઓ દર વખત દિવાળી પહેલા ભુંગાની અંદર અને બહારની દિવાલો પર જુની ગાર માટીને ઉખેડીને નવેસરથી ગાર લગાવે છે. ગાર સુકાઇ જાય એટલે અંદરના ભાગે સુશોભન, રંગોળી, ચિત્રો અને ડિઝાઇનો દોરે છે. આ કલાની બધી કૃતિઓ કોઇ લપેડા નથી હોતા પણ ઉચ્ચકક્ષાના કલાકારોની બરાબરી કરી શકે તેવા કલાના ઉચ્ચ નમૂના હોય છે.આ ભુંગાઓ ખાસ કરીને કચ્છના રણના બણી વિસ્તારમાં વધુ જોવા મળે છે. ભુંગા તો વર્ષો પહેલા હાલના માલિકોના વડવાઓએ બનાવેલા હોય છે. તેનું દરેક વરસે નવીનીકરણ અને રંગરોગાન થાય છે.ભુંગામાં રહેતા પરિવારની સ્ત્રીઓ જેઓ મોટાભાગે જત લોકો હોય છે તેઓ ભરતગુંથણની કલામાં માહેર હોય છે. તેઓ ભરતકામમાં એવા અદભુત નમુના બનાવે છે કે ઘણીવાર તો કાપડના એક ટુકડા ઉપર એક આખુ વર્ષ ભરત કામ ચાલે.ભુંગાની અંદરની દિવાલો આભલા અને કાચના ટુકડા લાગવાયા હોય છે. તેથી ભુંગામાં પ્રવેશતો કુદરતી પ્રકાશ અનેકગણો વધુ થાય છે. વળી ભુંગામાં વાંસના ઉપયોગથી ઘટતી ચીજવસ્તુઓ રાખવાની જગ્યા ઉભી કરાય છે.કચ્છના એક ભુંગામાં રહેનાર એવોર્ડ વિજેતા એવા માયા મારવાડીએ તો માટીનું ફીજ બનાવ્યું છે કે જેમાં પાણીથી માંડી અનેક ચીજ વસ્તુઓ દિવસો સુધી ઠંડી રહે છે. તેનો પણ હવે ઘણા લોકો ઉપયોગ કરે છે.ભુંગા વિષેની અદભુત વાત તો એ છે કે ર૦૦૧ના કચ્છના ભૂકંપમાં જયારે કચ્છના ૯પ ટકા એટલેકે મોટાભાગના મકાનો રહેણાંક અને બિલ્ડીંગોને અસર થઇ હતી. હજારો મકાનો પડી ગયા હતા. અને સેંકડો માનવી મૃત્યુ પામ્યા હતા ત્યારે કચ્છનો એકપણ ભુંગો પડયો નહોતો. અને કચ્છના ભુંગામાં રહેનાર કોઇ પણ માણસ ઇજા પામ્યો નહોતો. કચ્છમાં ભુકંપ પછી ધોરડો(રણ)માંતો બધે જ ભુંગા બન્યા હતા. ભુંગા એટલે ઝૂંપડા સામાન્ય રીતે લોકો આવું વિચારતા હોય છે. પરંતુ એવું નથી. હવે તો ડિઝાઇનીંગ અને કાલાત્મક ભુંગાઓ બની રહયા છે. કચ્છમાં આવતા વિદેશીઓ પણ હોટલમાં રહેવા કરતા ભુંગામાં રહેવાનું વધુ પસંદ કરતા હોય છે. અરે, કેટલીક ફાઇવસ્ટાર હોટલો ભુંગામાં જ બનાવાઇ છે. ધોળાવીરા કે જે હડપ્પીય સંસ્કૃતિ માટે જાણીતી છે ત્યાં ૧૧ ભુંગા વાળી અધતના હોટલ છે. જમવા માટે ડાઇનીંગ હોલ માત્ર સિમેન્ટનો છે. કચ્છના પશ્ચનના હોડકા ગામે તથા ભુજ પાસેના રુદમાતાના મંદિર પાસે પણ ભુંગામાં હોટલ બનાવાઇ છે.કચ્છના રણનો ભારે પવનો, વાવાઝોડા, સખત તાપ અને ભયંકર ઠંડીમાં પણ વર્ષો સુધી ટકી રહેનારા ભુંગા એ કચ્છી લોકઇજનેરીના કૌશલ્યનો અદભુત નમુનો છે.ભુજના પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતા ગિરિરાજસિંહ સોઢાના વતન પ્રાન્ધ્રો અને રોહ સુમરીમાં ભુંગા આવેલા છે. તેઓ અભિયાન સાથેની વાતમાં કહે છે, ર્ ર્ અમારા ભુંગા ૩પ વર્ષ પહેલા બનાવાયા હતા. ભુંગા એ નેચરલ એરકન્ડીશન છે. તમે ભર ઉનાળે એસીમાં રહો અને ત્યારબાદ ભુંગામાં રહો તો તેનો તફાવત ખબર પડે. ભુંગાની કિંમત સમજાય. અને ભુંગા ઉપર એક ડાલ પાણી નાખવામાં આવે અને જે શીતળતાઆહલાદકતા અનુભવાય તે માણીઓ તો જ ખબર પડે. જોશે શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય વિસ્તારમાં ભુંગાનું પ્રામાણ વધુ છે.ર્ ર્ ધોળાવીરા ગામે રહેતા અને ત્રીસ વર્ષથી ભુંગા બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા લાલાભાઇ સંજોડ કહે છે, ર્ ર્ર્ આટલા વર્ષોમાં મેં ૬૦૦ જેટલા ભુંગા કચ્છ ઉપરાંત ગુજરાતભરમાં બાનાવ્યા છે. ભર ઉનાળે ફીજની ગરજ નસારે તેવું કામ ભુંગાનું છે. સામાન્ય રીતે એક ભુંગો બનાવવામાં ૭૦ થી ૮૦ હજારનો ખર્ચ થાય. છથી સાત વ્યકતીની ટીમ મળીને વીસેક દિવસની અંદર ભુંગા તૈયાર કરી આપતા હોય છે. આમકાન કરતા ભુંગા સસ્તા પડે. પછી વધુ ડેકોરેટ કરવો હોય તો ખર્ચ વધી જાય ખરો. ભુંગાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે ભુકંપ પ્રુફ છે. કચ્છના ભૂકંપમાં ભુંગાને કોઇ નુકશાની નથી થઇ. હા મકાન કરતા ભુંગાની આવરદા થોડી ઓછી હોય છે. તેની થોડા વખત પછી કાળજી પણ લેવી પડે ખરી.ર્ ર્ ર્ર્ર્ હવે તો માત્ર ગ્રામ્ય વિસ્તારોમાં જ નહીં શહેરી વિસ્તારોમાં પણ ભુંગામાં બહેવાનો કેઝ વધ્યો છે. મેં કચ્છ ઉપરાંત વાપીમાં ૭, વલસાડમાં ૩, ઉપલેટામાં પ ભુંગા બનાવ્યા છે. વલસાડના એક મોટા વેપારીએ પોતાની વાડીમાં ભુંગો બનાવડાવ્યો હતો. મોરીખડમાં ગોપાલભાલ નામના શિક્ષકની વાડીમાં પણ ભુંગો બનાવ્યો છે. તો રાપર તાલુકાના એક દરબાબરની ફેકટરીમાં ભુંગો બનાવ્યો છે. મેં ૪૦ જેટલા લોકોના બંગલાની અગાસીમાં ભુંગા બનાવ્યા છે. ભુંગાની વિશિષ્ટ રચના જોઇ બેત્રણ ઈંગ્લેન્ડ અને ઓસ્ટેલિયના સંશોધનકારો અને લેખકો પણ અમારી પાસે ભુંગા વિશે માહિતી લઇ ગયા હતા. ર્ ર્ એક ભુંગામાં ૪ બેડ સમાઇ શકે. આઉપરાંત રસોડુ બાથરુમ વગેરેનો પણ સમાવેશ થાય છે. કચ્છમાં ર૦૦૧ના ભૂકંપ પછી તે વખતની કેન્દ સરકાના નેતા પ્રમોદ મહાજને ધોળાવીરામાં એક મકાન અને એક ભુંગા બનાવવાની જાહેરાત કરી હતી. ભુંગા માટે થોડી જગ્યા વધુ જોઇએ. એટલે ગ્રામ્ય વિસ્તારમાં વધુ જગ્યા હોવાથી ત્યાં ભુંગાની સંખ્યા વધુ હોય છે. રાજકોટની સૌરાષ્ટ યુનિવર્સિટીન પૂર્વ કુલપતિ અને મૂળ કચ્છના વતની સિંતાસુ યશશચંદએ સૌરાષ્ટ યુનિવર્સિટીમાં પણ વર્ષો અગાઉ ભુંગો બનાવ્યો હતો. જોકે યુનિવર્સિટી ઉંચાઇ ઉપર હોવાથી ભુંગો વધુ સમય નહોતો ટકી શકયો. કચ્છના રણ વિસ્તાર બણી, લખપત, ઘોળાવીરા, દિનારા, ગાંધીનગર, રાપર વગેરે અનેક ગામો અને શહેરોમાં કચ્છની કલા અને ઇજનેરી કૌશલ્યનો નજારો જોવા મળે છે. આ પરંપરાગત કલા જળવાઇ રહે કચ્છવાસીઓની નેમ છે. જોકે આ ભુંગાઓનો કેટલી સંખ્યામાં છે તેનો કોઇ પધ્ધતિસરનો સર્વે હાથ નથી ધરાયો તેવું કચ્છ જિલ્લા પંચાયતના મદદનીસ આંકડા અધિકારીએ કહયુ હતું. જયારે ભુંગાઓ અંગે કોઇ રિસર્ચ પણ હજુ સુધી હાથ ન ધરવામાં આવ્યુ હોવાનું કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. કાન્તી ગોરે અભિયાન સાથેની વાતમાં કહયુ હતુ.

Subscribe to:
Posts (Atom)