નળિયાવાળા ઘર, ખાટલા, લોકલવાળી ઘડિયાળો, પિતળના વાસણો.. . આ બધું એક સમયે મોભો ગણાતો. આજે લગભગ લુ થવાના આરે છે. આના કારણે તેના બનાવનારા કે કારીગરેને પૂરતું વળતર મેળવવામં મુશ્કેલી પડી રહી છે.
લુ થતી જતી પ્રાચીન કારીગરીવાળી ચીજવસ્તુઓ
આ દાયકાના છેલ્લા વર્ષમાં આપણે પ્રવેશ્યા છીએ ત્યારે છેલ્લાં નવ વર્ષ દરમિયાન થયેલાં પરિવર્તનો નજર સામે તરવરે. માઉસ એટલે ઉંદર નહીં, પણ કમ્પ્યૂટરને સંચાલિત કરવાનું એક સાધન અને કી બોર્ડ એટલે ટાઇપરાઇટરનું કી બોર્ડ નહીં, કમ્પ્યુટરનું કી બોર્ડ. મિસ કોલ જેવો શબ્દ આ નવ વર્ષ પૂર્વે કદાચ નહોતો. પિતળના વાસણો લગભગ અદશ્ય બન્યાં છે. દળણા દળતી વખતે ગાવતા પ્રભાતિયા મઘૂર સૂરો કયાંથી યાદ હોય જયારે સવાર જ મોડી પડતી હોય, કારણ કે લાઇફસ્ટાઇલ જ સાવ બદલાઇ ગઇ છે.
ટેકનોલોજીના આ સમયમાં પ્રાચીન કારીગરીવાળી વસ્તુઓ અને કારીગરો નામશેષ થઇ રહયા છે. અગાઉ આરોગ્યને માટે લાભકારી નળિયાવાળા ઘરો બનતા. જેનું સ્થાન ધીમેધીમે આજે સિમેન્ટની છતે લઇ લીધુ છે. એવું જ કંઇક આજે ખાટલાઓનું છે જેના સ્થાને આજે ફર્નિશ્ડ બેડે લઇ લીધુ છે. તો નેતરની ખુરશીને સ્થાને આજે પ્લાસ્ટીકસ્ટીલ કે લોખંડની ખુરશીઓની બોલબાલા છે. પહેલા અનાજ દળવા માટે હાથેથી દળાતી ઘંટીનો ઉપયોગ થતો હતા. પરંતુ આજે તે આઉટ ઓફ ડેડ બની ચૂકી છે. આરસપહાણ બનાવતા નવા શિલ્પીઓ પણ આજે કયાય શોધયા જડતા નથી.
આજે આવી ઘંટી, નળિયાવાળા ઘરો, ખાટલા, લખોટી, ભાગ્યે જ કયાક જોવા મળે છે. આ બધી જ વસ્તુઓ સાથે સંકળાયેલા લોકો પણ પોતાના વ્યવસાયમાં પૂરતી રોજગારીઆવક મળવાના અભાવે બીજા વ્યવસાય તરફ વળયા છે તો પછી કેટલાક જૂજ સંખ્યામાં બચેલા જૂના કારીગરો હજૂ પોતાના વ્યવસાય સાથે કેટલાક કારણોસર જોડાઇ રહયા છે. અભિયાને આવા કેટલાક કારીગરોને શોધી કાઢી તેમના વ્યવસાયની વિટંબણા જાણવાની કોશીષ કરી છે.
પહેલાના સમયમાં વહેલી સવારે નિરવ શાંતિમાં પંખીઓ સિવાયના અવાજથી પણ લોકો જાગી જતા ઘંટીનો અવાજ સાંભળી. હા, પહેલા લોકો દરરોજ સવારે અનાજ દળીને તાજા લોટના અનાજની જ રસોઇ બનાવતા. જોકે આજના સમયમાં તો દરરોજ અનાજ દળવાની વાત તો ઠીક પણ દળેલો તૈયાર લોટ પણ બજારમાં ઉપલબ્ધ હોય છે.
અગાઉ દરેક ગામડાઓના ઘરોમાં ખાટલા હતા. ખાટલા એ મહેમાનોની માન આપવાનું એક સાધન પણ કહેવાય છે. ખાટલાની જરુર ન હોય ત્યારે તેને ઉભા રાખવામાં આવે. જયારે કોઇ મહેમાન ઘરે આવે ત્યારે તે ફળિયામાં રાખેલો ખાટલો આવેલ મહેમાનના માનમાં ઢાળવામાં આવે અને તેના ઉપર રંગબેરંગી રજાઇ પાથરી મહેમાનોને બેસાડી તેને માન આપવામાં આવતું. જયારે આજે તો ફર્નિશ્ડ ઘરમાં આવીને મહેમાનોએ સીધા બેસી જવાનું જ રહે છે. ખાટલામાં બંધાયેલી દોરી મોટાભાગે શણની હોય છે, કેટલીક વખત રંગબેરંગી પણ જોવા મળે. આ દોરીએ પ્રાચીન કારીગરી છે. આજે તો ખાટલા બનાવનાર કે તેમાં દોરીની કારીગરી કરનાર કારીગરો ભાગ્યે જ કયાક જોવા મળે છે.
રાજકોટ જેવા મેટે સિટિમાં ખાટલા અને ખુરશી રિપરીંગનું રપ વર્ષથી કામ કરતા કારીગર અભિયાનની મુલાકાતમાં કહે છે, ર્ ર્ વર્ષો પહેલા હું આ કામમાં એટલા માટે આવ્યો કે આમાં મૂડી રોકાણ ન કરવું પડે. અને બીજા વ્યવસાયમાં કરવુ પડે એટલી મૂડી મારી પાસે હોય નહી. રપ વર્ષથી હું અહી શારદાબાગ પાસે ખાટલા અને ખુરશી રિપેરીંગનું કામ કરુ છુ. પહેલાના સમયમાં આ વસ્તુની ડિમાન્ડ હતી એટલે અમને તેના સમારકામ અને વળતર મળતું. પરંતુ હવે આ બધી વસ્તુના સ્થાને પ્લાસ્ટીકની ખુરશી અને લોખંડલાકડાના પલંગે લઇ લેતા અમારો વ્યવસાય નામશેષ થઇ ગયો છે. બહુ કામ મળતુ નથી. એટલે જ સવારથી બપોર સુધી હું અહીં આ કામ માટે બેસુ. પછીના સમયમાં મેં દોઢ લાખની રિક્ષા લઇને ચલાવુ છુ. આ કામમાં કોઇ ભવિષ્ય નથી. એટલે જ મે મારા બાળકોને આ કામમાં લાવ્યો નથી. ર્ ર્
છત્રીના સમારકામના કારીગરોનો પણ અભાવ લોકોને સાલતો રહે છે. નજીવા રિપેરીંગના વાંકે લોકો ચોમાસામાં છત્રીના કારીગરો શોધતા હોય છે. રાજકોટના છત્રી રિપેરીંગના કારીગર હિંમતભાઇ મહેશ્વરી કહે છે, ર્ ર્ મારા પિતા ૬૦ વર્ષથી છત્રી રિપેરીંગનું કામ કરતા હતા. છત્રી રિપેરીંગનું કામ હું મારા પિતા પાસે જ શીખ્યો. જોકે આ કામ સિઝનલ હોવાથી વરસાદ વખતે જ છત્રીઓના ગ્રાહકો મળી રહે છે. બાકી તો તાળાની ચાવી બનાવવાનું કામ અમે કરીએ છીએ. સિઝનલ ધંધો હોવાથી આમાં કંઇ ખાસ વળતળ મળતું નથી. મારા બાળકોને હું આ વ્યવસાયમાં આવે તેવું નથી ઇચ્છતો.ર્ ર્
રાજકોટમાં ચાર પેઢીથી શિલ્પકલાની પેઢી ધરાવતા રાજકોટ મૂર્તિ ભંડારના શિલ્પકાર ચંદેશભાઇ રોઠોડને તથા તેમના સ્વર્ગસ્થ પિતા પુરુષોતમભાઇ રોઠોડને ગુજરાત ગવર્ન્મેન્ટ દારા હસ્તકલા માટે એવોર્ડ એનાયત થયા છે. તેઓ કહે છે, ર્ ર્ હવે કલાને જાણનાર બહુ ઓછા લોકો રહયા છે. અમે આરસમાંથી શિલ્પ કરીએ છીએ. આરસ મોંઘુ હોય છે. જયારે આજના બજારમાં કવોલેટી કરતા ચાલુ અને સસ્તુ માંગે છે. અને પ્લાસ્ટીક તથા ડિઝિટેલાઇઝેશનના કારણે પણ માર્બલની ડિમાન્ડ ઘટી છે. પહેલા શિલ્પની, કલાની ડિમાન્ડ હતી. હવે તો આ વ્યવસાયમાં વળતળ કે રોજીરોટી કોઇ કમાઇ ન શકે. અમારે તો ૭૦ વર્ષથી આ વ્યવસાય હતો. મારા દાદા વખતથી ચાલ્યો આવતી કલાના કારણે અમારે ગુજરાન ચલાવવામાં તકલીફ નથી પડતી. પરંતુ નવા લોકો હવે આ ફિલ્ડમાં આવતા નથી. અમારી સાથે વર્ષોથી બે કારીગર પણ છે. નવા શિલ્પના કારીગરો મળતા નથી. કારીગર હોવા છતાં મૂર્તિમાં ભાવો તો અમારે જ નાખવા પડે.ર્ ર્
ઉમેરો
તાંબાપિતળના વાસણો બનાવનારા કારીગરો પણ હવે ભાગ્યે જ કયાક જોવા મળે છે. લુ થતી જતી ચીજવસ્તુઓમાં આ વાસણોનો પણ સમાવેશ કરી શકાય. એક તો સ્ટીલના વાસણો સસ્તા આવે, બીજુ તે કિંમતમાં તાંબાપિતળના વાસણ કરતા ઘણા સસ્તા પડે. અને સ્ટીલના વાસણ બનાવવામાં પણ તાંબાપિતળના વાસણ કરતા ઘણા સરળ રહે. સ્ટીલના વાસણની સફાઇ પણ અન્ય વાસણો કરતા ઝડપથી થતી હોય હવે તાંબાપિતળના વાસણોની માંગ ખૂબ ઓછી થઇ ગઇ છે. તેના કારીગરો પણ શોધયા જડતા નથી. રાજકોટમાં તાંબાપિતળના વાસણ બનાવનાર ચંદુભાઇ કંસારા અભિયાનની મુલાકાત વેળાએ કહે છે, ર્ ર્ છેલ્લા દસેક વર્ષથી તાંબાપિતળના વાસણની ડિમાન્ડ બિલકુલ ઘટી ગઇ છે. છતાં અમારી ૧૦૦ વર્ષ જૂની આ પેઢીને ટાકાવવા અમે પ્રયત્નશીલ છીએ. હું ૩૦ વર્ષથી આ વ્યવસાયમાં છુ. અમારી ચાર પેઢીથી અમે આ કામ કરીએ છીએ. મારો ભાઇ પણ મારી સાથે આ કામમાં જોડાયો છે. પરંતુ મેં મારા દીકરાને આ કામમાં જોડયો નથી. તે શેરબજાર તથા કોમ્પ્યુટર ઓપરેટર તરીકે સર્વિસ કરે છે. આ કામ બહુ મહેનત માંગી લે છે. અને તેના કરતા પણ આમા રોજગારીની તક ન હોવાથી અમે દીકરાને આ લાઇનમાં નથી આવવા દીધા. અમારે મંદિરના વાસણો જેવા કે હવન કુંડ, જલથારા, થાળા, છતર, શંકરભાણા, દિવેલ ઉપરાંત થાળી, લોયા, બેળા વગેરે બનાવીએ છીએ. તાંબાપિતળના વાસણો એ હાથ ઘડતરની કારીગરી છે. એટલે તેનું ઘડતર બહુ જ મહેનત માંગી લે છે. અને મજૂરી પણ બહુ ઓછી મળે છે. ર્ ર્
અગાઉ લોલકવાળી ડંકા ઘડિયાળ આવતી હતી. હવે તો આવી ઘડિયાળ ભાગ્યે જ કોઇના ઘરે જોવા મળે. અને તેના કારીગરો પણ હવે બહુ ઓછા મળે. રાજકોટના મહમદ હુસેનભાઇ મેતર છેલ્લા ૪૦ વર્ષથી ઘડિયાર રિપેરીંગનું કામ કરે છે. તેઓ ઇકબાલ વોચ દુકાન ૬૦ વર્ષ જૂની છે. તેઓના પિતા પણ ઘડિયાળ રિપેરીંગનું જ કામ કરતા. મહમદ હુસેનભાઇ તેમના પિતા પાસેથી જ ઘડિયાળ રિપેરીંગનું કામ શીખ્યા હતા. તેઓ કહે છે, ર્ ર્ લોલકવાળી ઘડિયાળનું રિપેરીંગ કામ પણ હું મારા પિતા પાસેથી શીખ્યો હતો. મારી પાસે હવે વર્ષમાં માંડ એકાદબે વ્યકિત લોલકવાળી ડંકા ઘડિયાળ રિપેર કરાવવા આવે. જેણે જૂની ઘડિયાળ સાચવી હોય તેઓ યાદગીરી માટે થઇને જૂની ઘડિયાળ કાઢતા હોતા નથી. જોકે આવી ઘડિયાળો બહુ ઓછા લોકો પાસે હોય છે. ર્ ર્
Thursday, March 4, 2010
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment