Tuesday, March 30, 2010

લો કર લો બાત. બેંક જયાં લોકરની સાથે મેકઅપની પણ સગવડ છે.

રાજકોટની ડિસ્ટિકટ કોઓપરેટિવ બેંક કદાચ દેશની પહેલી બેંક જે છે વર્ષના ૩૬પ દિવસ ચોવીસ કલાક ખુલ્લી રહે છે, જયાં મહિલાઓ લોકરમાંથી ઘરેણાં કાઢી મેકઅપ કરી તૈયાર થઇ સીધા પ્રસંગમાં જઇ શકે છે...

તમારે અચાનક પ્રસંગમાં જવાનું થાય અને તમારા દાગીના બેંકના લોકરમાં હોય તો ? અને તે પણ રાત્રે ૮ થી ૧૦ વાગ્યાનો સમય હોય તો ? તમારે બેંકમાંથી તમને દાગીના લઇ ધરે તૈયાર થવા પરત આવવાનો સમય ન હોય તો ? અથવા તો પ્રસંગમાંથી રાત્રે ર વાગ્યે પરત ફરતી વખતે દાગીન લોકરમાં મૂકવા હોય તો ?
આ બધા જ પ્રશ્નોનો ઉકેલ છે રાજકોટની ડિસ્ટિકટ કો. ઓપરેટિવ બેંકમાં. આ બેંકમાં સેલ્ફ ડિપોજિટ વોલ્ટ વિભાગ ચોવીસ કલાક ખુલ્લો રહે છે. સવારનું ફંકશન હોય કે રાત્રિનું, મહિલાઓ ગમે ત્યારે જઇ પોતાના દાગીના લઇ તો શકે જ છે, સાથો સાથ દાગીના પહેરી મેકઅપ હેરસ્ટાઇલ પણ કરી સીધી પ્રસંગમાં જઇ શકે છે અને દાગીનાનું જોખમ ઘટે.
બેંકમાં બે મોટા કદના અને ચાર મધ્યમ કદના અરીસા છે. ડેસિંગ ટેબલમાં મેકઅપનો સામાન પણ ખરો જ, જેમાં દાંતિયો, પાઉડર, ફેસપેક, લિપસ્ટિક, હેરઓઇલ સહિતની ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. આ સુવિધાના લીધે મહિલા સીધી જ બેંકથી ઘરેણાં પહેરી તૈયાર થઇને જઇ શકે છે. જેનુ કારણ છે બેંકના સેઇફ ડિપોઝિટ વોલ્ટમાં આવેલ ડેસિંગ મેકઅપરુમ.
બેંકના લોકર મોટાભાગે જોઇન્ટમાં ખૂલતા હોય છે, પુરુષો તો મોટાભાગે દસ્તાવેજો લેવામૂકવા માટે જતા હોય છે, પરંતુ ઘરેણા લેવા મૂકવા મોટાભાગે મહિલાઓ જ જતી હોય છે. બેંકના ચેરમેન વિઠલ રાદડિયાએ બેંકનું નવું બિલ્ડિંગ બે વર્ષ પહેલા બન્યુ ત્યારે કસ્ટમરને સારી સગવડ આપવા આકર્ષવા, સારા બિઝનેસ માટે લોકરરુમમાં જ ડેસિંગ મેકઅપ રુમ ઉભા કર્યા. તેનાથી મહિલાને ઉતાવળમાં કયારેય જવાનું હોય તો સીધા જ બેંકમાં જઇ ઘરેણા પહેરી શકે, જેથી સમય બચે. અને લૂંટ કે ચોરીનું જોખમ જ રહે.
બેંક ચોવીસે કલાક ખુલ્લી રહે. અરે, દિવાળીના દિવસે કે રવિવારે પણ બેંક બંધ ન હોવાથી મહિલાઓ કોઇ પણ સમયે ત્યાં જઇ શકે. એટલે સવારનો પ્રસંગ હોય કે રાતનો ગમે ત્યારે ઘરેણા લઇમૂકી શકાય. ઉપરાંત બે વર્ષ પહેલા નવા બંધાયેલા બિલ્ડિંગની રચના પણ એવી છે કે સેલરમાં જ લોકર ડિપાર્ટમેન્ટ હોવાથી કસ્ટમરની ગાડી છેક લોકર ડિપાર્ટમેન્ટ સુધી આવી શકે.
બ્યુટિશિયન ધારા બગડાઇ કહે છે, મારે અવારનાવર પ્રસંગો, પાર્ટીમાં જવાનું બને. ઘરમાં કિંમતી દાગીના સાચવવા મારા માટે બહુ જ મુશ્કેલ. એટલે ફરજિયાત લોકરમાં જ દાગીના રાખવા પડે. જિલ્લા બેંક પહેલા અન્ય બેંકમાં મારા લોકર હતા. પરંતુ તેમાં ચોકકસ સમયે જ બેંક ખુલ્લી હોઇ મારે પ્રસંગના દિવસે યાદ કરી બેંકના સમયે ઘરેણા લઇ લેવા પડે. ફરી ઘરે આવી તૈયાર થાઉ. અને પછી પ્રસંગમાં જવાનું. પ્રસંગ પત્યા પછી ઘરે પરત આવીને ફરી બીજા દિવસે બેંકના સમયે ઘરેણા મૂકવા જવાનું. આમાં સમય ખૂબ બગડતો. જયારે જિલ્લા બેંક ૩૬પ દિવસ અને રચ કલાક ખુલ્લી બહે. રાત્રે ૮ વાગ્યના ફંકશન વખતે બેંકમાં જઇ ઘરેણા પહેરી લઉ. ડેસિંગરુમ હોવાથી સારી સગવડ મળે. મેકઅપ, હેરસ્ટાઇલ પણ ત્યાં જ કરી પછી પાર્ટીમાં જાવ. અને રાત્રે ૧૧ વાગ્યે પાર્ટી પૂરી થાય પછી બેંક લોકરમાં જ ઘરેણા પરત મૂકીને જ ઘરે જાઉ જેથી સમય બચે.
આ યુગમાં અવારનવાર ઘરફોડીના બનાવો બનતા રહે છે. લોકો માટે કીંમતી જવેલરી સાચવવી અઘરી પડી જાય છે. ઘરમાં બેચાર દિવસ પણ ઘરેણાં હોય તો ઘર બંધ કરી કયાંય જઇ શકાતુ નથી.
આ અંગે બેંક કસ્ટમર જયોત્સ્નાબહેન માનસુરા વાત કરતા કહે છે, ર્ ઘણી વખત બેંકની બહાર નીકળી તમારુ વાહન પાર્ક કર્યુ હોય ત્યા પહોચોએટલે થોડી સેંકડોમાં જ તમારા ઘરેણાં વસ્તુઓની ચોરી થઇ જવાના કિસ્સા બનતા હોય છે. પરંતુ બેંકની રચના અને પાર્કંિગની સુવિધા એવી કે મારી ગાડી સીધી બેંકના લોકર વિભાગ સુધી જ પહોંચે. અને સેલરમાં જ લોકર હોવાથી સીધા જ અંદર પ્રવેશ થવાનું. આમ પાકિંગના કારણે મારો ડર દુર થયો જ. પરંતુ બેંકના મેકઅપ ડેસિંગરુમના કારણે ઘરેણાં પહેરી લેવાથી તે પર્સમાં સાચવવા ન પડે. જેથી પર્સ ખોવાઇ ચોરાઇ જવાનો ડર પણ ન રહે. તેમજ મેકઅપ અને હેરસ્ટાઇલ કરી સીધા જ પ્રસંગમાં જઇ શકીએ. અને તેથી જ મે જૂનું લોકર બંધ કરાવી મારા ઘરના અને ઘણાં સંબંધીઓના લોકર પણ અહીં ખોલાવ્યા.
બેંકના લોકર કસ્ટોડિયન જશવંતીબહેન પટેલના કહયાનુસાર ગુજરાતમાં ડેસિંગમેકઅપરુમ હોય અને વર્ષના ૩૬પ દિવસ (રવિવાર સહિત), ચોવીસ કલાક ખુલ્લી રહેતી હોય એ પ્રકારની આ પ્રથમ સેઇફ ડિપોઝિટ વોલ્ટ સાથે મેકઅપ ડેસિંગરુમ ધરાવતી બેંક છે. જશવંતીબહેન કહે છે, બેંકમાં આ સુવિધાના કારણે ગ્રાહકોની સંખ્યામાં ખાસ્સો વધારો થયો છે. આવતાં વર્ષમાં ગ્રાહકોની સંખ્યા ડબલ થઇ જાય તેવી અમને આશા છે. અમારે ત્યાંની સુવિધાના કારણે અનેક વર્ષો જૂના ગ્રાહકો પોતાના ખાતા બંધ કરાવી અહીં નવંુ લોકર ખોલાવે છે.
જિલ્લા બેંકમાં ડેપ્યુટી મેનેજર તરીકે કામ કરતાં ભાનુબહેન કામોકી કહે છે, અન્ય બેંકોના સમયે જ મારી જેવી વર્કંિગ વીમેનના ઓફિસનો સમય અને રવિવારે રજા હોય. એટલે મારે ઘરેણાં ઉપાડવા માટે બહુ એડજસ્ટ કરવુ પડતુ. પ્રસંગમાં જવું હોય ત્યારે ડેસિંગરુમ પણ ખૂબ ઉપયોગ ને મારો સમય પણ બચે. બેંકમાં ર૪ કલાક લોકર ઓપરેટ કરવાની સુવિધા હોવાથી હવે મને ઘરેણાં ઉપાડવાનું સારુ પડે છે. તેમજ બહુ જોખમ હોય તો બહારના કોઇને ખબર પણ ન પડે તેવ પાર્કંિગની સુવિધા છે.
બેંકના ડેસિંગરુમે તો લોકોને આકર્ષ્યા જ છે, પરંતુ સ્ટાફનું વર્તન વાતાવરણ પણ નેશનલ બેંક કરતા ઘણું અલગ હોવાનું કસ્ટમર અનુભવી રહયા છે. રાજકોટના પીએસઆઇ એમએસ શેખ એક વખત પોતાના લોકરની ચાવી ભુલી જતા રહયા. આ વાત લોકર કસ્ટોડિયન જસવંતીબહેનને શેખની બાજીના લોકર ઓપરેટ કરવા આવનાર કસ્ટમર આવ્યા ત્યારે ધ્યાનમાં આવી. અને તેમણે તુરત જ શેખને ચાવી ભૂલી ગયાનો ઠપકો આપ્યો. રુટીન વ્યવહારમાં ઘણી વખત કસ્ટમર ઉતાવળમાં નાના મોટા ઘરેણા પાડી જતાં હોવાન બનાવ બને છે. બેંકના સફાઇ કામદારે અનેક વખત આવાં ઘરેણાં પરત કર્યાના બનાવ બન્યા હોવાનું બેંકના કર્મચારી નીરજ મેંદપરા જણાવે છે.
છે ને અખોખી બેંક, જે તેના ગ્રાહકને રુપાળા તો કરે જ છે પણ સાથે ખાતામાં લાગણીનું વ્યાજ પણ જમા કરે છે.

ઇતિહાસને સાચવતા પાળિયાની સાચવણી કરવાનું કામ કોનુ ?

સૌરાષ્ટકચ્છમાં કળા, સંસ્કૃતિ, ધીંગાણા, યુધ્ધ વગેરેની સાખ પૂરતાં અનેક ખાંભીપાળિયાઓ જોવા મળે છે. તે ઈતિહાસને જાણવામાં ઘણા મદદરુપ બને છે, પરંતુ દુઃખની વાત છે કે તુ પૂરતા સચવાયા નથી

ર્ કામ કરી કરીને પાળિયા થઇ ગયા.ર્ આ શુ ? તમે આ પથ્થરની કેમ પૂજા કરો છો?
ઉપરના બંને સંવાદો સાંભળવા મળે જો તમે સૌરાષ્ટકચ્છ તરફ જાવતો. વીરતાની અનેક ગાથાઓથી ભરેલા આ પ્રદેશમાં પ્રદેશને, તેની સંસ્કૃતિને, તેની કલાને, તેના ધર્મને સાચવવા માટે લડેલા અને શહીદ થયેલાની સ્મૃતિરુપે સ્મારક બનાવાય તેને ત્યાંની બોલીમાં ખંાભી પાળિયા કહે છે. એટલું કામ કરવું પડે કે જેના કારણે ભાવાતિરેકમાં શહીદ જેવા થઇ ગયા હોય એટલે એમ શબ્દપ્રયોગ કરવામાં આવે કે કામ કરીને પાળિયા થઇ ગયા. તો વળી, કોઇ પરાઇ ભૂમિનો જણ આ પ્રદેશનમાં આવ્યો હોય તો ત્યાં પાળિયાની થતી પૂજા જોઇએ બોલી બેસે કે, આ પથ્થરની કેમ પૂજા કરો છો ?
આપણા સાંસ્કૃતિક જીવન અને ઇતિહાસનું અધ્યયન કરવાનો એક મહત્વનો સ્ત્રોત આ સ્મારકો છે. તે ગુજરાતમાં બીજી સદીથી સ્થપાતા હોવાનું જાણવા મળે છે. આ વિવિધ સ્મારકોમાં ખાંભીપાળિયા વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ઇતિહાસમાં સંશોધનો માટે અલગઅલગ પુરાતત્વીય સાધનોનો ઉપયોગ ઇતિહમસવિદો અને પુરાતત્વીયખાતા દારા કરવામાં આવે છે. તેમાં મહત્વનાં સાધનો કોઇ હોય તો તે છે પાળિયા, પણ ઇતિહાસને સાચવતા આ પાળિયાની આજે દુર્દશા જોવા મળે છે.
પાળિયા અનેક સ્વરુપ જોવા મળે છે. પાળિયા સાથે મોટા ભાગે વર્ષો પહેલા યુધ્ધમાં શહીદ થતા રાજાની યાદગીરી રુપના લખાણોચિત્રો, વીરગતિ પામેલ યોધ્ધાઓ અને પતિ પાછળ સતી થતી મહિલાઓની ગાથા જોડાયેલા હોય છે.
આ પાળિયા ઉપર બહુતયા ટોચ ઉપર સૂર્યચંદ જેવાં શાશ્વત કીર્તિના ધોતક પ્રતીકો વચ્ચે યોધ્ધા સતીની આકૃતિ અને નીચે તેને લગતો લેખ હોય છે. આ લેખ વિગતો બરાબર વંચાતા હોય તો ખાંભી પાળિયાની વિવિધ વિગતો ઉપર પ્રકાશ પાડે છે, પરંતુ જો એ લેખનો પાઠ સુવાચ્ય ન હોય, તો એ વિગતો માટે એન લગતી સ્થાનિક પ્રચલિત કથાઓ પર જ આધાર રાખવો પડે છે.
પાળિયાનાં નામ, વિવિધ અંગો, કોતરણીની કલાત્મકત, એમાં વ્યકત થતો પહેરવેશ, આયુધો, વાહનો વગેરેની ખૂબીઓ, પાળિયા પરના લેખો, એની ભાષા તથા લિપિ એમાંના વિવિધ શબ્દપ્રયોગો, કોઇ પાળિયામાં કંડારાતી અશ્લીલ આકૃતિઓનું તાત્પર્ય, પાળિયાના મુખ્ય પ્રકાર, આત્મબલિદાનનાં વિવિધ નિમિત, પાળિયા પ્રત્યે પ્રયોજાતા આદરમાન પૂજનઅર્ચન પરથી જે તે સમયની કળા, સંસ્કૃતિ, ઇતિહાસ વગેરેનો ખ્યાલ આવી શકે છે.
કોઇ પણ સ્થળનો ઇતિહાસ જે તે પ્રદેશની સામાજિક રાજકિય તેમજ સાંસ્કૃતિક સ્થિતિનું દર્શન કરાવે છે. પાળિયા એ પૃથ્વીના પટ પર પડેલા કાળના અક્ષરો છે. ખાંભીપાળિયા વીરપૂજાના પ્રતીકો છે. ઇતિહાસના જીવતાજાગતા સ્મારકો છે. પુરાતત્વના સંશોધકો માટે તો પાળિયા ભંડાર સમા છે. અનેક સંશોધકો દારા પાળિયા વિશે સંશોધન પણ થઇ ચૂકયા છે.
પરંતુ ઐતિહાસિક વારસા સમા આ પાળિયાની આજે કેવી દશા છે? તેની જાળવણી માટે કેવા પ્રયઌો થઇ રહયા છે ? સરકારી સ્તરે પાળિયાની કેવી દેખરેખ થઇ રહી છે ? આ જાણકારી મેળવવાની અભિયાને કોશીશ કરી છે.
ગુજરાતના ગામે ગામ પાળિયા આવેલા છે. અને એટલે જ રાજય સરકારનો પુરાતત્વ વિભાગ દરેક ગામમાં પાળિયાના સંરક્ષણ માટે પ્રંબધ કરી શકે તેમ નથી. આ માટે સ્થાનિક શાળા, પંચાયત કે એન.જી.ઓ.એ. આ ઐતિહાસિક પાળિયાનું જતન કરવું જોઇએ. જોકે પ્રજા અને સરકાર પણ સકિય બની જાળવણી કરે તે જરુરી છે.
સૌરાષ્ટ અને કચ્છમાં પુરાતત્વની સર્કલ કચેરી રાજકોટ અને ભૂજ એમ બે સ્થળોએ આવેલી છે. રાજકોટના પુરાતત્વ વિભાગના સહાયક પુરાતત્વ નિયામક ડી.કે. રાઠોડ અભિયાન સાથેની વાતચીતમાં કહે છે, સૌરાષ્ટકચ્છના અનેક ગામોમાં પાળિયા આવેલા છે. તે પૈકી રાજકોટ પુરાતત્વ વિભાગ પાસે જસદણના આટકોટના સીમાડાએ કચ્છના રાજવી લાખા ફુલાણીનો પાળિયો આરક્ષણમાં છે. વીસેક વર્ષથી આ પાળિયો પુરાતત્વ દારા રક્ષિત છે. ઘણાખરા પાળિયા ધાર્મિક મહત્વ ધરાવતા હોય છે, પ્રાચીન ઐતિહાસિક મહત્વ હોતા નથી.
રાઠોડના કહેવા મુજર, બહુતય જેતે ગામની પંચાયત જ ગામના પાળિયાની જાળવણી કરતી હોય છે, પુરાતત્વખાતું નહીં. રાજકોટમાં વર્ષોથી આ પાળિયો પુરાતત્વખાતા દારા રક્ષિત છે. એ સિવાય કચ્છમાં ભૂજ પુરાતત્વખાતા પાસે એક પાળિયો રક્ષણમાં નથી.
ખાંભી પાળિયા ગુજરાતના પ્રદેશેપ્રદેશે અલગ અલગ તરી આવે છે. ઉતર ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં એક પ્રકારના પાળિયા જોવા મળશે. તો દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં કલાના નમૂના જેવા ખાંભા નજરે ચડશે. સૌરાષ્ટકચ્છનું લગભગ કોઇ ગામ ખાંભી પાળિયા વિહોણું હોય તેવું ન બને.
ભુજમાં રહેતા ઉમિયાસ અંજાણી ઇતિહાસના જાણકાર છે. પાળિયા વિશે વાત કરતા તેઓ કહે છે, કચ્છના છતરડી સહિતનાં અનેક સ્થળોએ ઝારા કંસરમાં લડાયેલા યુધ્ધ વખતના પાળિયા, વ્રજવાણીના ઢોલી સતી સ્ત્રોઓના પાળિયા વગેરે ઐતિહાસિક પાળિયોઓ આવેલા છે.
તેઓ સ્પષ્ટપણે માને છે કે સરકાર કંઇ બધા જ સ્થળોના પાળિયાનું ધ્યાન ન રાખી શકે. જોકે તેઓ એમ ચોકકસ કહે છે કે અમુક ચોકકસ સ્થળના પાળિયાને પુરાતત્વના નિયમોને આધીન આરક્ષિત જરુર કરી શકાય.
રાજકોટના સહાયક પુરાતત્વ નિયામક ડો. ડી.કે. રાઠોડ કહે છે, પાળિયાની વિશેષ માવજત નથી કરવ પડતી. પાળિયા જમીનમાં જ દાટેલા હોય છે. તેથી તેની ચોરી થતી નથી. અને તોડફોડ થવાની સંભાવના થોડીઘણી ખરી. જયાં જરુરી લાગે ત્યાં સરકારી સ્તરે જમીન લઇને ફેન્સિંગ કરી શકાય.
જોકે હકીકત છે કે પાળિયા ગુજરાતનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસાને દર્શાવે છે. અને તેની જાળવણી કોઇ પણ રીતે થવી જ જોઇએ. ગુજરાતના અનેક ગામોના પાળિયા જર્જરિત થઇ ગયા છે, તો કેટલાક પાળિયા જમીનમાં દટાઇ ગયા છે, કેટલાક પાળિયાને જે તે સ્થળથી દૂર સ્થળાંતરિત કરાયા હોવાનું જાણવા મળે છે. સરકારે દરેક ગામના પાળિયાના સર્વે કરાવી તેને આરક્ષિત કરવા જોઇએ. તો અને તો જ ગુજરાતનો આ ઐતિહાસિક વારસો સાચવી શકાશે. ચોટીલાના ગઢના દરવાજે પરમારોની ખાંભી જમીનમાં દટાઇ ગઇ છે. ફકત માથાઓ જ દેખાય છે.
કયા પાળિયા કયા આવેલા છે ?
વેરાવળના ભાલકાતીર્થમાં શ્રીકૃષ્ણની ખાંભીપાળિયો હજારો વર્ષથી છે. ઝાલાવડના આંબરડીમાં અણનમ માથાની ૧ર ખાંભી, ગીરના જંગલ તથા ભાણવડના ભૂતવડમાં વીર માંગડાવાળાની ખાંભી તથા સતી પદમાનો પાળિયો, મેવાસાકાલાવડમાં રાખાઇશ બાબરિઆનો, બરડા ડુંગરના ધુમલી પાસે સતી સોનાનો ૮૦૦ વર્ષ પહેલાનો, બરડા પ્રદેશમાં મહેર બહારવટિયા અને નાના મોઢવાડિયાની ખાંભી, વલભીપુર પાસે એભલવાળી, થાનજામનગરમાં જેઠવાઓની, ચોટીલામાં ચારણ, કરણાગોળની સુદામડા પાસે દરબારો સાથે કાના ઢોલી, સરવા ગામે ચારણ નાગ જણ, મડલી ગામે રાંકાન રાજા, સરધારમાં આઇ સીમોઇ, ખરેડી ગામે લો માખુમાણ, મોરલી પાસે ઠાકોર આલી આજી, જાંબુડામાં આપા ભાણળ, કચ્છના વાગડના ગઢડા ગામે સિંધણ તથા બે ચારણ, લાલવદરમાં ભડવીર ભૂદેવના, માળિયા હાત્રીના કનરા ડુંગર ઉપર મૈયાઓની ખાંભી, બગસરામાં જૂનાગઢના રાજવી રાર્ માંડળિકનો, પોરબંદરના કાટવાણા ગામે ખાંટ ભાઇબહેનના, મુંદાના ગૌધનની વહારે ચડી ભળી જનાર વીર શિળુભાનો પાળિયો, સોમનાથ મંદિરે હમીરજી ગોહિલનો, ભાવનગર જિલ્લાના ચોસલા ગામે હરજણજીનો, મૂળીમાં જોમબાઇમાનો, કેશોદ તાલુકાના કેવયા ગામે કૂતરીન ખાંભી પણ જોવા મળે છે. બાલાગામ, માંડલ, ગઢડા, બોડીદર, જેતપુર, મોણિયા સહિતના ગામે પણ પાળિયા આવેલા છે.
આ પાળિયા અને ખાંભી એ પણ બતાવે છે કે જયારે સંકટ આવતું ત્યારે યુધ્ધ લડવાની કોઇ એક જ્ઞાતિની જવાબદારી સમજીને ચૂપ નહોતા બેસી રહેતા, પરંતુ હર કોઇ પોતપોતાની શકિત પ્રમાણે યુધ્ધમાં ધીંગાણામાં ઝંપલાવતા હતા.

Thursday, March 4, 2010

યુવતીના લલાટે નહી તબીબોના લલાટે કલંક

જામનગરની ગર્ભવતી મહિલાને એઇડસ હોવાની જાણ થતા કપાડ ઉપર એચઆઇવી પોઝિટિવ હોવાનું સ્ટીકર ચોટાડી હતધૂત કરાઇ
માત્ર શારીરિક અત્યાચાર દારા જ મહિલાઓ પર બળાત્કાર નથી થતો કેટલીક એવી ઘટનાઓ હોય છે કે મહિલાઓને હતધૂત અને અપમાનિત કરીને માનસિક રીત મહિલા ઉપર બળાત્કાર ગુજારાયો હોય તેવી ઘટનાએ તબીબોના લલાટે કલંકની સાથે ગુજરાતમાં ચર્ચા જગાવી છે. યુવતી પર અત્યાચારનો જુદા જ પ્રકારનો કિસ્સો બહાર આવ્યો છે. જામનગરની એક ૪૦ વર્ષીય ગર્ભવતી મહિલા જી.જી. હોસ્પિટલમાં પોતાના રુટીન ચેકઅપ માટે આવી ત્યારે તેના રિપોર્ટમાં ડોકટરોને એચઆઇવી પોઝિટિવ ડિટેકટ થયું હતું. મહિલાને એઇડસ છે તે ખબર પડતા જ હોસ્પિટલના મહિલા ડોકટરો કે જેને ભગવાન પછીનો દરજજો આપવામાં આવ્યો છે તેનું વર્તન એકાએક ફરી ગયુ હતું. અરે એઇડસ ચેપી રોગ હોય તેમ તબીબો ભડકી ઉઠયા હતા. આ મહિલા સાથે તબીબો દારા અમાનવીય વર્તન કરવા લાગ્યા.
હોસ્પિટલની ગાયનેક નલિની આનંદે પોતે મહિલા હોવા છતાં એઇડસગ્રસ્ત મહિલાને નિદાન આપવાનો ઇનકાર કરી દીધો હતો. ડો. દિીબહેન જોશી અને નર્સ પ્રફુલ્લાને પણ તેની સાથે જોડાયા હતા. એચઆઇવી પોઝિટિવ દર્દીની ઓળખ જાહેર કરવામાં આવતી નથી તેને બદલે આ તબીબોએ ભેગા મળીને એઇડસગ્રસ્ત ગર્ભવતી મહિલાના કપાળે એચઆઇવી પોઝિટિવ હોવાની પટી લગાવી દીધી હતી.
મહિલા તબીબો દારા જ એક લાચારબેસહાય મહિલા દર્દીને ધુત્કારાય, તેનું અપમાન કરાયુ. તે ઓછું હોય તેમ તેના કપાળે એઇડસગ્રસ્ત હોવાનું લેબલ લગાવાયુ. અને એ પછી ઓછું હોય તેમે તેના કપાળે લગાવેલા સ્ટીકર સાથે જાતે જ મહિલાએ હોસ્પિટલના ચકકર મારીને એઇડઝનો રુમ ગોતી લેવાનો હતો. અપમાનના ભાર સાથે મહિલાએ હોસ્પિટલમાં એઇડસ રુમ શોધીને થાકી ગઇ હતી. હોસ્પિટનલના કેટલાક લોકોએ તેની સાથે સહાનુભૂતિ દર્શાવી હતી. પરંતુ હોસ્પિટલના જ તબીબોએ અમાનવીય અને તિરસ્કારયુકત વર્તન દર્શાવ્યું હતું.
ગર્ભવતી એઇડસગ્રસ્ત મહિલા સાથે થયેલ આ ઘટનાની જાણ એઇડસગ્રસ્ત સંસ્થાઓના જાણમાં આવતા તેના કાર્યકરોને થતાં તેણે જવાબદાર તબીબોને તેના કૃત્યો બદલ માફી માંગવાન માગણી કરી હતી. જોકે ગાંધીનગર આરોગ્ય વિભાગ તંત્રએ પણ આ મામલા અંગે ગંભીર નોંધ લઇ યોગ્ય તપાસની ખાત્રી આપી હતી. તંત્રએ આ ઘટનાના પગલે બે મહિલા તબીબ અને એક નર્સને ફરજિયાત રજા ઉપર ઉતારી દીધી છે.
ભગવાન પછી જે વ્યકિત ઉપર ભરોસો મૂકવામાં આવે છે તે તબીબો કે જે મહિલા હતી તેણે ગર્ભવતી મહિલા દર્દીના કપાળે એઇડસગ્રસ્તના કપાળે લગાવી તબીબો જગતના કપાળે કલંક લગાવી દીધું છે. આ ઘટનાને લઇ અનેક સંસ્થાઓએ ભારે હોબાળો મચાવ્યા બાદ પિડિટ યુવતી અને તેનો ભાઇ સ્તભધ અને હતપ્રત થઇ ગયો હતો. અને જામનગરમાંથી હાલ હિજરત કરી રહયા હોવાનું જાણવા મળે છે. તબીબોની બેદરકારીએ આ પરિવારને ગર્તામાં ધકેલી દીધો છે.
રાજકોટ એઇડસ પ્રિવેન્સન કલબના પ્રમુખ અરુણ દવે અભિયાન સાથેની વાતમાં કહે છે, ર્ ર્ જામનગરની જે ઘટના છે તે અમાનવીય છે. આવી ઘટનાના જવાબદારો સામે આકરા પગલા લેવાવા જોઇએ. આ માનવઅધિકારનો પ્રશ્ન ઉભો કરે છે. એઇડસગ્રસ્ત વ્યકિતઓને સમાજમાંથી તો કેટલાક લોકો ધુત્કારે છે પણ જયારે તબીબો આવું વર્તન કરે તે બાબત વધુ ગંભીર છે.ર્ ર્

ઇતિહાસને સાચવતા પાળિયાની સાચવણી કરવાનું કામ કોનુ ?






નવીન મીઠાઇ, ફરસાણ અને મુખવાસની મેજબાની

નવીન મીઠાઇ, ફરસાણ અને મુખવાસની મેજબાની
દિવાળી હવે નજીક આવી ગઇ છે. આ વખતે મહેમાનોનું સ્વાગત કરવા શું બનાવવાનું વિચાર્યુ ? હજુ અસમંજસ છે ? કંઇક નવું બનાવવું છે ? તો લો આ રહયો તમારી સમસ્યાનો ઉકેલ.

તહેવારોની મહારાણી દિવાળી ઉપર દરેક વગૃના લોકો યથા શકિત વિવિધ પ્રકારની વાનગીઓ બનાવતા હોય છે. નાસ્તામાં પણ બધાની પસંદગીનો ખાસ ખ્યાલ રાખવામાં આવતો હોય છે. એક જમાનો હતો જયારે આપણે ત્યા દિવાળી નિમિતે બનાવાતી વાનગીઓ નકકીજ હતી. મોટાભાગે ચેવડો, સેવ ફરસી પૂરી, મગજ મેસુબ, ઘારી, ટોપરાપાક વગેરે. પરંતુ તેમાં બહુ વૈવિધ્ય નહોતું. પરંતુ હવે સમય બદલાય છે. દુનિયા નજીક આવી તેમ એકબીજા પ્રદેશો નજીક આવ્યા. એકબીજાની વાનગી લોકો બનાવતા થયા. હવેની વાનગીઓમાં એટલુ બધુ નાવિન્ય અને વિવિધતા આવી ગઇ છે કે ગૃહિણીઓ માટે બનાવવુ મુશ્કેલ થઇ પડે. પરંતુ દિવાળીના તહેવારમાં મીઠાઇની જબરજસ્ત માંગના લીધે મીઠાઇવાળા વેપારીઓ ના માલની ગુણવતા, સાફસફાઇ, વપરાતા માલની ગુણવતા વિશે પ્રશ્નો ઉપસ્થિત થાય છે. કોઇ મીઠાઇવાળા સારી ચીજો વાપરે તો તે ધનિકો સિવાય કોઇને પરવડે નહી. રાજકોટના કૂકીંગક્ષેત્રના જાણકાર હિરલ દવે દારા અહીં કેટલીક મીઠાઇ, ફરસાણ અને મુખવાસની રેસીપી આપવામાં આવી છે.


૧. કાજુ કતરી
સામગ્રી ઃ પ૦૦ ગ્રામ કાજુ, પ૦૦ ગ્રામ ખાંડ
રીત ઃ કાજુને ર૦ મિનિટ સુધી પાણીમાં પલાળી રાખો. એ પછી કાજુની પેસ્ટ બનાવી લો. હવે એક વાસણને ગેસ પર મૂકો. ગરમ વાસણમાં કાજુની પેસ્ટ અને ખાંડ ધીમા તાપે હલાવો. પછી ગેસ પરથી ઉતારી લો. એક થાળીની પાછળની તરફ ઘી લગાવી તેની ઉપર કાજુનો મોટો લુઓ લઇને વેલણથી વણી તેન ઉપર ચાંદીનો વરખ લગાવી ચોસલા પાડો.

ર.ચોકલેટ કોપરાના લાડુ
સામગ્રી ઃ ર કપ કોપારાનું છીણ, અડધો કપ કન્ડેન્સ મીલ્ક, ૩ચમચી અમુલ મિલ્ક પાવડર , એક ચમચો કોકો પાવડર, એક ચમચી ચોકલેટ પાવડર, અડધો કપ અખરોટના ઝીણા કટકા
રીત ઃ એક બાઉલમાં બધી જ વસ્તુઓ મીકસ કરી કન્ડેન્સ મીલ્ક મીકસ કરવું. ધી વાળા હાથ કરી મોટા લાડુ વાળવા. કોપરાના ખમણમાં લાડુ રગદોળવા અને ફીઝમાં ઠંડા કરવા મૂકવા અને સર્વ કરવા. પ થી ૭ દિવસ સુધી લાડુ બગડતા નથી.

૩. ખજૂરની ચોકલેટ બરફી
સામગ્રી ઃ પ૦૦ ગ્રામ લાલ ખજૂર, ૧ કપ દુધ, ૧પ૦ ગ્રામ ખાંડ, ર૦૦ ગ્રામ માવો, ૧ ચમચી ડિન્કિંગ ચોકલેટ પાઉડર, અખરોટ, કાજુના ટુકડા, ઘી, ચાંદીનો વરખ
રીત ઃ ખજૂરના બી કાઢી, દુધમાં બે કલાક પલાળી રાખવા. પછી તેને કશ કરી લો. એક વાસણમાં ઘી મૂકી ખજૂરનો કશ કરેલો માવો નાખવો. પછી તેમાં ખાંડ નાખવી. ખાંડ ઓગળે પછી માવો, અખરોટ, કાજુના ટુરડા નાખવા. ઘટ થાય એટલે ચોકલેટ પાવડર નાખી બરાબર મિકસ કરી ઉતારી લેવું. સર્વંિગ પ્લેટમાં ઘી લગાવી તેમા બરફો પાથરી દઇ તેના ઉપર ચાંદીનો વરખ લગાવવો.

૪. સુકામેવાના ઘુઘરા
સામગ્રી ઃ ૧ વાટકી મીકસ ડાયફુટ (કાજુ, બદામ, પિસ્તા, ચારોળી, કોપરાની છીણ), અડધી વાટકી દળેલી ખાંડ, ૧ ચમચી એલચી પાવડર, રપ૦ ગ્રામ મેંદો, ઘી
રીત ઃ મેંદામાં ધીનું મોણ નાખી લોટ બાંધી ર કલાક ઢાંકી રાખો. કાજુ, બદામ, પીસ્તા, ચારોળીની ખૂબા બારીક પાવડરમાં કોપરાની છીણ મીકસ કરવુ. કડાઇમાં ધી ગરમ મૂકી સુકા મેવાને ર મિનિટ સાતડવો. ઠંડુ થયા બાદ તેમાં ખાંડ મીકસ કરવી. ઇલાયચી ભૂકો નાખવો. મેંદાના લોટના લુઆ કરી પૂરી વણી તેમાં પૂરણ ભરી ઘુઘરા વાળવા. પછી ઘીમા તળી લેવા.

પ. માલપૂડા
સામગ્રી ઃ પ૦૦ ગ્રામ ઘઉનો લોટ, પ૦૦ ગ્રામ ઘી, પ૦૦ ગ્રામ ખાંડ, પ૦ ગ્રામ મરી
રીત ઃ હૂંફાળા પાણીમાં ખાંડ નાખી, ઓગાળી દેવી. આ ખાંડનું પાણી નાખી ઘઉના લોટને બેત્રણ કલાલ પલાળી, ખૂબ ફીણી, તેમા મરીનો ભૂકો નાખો. તવીમા ઘી ગરમ કરી તેના ઉપર ખીરુ પાથરી એક ભાગ શેકી પછી બીજો ભાગ શેકવો.

૬. સીંગ ભુજિયા
સામગ્રી ઃ પ૦૦ ગ્રામ સીંગદાણા, ૧૦૦ ગ્રામ ચણાનો લોટ, અડધી ચમચી હળદર, મીઠુ સ્વાદાનુસાર, તેલ
રીત ઃ ચણાનો લોટ માં બધા મસાલા મિકસ કરી થાળીમાં પાથરી દો. હથેળીમાં તેલ લઇ બધા સીંગદાણાને તેલ વાળા કરો. એપછી બધા સીંગદાણા ચણાના લોટમાં નાખી તેમાં થોડુ પાણી ઉમેરી સીંગદાણા અને ચણાના લોટને બરાબર મિકસ કરો. એક કડાઇમાં તેલ ગરમ કરી મસાલાવાળી સીંગ તળી લો. સીંગ ભુજિયા ઠંડા પડે એટલે એરટાઇટ ડબામાં ભરી લો.

૭. ફણગાવેલા મગમઠનો ચેવડો
સામગ્રી ઃ ૧પ૦ ગ્રામ મગ, ૧પ૦ ગ્રામ મઠ, પ૦ ગ્રામ મકાઇના પૌઆ, ૧૦૦ ગ્રામ સીંગદાણા, તેલ, ૧ ચમચો દળેલી ખાંડ, ચપટી લીંબુના ફુલ, મીઠુ, એક ચમચી હળદળ અને મરચાનો પાવડર, લીમડો, એક ચમચી ટોપરાનું છીણ
રીત ઃ સવારે મગને ડુબાડુબ પાણીમાં પલાળો. રાત્રે પાણી નીતારીને ઓછા કપડામાં પોટલી બાંધી લટકાવો. બીજા દિવસે સવારે ફુટી જશે. આ મગને કડક ચાવી શકાય તેમ તળી લેવાના. પૌઆ અને સિંગદાણા પણ તળો. તળેલી સામગ્રી તેલ ઉપર પાથરતા તેલ શોષઇ જશે. દરેક સામગ્રી મિકસ કરી વઘારનું તેલ ગરમ કરી તેમાં બધુ નાખી મિકસ કરી ચેવડો ઠરી જાય પછી એરટાઇટ ડબામાં ભરી લેજો.

૮. બાજરા અને મઠના લોટની સેવ
સામગ્રી ઃ બાજરાનો લોટ ૧પ૦ ગ્રામ, મઠનો લોટ ૧પ૦ ગ્રામ, ૩ ચમચા તેલનું મોણ, ર ચમચી ખાંડ, ૧ ચમચી મરી પાવડર, મીઠુ
રીત ઃ બાજરાનો લોટ અને મઠનો લોટ ચાળીને મીકસ કરો. તેમાં મોણ નાખ્યા બાદ મીઠુ, મરી અને ખાંડ નાખી લોટ બાંધવો. તેલ ગરમ કરીને સેવ પાડવી.

૯.ચણાની દાળની પુરી
સામગ્રી ઃ ૧ વાટકી ચણાની દાળ, અડધી ચમચી આખા ધાણા, પ નંગ તમાલપત્ર, ૧૦ મરચા, ચપટી જીરુ, તજ, લવિંગ અને મરી, મીઠુ, ર વાટકી ઘઉનો લોટ, ધી
રીત ઃ દાળને ર કલાક માટે પલાળી રાખો અને પછ બાફી લો. બહુ જ લચકા પડતી ના બફાઇ જાય તે જોવુ. બાફતી વખતે જ બધો મસાલો નાખી દેવો. બફાયા પછી ચારણીમાં કાઢી વાટી લેવુ. મીઠુ નાખી ધઉના લોટમા બે ચમચા ધી નાખીને પરોઠા જેવો લોટ બાંધી લો. નાના લુઆ કરી ઉપરનુ પુરણ ભરી પૂરી વણ લો. ધીમા બદામી રંગની તળી લો.

મુખવાસ
તંદુરસ્તીની દષ્ટિએ મુખવાસનું મહત્વ ઘણુ છે. મુખવાસ ખાઘા વગરનું જમવાનું અધૂરુ રહી જાય છે. લવિંય, વરિયાળી, તલ જેવા પદાર્થ દાંતના દુખાવા દૂર કરે છે. તેના લીધે દાંતમાં ઉપદવ થતો નથી.
૧૦.ખારી વરિયાળી
સામગ્રી ઃ વરિયાળી, મીઠુ, હળદર, લીંબુ
રીત ઃ વરિયાળીને થોડું પાણી છાટી પલાળયા બાદ સુકવવી. પછી તેમા મીઠુ, હળદર અને થોડા લીંબુનો રસ નાખો. કોરી થાય એટલે ધીમા તાપે શેકી લઇ, ઠંડી પડે એટલે બોટલમાં પેક કરી લો.
પોષકતા ઃ વરિયાળી સ્વાદમાં મીઠી ને કંઇક અંશે કડવી છે તેથી પાચનમાં સબળ બની રહે છે.

૧૧. મિકસ મુખવાસ
સામગ્રી ઃ પ૦ ગ્રામ ગુલાબી તલ, ૧પ જીનતાનની ગોળી, લીંબુ, મીઠુ, ધાણાદાળ, મગજતરી, ખારી રંગીન વરિયાળી, કાજુ
રીત ઃ તલને થોડા પાણીમાં પલાળી પછી તડકામાં સુકવવી. લીંબુના રસમાં થોડુ મીઠુ, થોડો ગુલાબી રંગ અને તલ નાખી બરાબર હલાવો. ત્યારબાદ તેને તડકામાં સુકાવી તેમાં બે ચમચા મગજતરી, ધાણાની દાળ, ખારી વરિયાળી, ગળી રંગીન વરિયાળી, જીનતનની ગોળી અને કાજુના કટકા નાખી મુખવાસ તૈયાર કરો.

૧ર. સુવાસિત કાથો
સામગ્રી ઃ પ૦૦ ગ્રામ કાથો, ૧૦૦ ગ્રામ જેઠી મધના લાકડા, સોનગડી કાથો અથવા ૪ એલચી, રપ ગ્રામ તજલવિંગ
રીત ઃ બધુ ખાંડી મેંદાની ઝીણી ચાળણીથી ચાળી બોટલમા ભરી લો
પોષકતા ઃ સોજા, મોઢાની ચાંદી મટે છે

૧૩. મસાલેદાર સોપારી
સામગ્રી ઃ પ૦૦ ગ્રામ સોપારી, રપ ગ્રામ તજલવિંગએલચી, પ૦ ગ્રામ જેઠી મધના લાકડા, પ ગ્રામ જાવંત્રી, ૪ ગ્રામ ઇલ્મીટ ફુલ
રીત ઃ બધુ ખાંડી તેનો પાવડર કરો
પોષકતા ઃ સોપારી દાઢ અને પેઢા મજબુત કરે છે

૧૪. સવાની મીંજો
સામગ્રી ઃ સવાસંચળનો ભૂકો, લીંબુ, મીઠુ, સૂંઠ, મરી
રીત ઃ સવાને થોડા પાણીમાં પલાળી પછી સુકવી દો. મીઠુ, સંચળ, ખાંડેલી સૂંઠ, મરીનો ભૂકો ને લીંબુનો રસ નાખી હલાવી આકરા તડકામાં સુકવો. અથવા ધીમા તાપે શેકો.
પોષકતા ઃ પ્રસુતા સ્ત્રીઓ તથા ગેસના દર્દીન ફાયદાકારક રહે છે

૧પ . દાક્ષનો મુખવાસ
સામગ્રી ઃ રપ ગ્રામ કાળી દાક્ષ, ૧ લીંબુ, ૧૦૦ ગ્રામ ખાંડનો પાવડર, ર ચમચી જીરાનો પાવડર, એક ચમચી મીઠુ
રીત ઃ કાળી દાક્ષ, લીંબુનો રસ, ખાંડનો પાવડર બધુ મીકસ કરી કશ કરી લો. પછી થાળીમાં કાઢી જીરાનો પાવડર, મીઠુ અને થોડુક પાણી નાખી નાની ગોળીઓ બનાવો.

૧૬. મસાલાવાળા કાજુ
સામગ્રી ઃ ૧૦૦ ગ્રામ કાજુ, ધી, અડધી ચમચી લાલ મરચુ, અડઘી ચમચી ચાટ મસાલા, અડધી ચમચી ગરમ મસાલો, એક ચમચી ખાંડનો પાવડર , સ્વાદાનુસાર મીઠુ

૧૭. આમળા
સામગ્રી ઃ પ૦૦ ગ્રામ આમળા, મીઠુ
રીત ઃ આમળાને બાફી લઇ નાના કટકા કરી તેમા મીઠુ નાખી તડકામાં સુકવી દો.
પોષકતા ઃ વિટામિન સી મળી રહે છે

કેશુડો એટલે ખાખરાની ડાળીએ વસંતનો ટહુકાર

વગડાનો શણગાર કેશુડાના રંગથી ધૂળેટી રમાય તો શરીરનો રંગ નીખરે છે

કેમિકલના રંગોમાં વિસરાતો કેશુડો

ફલેમ ઓફ ધ ફોરેસ્ટ.
હા, કેશુડોએ વસંતનો દસ્તાવેજ છે.
હોળીધૂળેટીના પવિત્ર પર્વએ હવે કેમિકલના રંગોની બોલબાલા થઇ રહી રહી છે અને પરંપરાગત કેસુડાના રંગો, પાણી ભૂલાતા જાય છે. એટલુ ય ઠીક પણ આજની પેઢીને કેશુડો શુ છે તે પણ ખબર નથી હોતી. આ વિસરાતા જતા કેશુડાના રંગોથી હોળી રમવાની શરુઆત ભગવાન શ્રીકૃષ્ણએ વૃંદાવનના રમણરેતીની જગ્યાના કેશુડાના રંગથી કરી હતી. ત્યારથી આજ દિન સુધી મંદિરો અને હવેલીઓમાં ફૂલડોલ ઉત્સવ એટલેકે હોળીનો પર્વ કેશુડાના રંગોથી ઉજવાય છે.
પણ ધીમેધીમે કેશુડાના રંગોનું સ્થાન હવે કૃત્રિમ રંગોએ લઇ લીધુ છે. આ અંગે જૂનાગઢના હર્બલ મેડિસીન રિસર્ચ સાયન્ટીસ્ટ ડો. અક્ષય સેવક કહે છે, ર્ ર્ આજ હોળી જે કેમિકલ અને સિન્થેટીક રંગોથી રમાય છે તે શરીર માટે ખૂબ નૂકશાન કર્તા હોય છે. તેમજ આર્થિક રીતે પણ ખર્ચાળ છે. જયારે કેશુડાના રંગનું આરોગ્યની દષ્ટિએ પણ સારુ એવુ મહત્વ છે. ઉનાળો આવતા પહેલા દરરોજ કેશુડાના પાણીથી સ્નાન કરવામાં આવે તો ગરમી લાગતી નથી. કેશુડાનું પાણી શરીરને રુપાળુ બનાવે છે.ર્ ર્
કેશુડા અને તેની ઝાડની ઉપયોગીતા વિશે ડો. અક્ષય સેવક કહે છે, ર્ ર્ આ ઝાડમાંથી નીકળતો ગુંદર ઔષધિ તથા ચામડુ રંગવામાં ઉપયોગી છે. તેના કૂમળા મૂળમાંથી એક જાતના રેસા નીકળે છે, જેનાં દોરડા અને દેશી ચંપલ બને છે. અંદરની છાલમાંથી નીકળતા રેસાના દોરડા અને કાગળ બને છે. તેના પાનમાંથી પતરાવળા, પાતરદુના, બીડી બને છે. તેના પાન ખાતર તરીકે ઉપયોગી છે ઉપરાંત નાગરવેલના પાનને બંાધવામા પણ ઉપયોગી બને છે.. બિયામાંથી સ્વચ્છ તેલ નીકળે છે. તેના ફૂલ ઉકાળી તેમાં ફટકડી નાખવાથી સુંદર પીળો રંગ થાય છે. કેશુડો કૃમિ, વાયુ, કફ, પિતરોગ, કોઢ, લિવર, લોહીનું શુધ્ધિકરણ કરે છે. ચામડી તથા આંખના રોગો પણ કેશુડો મટાડી દે છે.ર્ ર્
ફાગણ મહિનામાં, વસંત ઙ્ગતુમાં ખાખરાના ઝાડ ઉપર કેશુડો થાય છે. ખાખરાના ઝાડ મોટાભાગે વગડામાં અને આ વિસ્તારના માર્ગોની બંને બાજુ કેશુડાના ઝાડ હોય છે. કહેવાય છે કે ખાખરાકેશુડાના આ ઝાડની ઉત્પતિ સોમરસ પીધા પછી ગરુડના પીછામાંથી થઇ છે. કેશુડાના પાનનું મધ્ય પાંદડુ વિષ્ણુ, ડાબુ બ્રહમા અને જમણુ શિવનું મનાય છે.
ખાખરાનું ઝાડની ખેતી નથી થતી. પરંતુ તે કુદરતી રીતે ઉગી નીકળે છે. પંખીઓના ચરકના દાણામાંથી ખાખરાનું ઝાડ આપોઆપ, કુદરતી રીતે ઉગી નિકળે છે. અને ખાખરાના ઝાડ ઉપર કેશુડો ઉગી નીકળે છે. ખાખરાના ઝાડની એક ખૂબી એ છે કે આ વૃક્ષમાં ઉપર વસંત ઙ્ગતુમાં એક પણ પાંદડુ હોતુ નથી. વૃક્ષ કેશુડાના ફૂલથી જ છવાઇ જાય છે.
કેશુડાને વસંત ઙ્ગતુનું કહેવાય છે. કેશુડાએ પ્રકૃતિનું પુષ્પ છે. તેની સુંગધ અને શીતળતા તેમજ રંગરુપ અનેરો મદહોશ કરતો હોય છે. પીળા અને કેસરી રંગના આ ફૂલને બીજસનેહ, બ્રાહોપાદપ, કરક, કૃમિદા, લક્ષતરુ, પલાશ, રકતપુષ્પક અને ત્રિપત્રક અને ગુજરાતીમાં ખાખરિયા, ખાખરો, ખાકડા, ખાનડો, ખાખર, પલાસો કહે છે. ફૂલના ભેદ પ્રમાણે તેના રાતો, પીળો, ધોળો અને કાળોે એવા ચાર પ્રકાર છે. ઉનાળાના તાપમાં તેનાં ચકચકિત કેસરી ફૂલ બહુ ચકચકાટ મારે છે. આ ઝાડ આશરે ર૦થી ૪૦ ફૂટ ઉંચુ થાય છે. તેનું થડ વાકું અને ડાળીઓ પણ જુદા જુદા વળાંકવાળી હોય છે. તેની છાલ રાખોડિયા રંગની અને ખરબચડી હોય છે. પાંદડાં ત્રણ ત્રણના ઝૂમખામાં હોય છે. પાંદડાની નીચેની સપાટી રેશમી હોવાથી તેનો દેખાવ દૂરથી ભૂરો લાગે છે. પાંદડાની નીચેની સપાટીમાં નસો ચોખ્ખી દેખાય છે. ડાળીઓ ઉપર ત્રણ ત્રણ ઝૂમખામાં પુષ્કળ ફૂલ થાય છે. ફૂલની પાંચ પાખડીઓ દેખાય છે. ફૂલ લાંબા હોય છે.
નવેંબર અથવા ડિસેંબરમાં પાંદડા ખરવા માંડે અને જાન્યુઆરીમાં બધા ખરી પડે. એપ્રિલ અથવા મે માસમાં નવા પાન આવે. ફુલ ઉપલા ભાગની ડાળીઓ ઉપર જાન્યુઆરીમાં ચોંટવા લાગે અને ધીમે ધીમે ખીલીને ચકચકિત કેસરિયો રંગ ધારણ કરે. ફૂલ જયારે ખીલે ત્યારે ઝાડને પાંદડા નથી હોતા પણ રડયા ખડયા પાન ડાળીઓમાં દેખાય. તેમાં ઝાંખી લીલી ચપટી ઉગે છે. એપ્રિલમાં આ શિંગો જાણે પાંદડા હોય એવો દેખાવ કરે છે. આ ઝાડ કાળી માટીમાં ૃસારી રીતે વૃધ્ધિ પામે છ. અને ખારાશવાળી માટી તેને અનુકૂળ છે. ખાખરાને પાણી પાવાની જરુર પડતી નથી. તે કુદરતી રીતે જ વૃધ્ધિ પામે છે.

પરિણીત પુરુષનો પ્રેમ યુવતીને મોત તરફ દોરી ગયો

જેતપુરની હેતલ કાછડિયાનું રાજકોટમાં નીપજેલુ મોત આત્મહત્યા હતી કે તેને મરાયેલા ધકકાથી થયું હતું તેવી શંકા જન્મે છે. તેના કારણમાં તેના પરિણીત પ્રેમી ડો. જિતુ રાઠોડનાં વારંવાર નિવેદનો છે
એક કોડભરી કન્યા એક ઇમારત પરથી કૂદીને આત્મહત્યા કરે છે. જે ઇમારત પરથી કૂદે છે તે ઇમારતમાં જ તેનો પ્રેમી રહે છે. બાઝીગર ફિલ્મની જેમ પ્રેમીએ જ કયાંક કન્યાને ધધો નથી મારી દીધો ને એવી શંકા ઉપજે છે. કન્યાએ આત્મહત્યા કેમ કરવી પડી? પ્રેમીએ દગો આપ્યો એટલે?
આવા અનેક પ્રશ્નો ઉપજે તેવ ઘટના રાજકોટમાં બની છે. આત્મહત્યા કરનાર યુવતીનું નામ હેતલ કાછડિયા. તેના પ્રેમીનું નામ ડો. જિતુ રાઠોડ. દુર્ઘટનાનું સ્થળ ડોકટર્સ રેસિડન્સ, જામજગર રોડ.
પ્રેમ આંધળો અને બહેરો હોય છે. આ વાતની પ્રતિતી કરતો કિસ્સો તાજેતરમાં જ રાજકોટમાં બન્યો હતો. એક આશાસ્પદ યુવતીએ પરિણીત પ્રેમીને પામવામાં પોતાની જિંદગી ગુમાવી દીધી હતી. આ ચર્ચાસ્પદ કિસ્સો જોઇએ તો રાજકોટની મેડિકલ કોલેજના ફોરેન્સિક વિભાગના આસીસ્ટન્ટ પ્રોફેસર ડો.જીતુ કોઠારી સાથેના પ્રેમ સંબંધમાં હેતલ પટેલ નામની યુવતીએ ડોકટરના જ રહેણાંક બિલ્ડીંગના દસમા માળની અગાશી પરથી છલાંગ લગાવી કરેલી આત્મહત્યાના પ્રકરણમાં એક પછી એક એમ અનેક શંકા ઉપજાવનારા મુદાઓ બહાર આવતા સૌરાષ્ટમાં આ ઘટનાએ ચકચાર જગાવી છે. પરિણીત તબીબ જીતુ રાઠોડ મૂળ જેતપૂરનો અને હેતલ પણ મૂળ જેતપૂરની હોવાથી બંને વચ્ચે પ્રેમ પ્રાંગર્યો હતો. તબીબ જીતુના નિવેદન મુજબ હેતલે તેની સાથે લગન્ની જીદના કારણે પોતાનો જીવ ખોયો હતો. હેતલે ડોકટર્સ રેસિડન્સ બિલ્ડીંગના દશમાં માળેથી પડતુ મૂકી જીવનનો અંત આણ્યો હતો.
જે બિલ્ડીંગ પરથી હેતલે મોતની છલાંગ લગાવી એ બિલ્ડીંગનો ફન્ટ જામનગર રોડ તરફ પડે છે. જંકશન રોડ તરફ બિલ્ડિંગની ડાબી સાઇડ પડે છે. હેતલે જે સાઇડથી પડતુ મૂકયુ છે તે ડાબી બાજુએ જ ડો. જીતુ રોઠોડનો ફલેટ આવેલો હતો. હેતલની લાશ પણ ડો. જીતુના ફલેટની ડોઈંગરુમની ગેલરીની એકદમ નીચે જ પડી હતી. આવી અનેક બાબતો પહેલેથી જ પોલીસ તપાસમા શંકાના દાયરામા હતી.
ગત તા. ૬ ફેબ્રુઆરીના શનિવારે રાત્રે ૧૧ વાગ્યા પહેલા આપધાત કરતા પહેલા હેતલે ડો. જીતુને ત્રણ ફોન કર્યા હતા. એક એવી વાતે પણ જોર પકડયુ હતું કે હેતલનો દેહ જયારે નીચે પટકાયો ત્યારે થોડી જ વારમાં બે વ્યકિત ત્યાં આવ્યા હતા અને લાશની સ્થિતિ બદલાવી નાખી હતી. આ બે વ્યકિતને કમ્પાઉન્ડમાં ઇવનીંગ વોક માટે નીકળેલા એક મહિલા તબીબના મોટી ઉંમરના એક પરિવારજને તથા અન્ય એક તબીબના પિતાએ નજરે નિહાળયા હતા. લાશની સ્થિતિ બદલનારા બે માના એક વ્યકિતએ કાળો શર્ટ પહેર્યો હોવાની નજરે જોનારાઓની ચર્ચા છે.
જેતપુરના ખોડપરા વિસ્તારની અને રાજકોટના જાગનાથ પ્લોટમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતી હેતલ દેવશીભાઇ કાછડિયા કોલેજમાં ભણતી હતી. જીવન ટૂંકાવી નાખનાર આ યુવતીના સિવિલ હોસ્પિટલના ડો. જીતુ રોઠોડ સાથે પ્રેમ સંબંધ હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યુ હતું. પણ મૃતકના ચપ્પલ અને મોબાઇલ ન મળતા આ કેસની કડીઓ મેળવવા પોલીસ કમિશનર ગીથા જોહરીએ તપાસ કાઇમ બ્રાન્ચને સોંપી હતી.
પોલીસ તપાસમા હેતલ કાછડિયાના ડો.જીતુ રાઠોડ સાથેના સબંધો અને તેના ભાઇ હિતેષ રાઠોડ સાથે પણ ફેન્ડશીપ હોવાનુ હોવાનુ ખૂલતા બંને ભાઇઓ, બિલ્ડિંગના ચોકીદાર, મૃતકના માતાપિતાના નિવેદન લેવાયા હતા. જીતુ રાઠોડ હેતલના મૃત્યુ સમયે ઘટના સ્થળે હાજર ન હોવાના નિવેદન બાદ પોલીસે હેતલ અને જીતુના મોબાઇલ નેટવર્ક ટાવરના આધારે બંને કયા વિસ્તારમાં હતા તે અંગે તપાસ હાથ ધરી. હેતલના મૃતદેહ ઉપરથી તે આત્મહત્યા ન હતી તેવા અનેક શંકા ઉપજાવનાર મુદા હતા જ.
જીતુ રાઠોડનો યુવતીના જીવ જવામાં શું રોલ હોઇ શકે ? એ દિશામાં તપાસ કરવા પોલીસે હેતલના વજન જેટલુ જ પૂતળું બિલ્ડીંગ દસમા માળની અગાશીમાંથી અને આઠમા માળના ડો. જીતુના રહેણાંકથી ફેંકી પૂતળાની પડવાની સ્થિતિ, અંતર સહિતની બાબત ચકાસવામાં આવી હતી. હેતલના કદના પૂતળા ત્રણ વખત ફેંકવામાં આવ્યા હતા. એફએસએલના નિષ્ણાતના મતે દસમાં તથા આઠમાં માળની સ્થિતિના અંતરમાં બહુ કાંઇ ફરક નથી. પરંતુ ડોકટરની ગેલરીની નીચે લાશ પડવી તે શંકાસ્પદ બીના છે. હેતલ અગાઉ પણ ત્રણ વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ડો.જીતુ સાથે છ મહિનાથી હેતલ સંબંધ ધરાવતી હોવાનુ ચર્ચાય છે.
જે દિવસે હેતલનું મૃત્યુ થયું તે દિવસે બપોરે ત્રણેક વાગ્યે જીતુ અને હેતલ બંનેને બિલ્ડીંગના રહેવાસીઓએ સાથે જોયા હોવાની વાત પણ જાણવા મળે છે. હેતલના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હેતલને માથાના પાછળના ભાગે તેમજ જમણા હાથની કોણીના ભાગે ફેકચર થયાનું તબીબે પ્રાથમિક તારણ આપ્યું છે.
આપઘાતના બનાવમાં એક દિવસ પહેલા જીતુ સાથે ફોન પર પોતાનું મન કયાય ન લાગતુ હોવાનું જણાવી, મળવા આવવાનું કહયુ હતું પરંતુ જીતુએ તેને પોતે કામમાં હોઇ બપોર બાદ મળીશુ તેવુ કહયુ હતું. બપોરે અઢીથી ત્રણ વચ્ચે વાત થઇ હતી અને સાંજે સાતેક વાગે પોતે બિલ્ડિંગ પરથી પડતું મૂકે છે તેવો જીતુને કોલ કર્યો હતો. જીતુના આ કથન બાદ પોલીસ એ રાહમાં હતી કે બપોર પછી સાંજે સાત વાગ્યા સુધી બંનેના મોબાઇલ ટાવર કયા મળતા હતા. બપોરના ૩.૪ર સુધી ફોન પર મોબાઇલ પર સંપર્ક, એસએમએસ થયા હતા. બાદમાં ૬.૩૦ સુધી બંને એકબીજાના કોન્ટેકમાં રહયા ન હતા. મોબાઇલ ટાવરનુ લોકેશન એક જ બતાવે છે એટલે પોલીસ એવી શંકા સેવે છે કે કે હેતલ અને જીતુ બપોરના પોણાચાર પછી સાથે જ હતા. અને બંને વચ્ચે ફલેટમાં જ કોઇ ઘટના ઘટી બાદમાં કાં તો હેતલે પડતુ મૂકી દીધું અથવા તો ધકકો મરાયો. હેતલના પિતા અને ભાઇ તો પોલીસ જે કરે તે અમને મંજૂર છે તેમ કહે છે. પરંતુ સાચુ કારણ આ બનાવનું શું હોઇ શકે હત્યા કે આત્મ હત્યા? આ ચકચારી કેસમા શરુઆતમા ડો.જીતુએ પોીસને ગેરમાર્ગે દોરવા પ્રયાસો કર્યા હતા પણ પોલીસે જુદી જુદી થીયરીઓ પર તપાસનો ધમધમાણ બોલીવી પહેલેથી જ શંકાના દાયરામા રહેલા જીતુની હેતલને આપધાતની ફરજ પાડવા તથા પુરાવા નાશ કરવા સબબની કલમ તળે ધરપકડ કરી હતી. હેતલના મોબાઇલ ફોન તથા ચપ્પલ કુવામાં ફેકયાની વાત કરી હતી. પરંતુ કુવામાંથી આ વસ્તુ મળી ન હતી. હેતલના મૃત્યુના શંકમદ તરીકે જીતુના પાંચ દિવસના રિમાન્ડ સાથે પોલીસમાં રજૂ કરાયો હતો. જેમાં અદાલતે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ડો. જીતુની પત્ની ધરતી જામનગરમાં ડોકટર છે અને પુત્રી સાથે જામનગરમાં જ રહે છેે.
ચકચારી આ હેતલ પ્રકરણના આરોપી ડો. જીતુ રાઠોડની હેતલના મૃત્યુના ૧ર દિવસ બાદ એક દિવસના પોલીસ રિમાન્ડ લેવામાં આવી હતી. જીતુએ પોલીસને આપેલ કેફિયત મુજબ હા, હુ એ દિવસે હેતલ સાથે ફલેટમાં જ હતો. મેં લગન્ની ના પાડતા અમારી વચ્ચે ઝઘડો થયો હતો. જોકે બાદમાં હેતલ રિસાઇને ટેરેસ પર જતી રહી હતી.પોલીસ તપાસમા એવું બહાર આવ્યુ છે કે હેતલે છેલ્લે જીતુને એવા શબ્દો કહયા હતા કે ર્ તુ મારો નહી થઇ શકે તો કોઇનો નહી થઇ શક ેર્ તેમ કહી હેતલે દસમા માળેથી મોતની છલાંગ લગાવી હતી. પોતે ફસાઇ ન જાય તે ડરથી હેતલના મોબાઇલ અને ચપ્પલ જામનગર રોડ પરના કુવામાં ફેંકી દીધા હતા. પોતાના નિવેદનમાં જીતુએ કહયંુ હતંુ કે છેલ્લા બે માસથી પોતાની સાથે લગન્ કરવા માટે કડક જીદ લઇને બેઠી હતી. જેથી જીતુએ હેતલને તે ફોજદારની પરીક્ષા પાસ કરી લે બાદમાં લગન્ કરવાની વાત કરી હતી. પરંતુ હેતલ સમજવા તૈયાર ન હતી. જીતુનું માનવુ હતંુ કે હેતલ પીએસઆઇમાં સિલેકટ થઇ ગયા બાદ નોકરીના કામમાં પરોવાઇ ગયા પછી મને ભુલી જશે. છતાં હેતલ માનવા તૈયાર ન થતા જીતુએ પોતાને બીજા લગન્ કરવા માટે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવો પડે અને તે માટે સમય જોઇએ. તથા મારી પત્નીને પણ સમજાવવી પડે. તેવું સમજાવવા પ્રયત્ન કર્યો હતો. હેતલને જીતુના કોઇ બહાના મંજૂર ન હતા. તેને માત્ર જીતુ સાથે લગન કરવાની ખ્વાહિશ હતી. લગન્ અંગેની ઉગ્ર બોલચાલ બાદ અંતે લગન્ શકય ન બને તેવો જવાબ આપતા જ ખિણ થઇ ગયેલી હેતલ દરવાજો ખોલીને બહાર નીકળી ગઇ હતી. પાંચેક મિનિટ બાદ હેતલ કયા છે તે જોવા માટે જીતુ પણ ટેરેસ ઉપર ચઢયો જયા હેતલને સમજાવવા પ્રયત્ન કર્યો છતાં હેતલે ન માનતા પ્રેમી જીતુની નજર સામે જ મોતની છલાંગ લગાવી દીધી હતી. હેતલે પડતુ મૂકતા જ ભયભીત જીતુ નીચે ગયો. હેતલના શ્વાસ બંધ થઇ ગયા હતા. શ્વાસ કાર્યરત કરવા હેતલના હદય પર પમ્પીંગ કર્યુ પણ તે કાર્યરત ન થતાં અને અન્ય રહેવાસીઓ પણ આ યુવતી કોણ છે તે બાબતે ચર્ચા કરતા ડો. જીતુ યુવતીને કોઇ ઓળખતુ ન હોય મારે આ જફામાં કયા પડવુ ? તેમ માની અન્ય એક તબીબ મિત્ર સાથે કારમાં નીકળી ગયો હતો. આ ઘટના બાદ જીતુને અફસોસ અને આપઘાત કરવાના વિચાર આવવા લાગ્યા હતા પણ પછી પત્ની અને બાળકી નજર સામે તરી આવી હતી. મારા જીવનમાં અને ન્યાયિક પ્રકિયામાં જે લખાયુ હશે તે થશે. તેવુ જીતુ માને છે. એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં જીતુને જેલહવાલે કરાયો છે.
આ સમગ્ર ઘટનાની તપાસ કરનાર કાઇમ બ્રાંચના તપાસનીસ પોલીસ અધિકારીઓ કહે છે,ર્ ર્ યુવતીને આપઘાત કરવા માટે મજબુર કર્યાની ફરિયાદની હેઠળ જીતુ જેલમાં છે. હજુ વધુ તપાસ ચાલી રહી છે. પુરાવા એકત્રિત પણ કરવાની કામગીરી ચાલી રહી છે. કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યા બાદ કોર્ટમાં કેસ કેસ ચાલશે.ર્ ર્
કેસ તો ચાલશે અને આરોપી સામે કાયદા મુજબ કાર્યવાહી થશે, પરંતુ એક કોડભરી કન્યાનો કેસ બંધ થઇ ગયો તેનું શું? પરિણીત પુરુષોના પ્રેમમાં પડતી યુવતીઓ માટે આ કેસ આંખ ઉઘાડનારો બની રહેવો જોઇએ.