સંકટ કટે મીટે સબ પીરા, જો સુમિરે હનુમંત બલબીરા, કળિયુગમાં સરળતાથી પ્રસણ થતા ભગવાન હનુમાનજીના ચાલીસા અને સુંદરકાંડ તો અવારનવાર થતા હોય છે, હવે તેમની કથા પણ થઇ રહી છે
જો ગણતરી કરવામાં આવે કે ભારતમાં સૌથી વધુ કોના મંદિર છે અને સૌથી વધુ કયા ભગવાનના ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે તો નિસંકોચ કોઇ પણ કહી બેસે કે હનુમાનજીના મંદિર અને હનુમાનજી જયંતિ. હનુમનાજીને કષ્ટભંજન દેવ, પવનપુત્ર, અંજલિપુત્ર વગેરે અનેક નામોથી ઓળખાય છે. શેરીએ અને ગલીએ હનુમાનજીના મંદિરો અન ઉપાસકો જોવા મળે છે. હનુમાનજીની ઉપાસના માત્ર હિંદુઓ જ કરે છે તેવું નથી વિદેશમાં પણ કિશ્ચિયનો, યહુદી, મુસ્લિમો દારા હનુમાનજીની ઉપાસના કરવામાં આવે છે. તેવુ ૧ર જેટલા મુસ્લિમા રાષ્ટોમાં હનુમાન ચરિત કથા કરનાર દિલ્હીનાઆચાર્ય વિજયજીની થયેલી કથાના અનુભવ ઉપરથી જાણવા મળે છે. મુસ્લિમ લોકો હનુમાનજીની કથા સાંભળે, હનુમાન ચરિત કથાના આયોજન કરે તે આશ્ચર્ય પમાડે પરંતુ ખરેખર આવુ છે.
મુસ્લિમ રાષ્ટોમાં કોમી એકતા સધાય તે માટે વધુમાં વધુ રામ કથા મુસ્લીમ રાષ્ટોમાં થાય તે માટે મોરારી બાપુ પ્રયત્નશીલ છે. તેવું જ કઈંક ડોંગરેજી મહારાજ લાલત ગૌશાળા, સિધ્ધપુર દારા પ્રેરિત હનુમાન ચરિત કથાનું છે. પહેલા તો લોકોને હનુમાન ચરિત કથા સાંભળીને જ કંઇક આશ્ચર્ય થશે? કારણ કે સામાન્ય રીતે સત્યનારાયણ કથા, શ્રીમદ ભાગવત કથા, રામ કથા થતી હોય છે. પરંતુ હનુમાન કથા થતી હોય તો તે આશ્ચર્ય પમાડે ખરુ. અને આ હનુમાન કથા બાર મુસ્લિમ રાષ્ટોમાં થઇ હોય તો તે વધુ અચરજ પમાડે. જે બાર મુસ્લિમ દેશોમાં હનુમાન ચરિત કથા થઇ છે તે પૈકી ઇન્ડોનેશિયા, મલેશિયા, યુએઇ (દુબઇ, અબુધાબી, શારજહા), મસ્કત, ઓમાત, બહેરીન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઇરાન, બાંગ્લાદેશ, યુકેઇન, કજાકિસ્તાનનો સમાવેશ થાય છે.
૧ર વખત મુસ્લિમ દેશોમાં ભલે હનુમાન કથા થઇ હોય પરંતુ સુરતમાં, સુરતમાં આ હનુમાન કથા પ્રથમ વખત થઇ રહી હોવાનું આયોજકો કહે છે. આ કથાની સુરતમાં તડામાર તૈયારીઓ થઇ રહી છે. સુરતના ... .. .. .. .. .. .. .. .. મેદાનમાં તા. ૧૬મીથી હનુમાનચાલીસા કથા(સાહ) કથાનું રસપાન ડોંગરેજી મહારાજ લાલત ગૌશાળા, સિધ્ધપુરના ઉપકમે અને ગૌશાળાના લાભાર્થે દિલ્હીના આચાર્યા વિજયજી કરાવશે. આ કથા તા. ૧૭ સુધી ચાલશે. આ ઉપરાંત દરરોજ સવારે ૬ થી ૭.૩૦ સુધી યોગ અને ધ્યાન શિબિર યોજાશે.
આ હનુમાન ચરિત કથા શરુ કરવાનો વિચાર પાટણ જિલ્લાના સિધ્ધપુરના શ્રી લાલન સરસ્વતીધામના પૂર્વ કુલગુરુ અને , પ.પૂ. ડોંગરેજી મહારાજ લાલન ગૌશાળાના ટસ્ટી લાલજીભાઇ પટેલને ૫ાચેક વર્ષ પહેલા આવ્યો હતો. લાલજીભાઇએ એમએસ.સી.(મેેથેમેટિકસ) કર્યા બાદ શિક્ષક અને પછી કુલગુરુ તરીકે રહયા. હવે તેઓ હનુમાન કથાના સંકલનકાર તરીકે કામ કરી રહયા છે. તેઓ આ હનુમાન કથા અંગે વાત કરતા અભિયાનને કહે છે, ર્ ર્ હું હનુમાન ભકત છુ. મારા દાદાના દાદા વખતથી અમે હનુમાનજીના ઉપાસક રહયા છીએ. અને તેઓની કથામાં રામથી પણ વધુ મેં હનુમાનજીના ગુણગાનના પ્રસંગો સાંભળયા. અને પછી છેલ્લા સાતેક વર્ષથી અમે હનુમાન કથા કરી રહયા છીએ. ધાર્મિક અને સામાજિક હેતુથી પ્રેરાઇને અમે હનુમાન ચરિત કથા કરીએ છીએ. ૨૦૦૫ની સાલમાં સૌપ્રથમ અમે ત્રણ હનુમાન ચરિત કથા અમે સિધ્ધપુર, અમદાવાદ અને સુરતમાં કરી હતી. આ ત્રણે્ય કથામાંથી ૪પ લાખ રુપિયાની આવક થઇ તે હરિદારની દિવ્ય પ્રેમ સેવા મિશન કે જે કુષ્ઠ રોગી બળકોની હોસ્પિટલ ચલાવે છે તેમને દાન દેવામાં આવ્યા હતા.ર્ ર્ર્
હનુમાન ચરિત કથાનું રસપાન છેલ્લા છ વર્ષથી આચાર્ય વિજયજી પૂરી દુનિયામાં કરાવી રહયા છે. તેઓએ કુલ ૩૦પ હનુમાન ચરિત કથા કરી છે. ભારત સહિત વિશ્વના ૪૪ દેશોમાં તેઓએ હનુમાન કથા કરી છે. હનુમાન કથા કરવાનો વિચાર કેમ આવ્યો એ વિશે આચાર્ય વિજયજી કહે છે, ર્ ર્ર્ પાંચહજાર વર્ષથી ભાગવતકથા, રપ૦૦ વર્ષથી રામકથા થતી આવી છે. ગીતાના પ્રવચન પણ થતા આવે છે. શિવ પુરાણની કથા પણ થાય છે. પરંતુ આ બધામાં જ એક માત્ર હનુમાનજીનું કેરેકટર એવું છે કે જેમાં કોઇ નકારાત્મક બાબત નથી, પ્રેરણાત્મક પાત્ર છે. અને વિશ્વનો એક માત્ર પ્રભુ હનુમાનજી થઇ શકે, વિશ્વ ગુરુ બની શકે. હું હનુમાન ભકત તો હતો જ. હનુમાનજીના ૭૦૦ પુસ્તકોનો મેં અભ્યાસ કર્યો હતો. એક વખત લંડનમાં મારી યોગ શિબિરમાં હનુમાનજી વિશે ચર્ચા થઇ અને હનુમાન કથા કરવાનું નકકી કર્યુ. આમ મારી પહેલી હનુમાન કથા મેં લંડનમાં કરી હતી.ર્ ર્
દિલ્હીના આચાર્ય વિજયજીના હાલમાં અમદાવાદમાં હનુમાન ચરિત કથા પૂર્ણ થઇ છે. તેઓ છેલ્લા છ વર્ષથી અમારી સાથે હનુમાન કથા કરી રહયા છે. તેઓ મોટાભાગે વર્ષ દરમિયાન વિદેશમાં કથા માટે જતા હોય છે. તેઓ ૧૩ વર્ષથી વિશ્વભરમાં યોગ અને મેડિટેશન માટે કામ કરી રહયા છે.
આચાર્ય વિજયજી હૅિદી અને અંગ્રેજી બંનેમાં કથા કરે છે. મુસ્લિમ રાષ્ટોમાં તેઓએ જ કથા કરી છે. તેઓને કાશીના પંડિતો દારા આચાર્યની પદવી અપાઇ છે. તેમણે એમએસ.સી (કેમેસ્ટી), એલએલબી, કર્યુ છે. તેઓ ગાયનોકોલોજીસ્ટ પણ હતા. મહિલાઓની સમસ્યાઓના તેઓ જાણકાર છે. તેઓએ હિમાલયમાં ૪ વર્ષ સાધના કરી હતી. ૧૦૦૦ યોગ શિબિર કરી છે.
નૈનીતાલમાં તેમણે હનુમાન સેવા પ્રતિષ્ઠાન સ્થાપનાર છે. દિલ્હીમાં હરિકૃપા ફાઉન્ડેશન ચલાવે છે. જેમાં વિવિધ સેવાકાર્યો કરવામાં આવે છે.
આ હનુમાનજીના માહાત્મય વિશે કેટલીક અચરજ પમાડે તેવી વાતો આચાર્ય વિજયજી પાસેથી જાણવા મળી તે જોઇએ
દર શનિવાર વાળ ન કપાવવા અને માથામાં તેલ ન નાખવુ તે ખોટી વાત છે, અંધશ્રધ્ધાવાળી વાત છે, કાળકમે ઉભી કરેલી વાત છે.
દુનિયાના ૬૮ દેશોમાં હનુમાનજીના મંદિર આવેલા છે. અને ત્યાં હનુમાનજીની પૂજાઅર્ચના થાય છે.
૧ર૬ દેશોમાંથી હનુમાનજીના પ્રતિક ચિન્હો પ્રા થયા છે.
મહિલાઓએ પાછળ હાથ રાખીને હનુમાનજીના દર્શન કરવા તે પણ ખોટી વાત છે આપણા ધર્મમાં આપણ ઇશ્વરને શાષ્ટાંગ કરીએ છીએ. પાછળ હાથ રાખીને નમન કરવા તે બાદશાહના સમયે માન આપવાની પરંપરામાંથી આવ્યુ છે.
માધવપુર ઘેડમાં એક આઇરીશ મહિલાએ હનુમાનજીનું મંદિર બનાવી પૂજારી તરીકે જીવન વ્યતિત કરે છે
સીતાજી સેથીમાં સિંદૂર પૂરતા જોઇ હનુમાનજીએ સિંદૂર લગાવવાનું કારણ પૂછતા સીતાજીએ રામના સુખ માટે સિંદૂર પૂરવાનું જણાવતા હનુમાનજીએ રામના સુખ માટે આખા શરીરે સિંદૂર લગાવી લીધુ
અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા હનુમાનજીના ઉપાસક છે. પોતાના ખિચ્ચામાં તેઓ માત્ર હનુમાનજીનો ફોટો જ નહીં પણ હનુમાનજીના ફોટા વાળી બુકલેટ રાખે છે જે તેની મેકિસકન નાનીએ તેને આપી હતી
ભારતમાં સૌથી વધુ કોઇ શ્લોક કે સ્તુતિ પ્રચલિત હોય તો તે ગાયત્રી મંત્ર છે તેવી જ રીતે વિદેશમાં હનુમાન ચાલીસાની સ્તુતિ સૌથી વધુ લોક જીભે છે
૧૯૯૩માં સેંટપોલર ને ધર્મસભામાં પૂછવામાં આવ્યે કે સૌથી વધુ કઇ પ્રાર્થના પ્રચલિત છે? તો તેણે પોતાના ઇસુની પ્રાર્થનાના બદલે હનુમાન ચાલીસા હોવાનું કહયુ હતું.
મેકિસકોમાં રાવણના સમયનો પાતાલલોક હોવાની લોકવાયકા છે ત્યા પ્રાચીન હનુમાનજીનું મંદિર આવેલુ છે. મેકિસકો કિશ્ચિયન અને મુસ્લિમોનો દેશ હોવા છતાં કિશ્ચિયનો અને મુસ્લિમો દારા હનુમાનજીની પૂજા કરવામાં આવે છે.
અમેરિકાનું એક સ્ટેટ ન્યુ મેકિસકો છે ત્યાં હનુમાનજીના હવન અને મેળા માટેનું ફંડીગ ખુદ સરકાર કરે છે.
ભારતમાં જેમ દરેક હિંદુના ધરે તુલસી કયારો હોય તેમ મોરેસિયસમાં દરેક હિંદુના ઘરે હનુમાનજીની મૂર્તિ હોય છે.
બાંગ્લાદેશના ાકાથી ૧૦૦ કિમી દૂર હનુમાન મંદિર છે ત્યાં દર વર્ષે હનુમાન મેળો ભરાય છે.
Thursday, March 4, 2010
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment