જામનગરની ગર્ભવતી મહિલાને એઇડસ હોવાની જાણ થતા કપાડ ઉપર એચઆઇવી પોઝિટિવ હોવાનું સ્ટીકર ચોટાડી હતધૂત કરાઇ
માત્ર શારીરિક અત્યાચાર દારા જ મહિલાઓ પર બળાત્કાર નથી થતો કેટલીક એવી ઘટનાઓ હોય છે કે મહિલાઓને હતધૂત અને અપમાનિત કરીને માનસિક રીત મહિલા ઉપર બળાત્કાર ગુજારાયો હોય તેવી ઘટનાએ તબીબોના લલાટે કલંકની સાથે ગુજરાતમાં ચર્ચા જગાવી છે. યુવતી પર અત્યાચારનો જુદા જ પ્રકારનો કિસ્સો બહાર આવ્યો છે. જામનગરની એક ૪૦ વર્ષીય ગર્ભવતી મહિલા જી.જી. હોસ્પિટલમાં પોતાના રુટીન ચેકઅપ માટે આવી ત્યારે તેના રિપોર્ટમાં ડોકટરોને એચઆઇવી પોઝિટિવ ડિટેકટ થયું હતું. મહિલાને એઇડસ છે તે ખબર પડતા જ હોસ્પિટલના મહિલા ડોકટરો કે જેને ભગવાન પછીનો દરજજો આપવામાં આવ્યો છે તેનું વર્તન એકાએક ફરી ગયુ હતું. અરે એઇડસ ચેપી રોગ હોય તેમ તબીબો ભડકી ઉઠયા હતા. આ મહિલા સાથે તબીબો દારા અમાનવીય વર્તન કરવા લાગ્યા.
હોસ્પિટલની ગાયનેક નલિની આનંદે પોતે મહિલા હોવા છતાં એઇડસગ્રસ્ત મહિલાને નિદાન આપવાનો ઇનકાર કરી દીધો હતો. ડો. દિીબહેન જોશી અને નર્સ પ્રફુલ્લાને પણ તેની સાથે જોડાયા હતા. એચઆઇવી પોઝિટિવ દર્દીની ઓળખ જાહેર કરવામાં આવતી નથી તેને બદલે આ તબીબોએ ભેગા મળીને એઇડસગ્રસ્ત ગર્ભવતી મહિલાના કપાળે એચઆઇવી પોઝિટિવ હોવાની પટી લગાવી દીધી હતી.
મહિલા તબીબો દારા જ એક લાચારબેસહાય મહિલા દર્દીને ધુત્કારાય, તેનું અપમાન કરાયુ. તે ઓછું હોય તેમ તેના કપાળે એઇડસગ્રસ્ત હોવાનું લેબલ લગાવાયુ. અને એ પછી ઓછું હોય તેમે તેના કપાળે લગાવેલા સ્ટીકર સાથે જાતે જ મહિલાએ હોસ્પિટલના ચકકર મારીને એઇડઝનો રુમ ગોતી લેવાનો હતો. અપમાનના ભાર સાથે મહિલાએ હોસ્પિટલમાં એઇડસ રુમ શોધીને થાકી ગઇ હતી. હોસ્પિટનલના કેટલાક લોકોએ તેની સાથે સહાનુભૂતિ દર્શાવી હતી. પરંતુ હોસ્પિટલના જ તબીબોએ અમાનવીય અને તિરસ્કારયુકત વર્તન દર્શાવ્યું હતું.
ગર્ભવતી એઇડસગ્રસ્ત મહિલા સાથે થયેલ આ ઘટનાની જાણ એઇડસગ્રસ્ત સંસ્થાઓના જાણમાં આવતા તેના કાર્યકરોને થતાં તેણે જવાબદાર તબીબોને તેના કૃત્યો બદલ માફી માંગવાન માગણી કરી હતી. જોકે ગાંધીનગર આરોગ્ય વિભાગ તંત્રએ પણ આ મામલા અંગે ગંભીર નોંધ લઇ યોગ્ય તપાસની ખાત્રી આપી હતી. તંત્રએ આ ઘટનાના પગલે બે મહિલા તબીબ અને એક નર્સને ફરજિયાત રજા ઉપર ઉતારી દીધી છે.
ભગવાન પછી જે વ્યકિત ઉપર ભરોસો મૂકવામાં આવે છે તે તબીબો કે જે મહિલા હતી તેણે ગર્ભવતી મહિલા દર્દીના કપાળે એઇડસગ્રસ્તના કપાળે લગાવી તબીબો જગતના કપાળે કલંક લગાવી દીધું છે. આ ઘટનાને લઇ અનેક સંસ્થાઓએ ભારે હોબાળો મચાવ્યા બાદ પિડિટ યુવતી અને તેનો ભાઇ સ્તભધ અને હતપ્રત થઇ ગયો હતો. અને જામનગરમાંથી હાલ હિજરત કરી રહયા હોવાનું જાણવા મળે છે. તબીબોની બેદરકારીએ આ પરિવારને ગર્તામાં ધકેલી દીધો છે.
રાજકોટ એઇડસ પ્રિવેન્સન કલબના પ્રમુખ અરુણ દવે અભિયાન સાથેની વાતમાં કહે છે, ર્ ર્ જામનગરની જે ઘટના છે તે અમાનવીય છે. આવી ઘટનાના જવાબદારો સામે આકરા પગલા લેવાવા જોઇએ. આ માનવઅધિકારનો પ્રશ્ન ઉભો કરે છે. એઇડસગ્રસ્ત વ્યકિતઓને સમાજમાંથી તો કેટલાક લોકો ધુત્કારે છે પણ જયારે તબીબો આવું વર્તન કરે તે બાબત વધુ ગંભીર છે.ર્ ર્
Thursday, March 4, 2010
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment