નવીન મીઠાઇ, ફરસાણ અને મુખવાસની મેજબાની
દિવાળી હવે નજીક આવી ગઇ છે. આ વખતે મહેમાનોનું સ્વાગત કરવા શું બનાવવાનું વિચાર્યુ ? હજુ અસમંજસ છે ? કંઇક નવું બનાવવું છે ? તો લો આ રહયો તમારી સમસ્યાનો ઉકેલ.
તહેવારોની મહારાણી દિવાળી ઉપર દરેક વગૃના લોકો યથા શકિત વિવિધ પ્રકારની વાનગીઓ બનાવતા હોય છે. નાસ્તામાં પણ બધાની પસંદગીનો ખાસ ખ્યાલ રાખવામાં આવતો હોય છે. એક જમાનો હતો જયારે આપણે ત્યા દિવાળી નિમિતે બનાવાતી વાનગીઓ નકકીજ હતી. મોટાભાગે ચેવડો, સેવ ફરસી પૂરી, મગજ મેસુબ, ઘારી, ટોપરાપાક વગેરે. પરંતુ તેમાં બહુ વૈવિધ્ય નહોતું. પરંતુ હવે સમય બદલાય છે. દુનિયા નજીક આવી તેમ એકબીજા પ્રદેશો નજીક આવ્યા. એકબીજાની વાનગી લોકો બનાવતા થયા. હવેની વાનગીઓમાં એટલુ બધુ નાવિન્ય અને વિવિધતા આવી ગઇ છે કે ગૃહિણીઓ માટે બનાવવુ મુશ્કેલ થઇ પડે. પરંતુ દિવાળીના તહેવારમાં મીઠાઇની જબરજસ્ત માંગના લીધે મીઠાઇવાળા વેપારીઓ ના માલની ગુણવતા, સાફસફાઇ, વપરાતા માલની ગુણવતા વિશે પ્રશ્નો ઉપસ્થિત થાય છે. કોઇ મીઠાઇવાળા સારી ચીજો વાપરે તો તે ધનિકો સિવાય કોઇને પરવડે નહી. રાજકોટના કૂકીંગક્ષેત્રના જાણકાર હિરલ દવે દારા અહીં કેટલીક મીઠાઇ, ફરસાણ અને મુખવાસની રેસીપી આપવામાં આવી છે.
૧. કાજુ કતરી
સામગ્રી ઃ પ૦૦ ગ્રામ કાજુ, પ૦૦ ગ્રામ ખાંડ
રીત ઃ કાજુને ર૦ મિનિટ સુધી પાણીમાં પલાળી રાખો. એ પછી કાજુની પેસ્ટ બનાવી લો. હવે એક વાસણને ગેસ પર મૂકો. ગરમ વાસણમાં કાજુની પેસ્ટ અને ખાંડ ધીમા તાપે હલાવો. પછી ગેસ પરથી ઉતારી લો. એક થાળીની પાછળની તરફ ઘી લગાવી તેની ઉપર કાજુનો મોટો લુઓ લઇને વેલણથી વણી તેન ઉપર ચાંદીનો વરખ લગાવી ચોસલા પાડો.
ર.ચોકલેટ કોપરાના લાડુ
સામગ્રી ઃ ર કપ કોપારાનું છીણ, અડધો કપ કન્ડેન્સ મીલ્ક, ૩ચમચી અમુલ મિલ્ક પાવડર , એક ચમચો કોકો પાવડર, એક ચમચી ચોકલેટ પાવડર, અડધો કપ અખરોટના ઝીણા કટકા
રીત ઃ એક બાઉલમાં બધી જ વસ્તુઓ મીકસ કરી કન્ડેન્સ મીલ્ક મીકસ કરવું. ધી વાળા હાથ કરી મોટા લાડુ વાળવા. કોપરાના ખમણમાં લાડુ રગદોળવા અને ફીઝમાં ઠંડા કરવા મૂકવા અને સર્વ કરવા. પ થી ૭ દિવસ સુધી લાડુ બગડતા નથી.
૩. ખજૂરની ચોકલેટ બરફી
સામગ્રી ઃ પ૦૦ ગ્રામ લાલ ખજૂર, ૧ કપ દુધ, ૧પ૦ ગ્રામ ખાંડ, ર૦૦ ગ્રામ માવો, ૧ ચમચી ડિન્કિંગ ચોકલેટ પાઉડર, અખરોટ, કાજુના ટુકડા, ઘી, ચાંદીનો વરખ
રીત ઃ ખજૂરના બી કાઢી, દુધમાં બે કલાક પલાળી રાખવા. પછી તેને કશ કરી લો. એક વાસણમાં ઘી મૂકી ખજૂરનો કશ કરેલો માવો નાખવો. પછી તેમાં ખાંડ નાખવી. ખાંડ ઓગળે પછી માવો, અખરોટ, કાજુના ટુરડા નાખવા. ઘટ થાય એટલે ચોકલેટ પાવડર નાખી બરાબર મિકસ કરી ઉતારી લેવું. સર્વંિગ પ્લેટમાં ઘી લગાવી તેમા બરફો પાથરી દઇ તેના ઉપર ચાંદીનો વરખ લગાવવો.
૪. સુકામેવાના ઘુઘરા
સામગ્રી ઃ ૧ વાટકી મીકસ ડાયફુટ (કાજુ, બદામ, પિસ્તા, ચારોળી, કોપરાની છીણ), અડધી વાટકી દળેલી ખાંડ, ૧ ચમચી એલચી પાવડર, રપ૦ ગ્રામ મેંદો, ઘી
રીત ઃ મેંદામાં ધીનું મોણ નાખી લોટ બાંધી ર કલાક ઢાંકી રાખો. કાજુ, બદામ, પીસ્તા, ચારોળીની ખૂબા બારીક પાવડરમાં કોપરાની છીણ મીકસ કરવુ. કડાઇમાં ધી ગરમ મૂકી સુકા મેવાને ર મિનિટ સાતડવો. ઠંડુ થયા બાદ તેમાં ખાંડ મીકસ કરવી. ઇલાયચી ભૂકો નાખવો. મેંદાના લોટના લુઆ કરી પૂરી વણી તેમાં પૂરણ ભરી ઘુઘરા વાળવા. પછી ઘીમા તળી લેવા.
પ. માલપૂડા
સામગ્રી ઃ પ૦૦ ગ્રામ ઘઉનો લોટ, પ૦૦ ગ્રામ ઘી, પ૦૦ ગ્રામ ખાંડ, પ૦ ગ્રામ મરી
રીત ઃ હૂંફાળા પાણીમાં ખાંડ નાખી, ઓગાળી દેવી. આ ખાંડનું પાણી નાખી ઘઉના લોટને બેત્રણ કલાલ પલાળી, ખૂબ ફીણી, તેમા મરીનો ભૂકો નાખો. તવીમા ઘી ગરમ કરી તેના ઉપર ખીરુ પાથરી એક ભાગ શેકી પછી બીજો ભાગ શેકવો.
૬. સીંગ ભુજિયા
સામગ્રી ઃ પ૦૦ ગ્રામ સીંગદાણા, ૧૦૦ ગ્રામ ચણાનો લોટ, અડધી ચમચી હળદર, મીઠુ સ્વાદાનુસાર, તેલ
રીત ઃ ચણાનો લોટ માં બધા મસાલા મિકસ કરી થાળીમાં પાથરી દો. હથેળીમાં તેલ લઇ બધા સીંગદાણાને તેલ વાળા કરો. એપછી બધા સીંગદાણા ચણાના લોટમાં નાખી તેમાં થોડુ પાણી ઉમેરી સીંગદાણા અને ચણાના લોટને બરાબર મિકસ કરો. એક કડાઇમાં તેલ ગરમ કરી મસાલાવાળી સીંગ તળી લો. સીંગ ભુજિયા ઠંડા પડે એટલે એરટાઇટ ડબામાં ભરી લો.
૭. ફણગાવેલા મગમઠનો ચેવડો
સામગ્રી ઃ ૧પ૦ ગ્રામ મગ, ૧પ૦ ગ્રામ મઠ, પ૦ ગ્રામ મકાઇના પૌઆ, ૧૦૦ ગ્રામ સીંગદાણા, તેલ, ૧ ચમચો દળેલી ખાંડ, ચપટી લીંબુના ફુલ, મીઠુ, એક ચમચી હળદળ અને મરચાનો પાવડર, લીમડો, એક ચમચી ટોપરાનું છીણ
રીત ઃ સવારે મગને ડુબાડુબ પાણીમાં પલાળો. રાત્રે પાણી નીતારીને ઓછા કપડામાં પોટલી બાંધી લટકાવો. બીજા દિવસે સવારે ફુટી જશે. આ મગને કડક ચાવી શકાય તેમ તળી લેવાના. પૌઆ અને સિંગદાણા પણ તળો. તળેલી સામગ્રી તેલ ઉપર પાથરતા તેલ શોષઇ જશે. દરેક સામગ્રી મિકસ કરી વઘારનું તેલ ગરમ કરી તેમાં બધુ નાખી મિકસ કરી ચેવડો ઠરી જાય પછી એરટાઇટ ડબામાં ભરી લેજો.
૮. બાજરા અને મઠના લોટની સેવ
સામગ્રી ઃ બાજરાનો લોટ ૧પ૦ ગ્રામ, મઠનો લોટ ૧પ૦ ગ્રામ, ૩ ચમચા તેલનું મોણ, ર ચમચી ખાંડ, ૧ ચમચી મરી પાવડર, મીઠુ
રીત ઃ બાજરાનો લોટ અને મઠનો લોટ ચાળીને મીકસ કરો. તેમાં મોણ નાખ્યા બાદ મીઠુ, મરી અને ખાંડ નાખી લોટ બાંધવો. તેલ ગરમ કરીને સેવ પાડવી.
૯.ચણાની દાળની પુરી
સામગ્રી ઃ ૧ વાટકી ચણાની દાળ, અડધી ચમચી આખા ધાણા, પ નંગ તમાલપત્ર, ૧૦ મરચા, ચપટી જીરુ, તજ, લવિંગ અને મરી, મીઠુ, ર વાટકી ઘઉનો લોટ, ધી
રીત ઃ દાળને ર કલાક માટે પલાળી રાખો અને પછ બાફી લો. બહુ જ લચકા પડતી ના બફાઇ જાય તે જોવુ. બાફતી વખતે જ બધો મસાલો નાખી દેવો. બફાયા પછી ચારણીમાં કાઢી વાટી લેવુ. મીઠુ નાખી ધઉના લોટમા બે ચમચા ધી નાખીને પરોઠા જેવો લોટ બાંધી લો. નાના લુઆ કરી ઉપરનુ પુરણ ભરી પૂરી વણ લો. ધીમા બદામી રંગની તળી લો.
મુખવાસ
તંદુરસ્તીની દષ્ટિએ મુખવાસનું મહત્વ ઘણુ છે. મુખવાસ ખાઘા વગરનું જમવાનું અધૂરુ રહી જાય છે. લવિંય, વરિયાળી, તલ જેવા પદાર્થ દાંતના દુખાવા દૂર કરે છે. તેના લીધે દાંતમાં ઉપદવ થતો નથી.
૧૦.ખારી વરિયાળી
સામગ્રી ઃ વરિયાળી, મીઠુ, હળદર, લીંબુ
રીત ઃ વરિયાળીને થોડું પાણી છાટી પલાળયા બાદ સુકવવી. પછી તેમા મીઠુ, હળદર અને થોડા લીંબુનો રસ નાખો. કોરી થાય એટલે ધીમા તાપે શેકી લઇ, ઠંડી પડે એટલે બોટલમાં પેક કરી લો.
પોષકતા ઃ વરિયાળી સ્વાદમાં મીઠી ને કંઇક અંશે કડવી છે તેથી પાચનમાં સબળ બની રહે છે.
૧૧. મિકસ મુખવાસ
સામગ્રી ઃ પ૦ ગ્રામ ગુલાબી તલ, ૧પ જીનતાનની ગોળી, લીંબુ, મીઠુ, ધાણાદાળ, મગજતરી, ખારી રંગીન વરિયાળી, કાજુ
રીત ઃ તલને થોડા પાણીમાં પલાળી પછી તડકામાં સુકવવી. લીંબુના રસમાં થોડુ મીઠુ, થોડો ગુલાબી રંગ અને તલ નાખી બરાબર હલાવો. ત્યારબાદ તેને તડકામાં સુકાવી તેમાં બે ચમચા મગજતરી, ધાણાની દાળ, ખારી વરિયાળી, ગળી રંગીન વરિયાળી, જીનતનની ગોળી અને કાજુના કટકા નાખી મુખવાસ તૈયાર કરો.
૧ર. સુવાસિત કાથો
સામગ્રી ઃ પ૦૦ ગ્રામ કાથો, ૧૦૦ ગ્રામ જેઠી મધના લાકડા, સોનગડી કાથો અથવા ૪ એલચી, રપ ગ્રામ તજલવિંગ
રીત ઃ બધુ ખાંડી મેંદાની ઝીણી ચાળણીથી ચાળી બોટલમા ભરી લો
પોષકતા ઃ સોજા, મોઢાની ચાંદી મટે છે
૧૩. મસાલેદાર સોપારી
સામગ્રી ઃ પ૦૦ ગ્રામ સોપારી, રપ ગ્રામ તજલવિંગએલચી, પ૦ ગ્રામ જેઠી મધના લાકડા, પ ગ્રામ જાવંત્રી, ૪ ગ્રામ ઇલ્મીટ ફુલ
રીત ઃ બધુ ખાંડી તેનો પાવડર કરો
પોષકતા ઃ સોપારી દાઢ અને પેઢા મજબુત કરે છે
૧૪. સવાની મીંજો
સામગ્રી ઃ સવાસંચળનો ભૂકો, લીંબુ, મીઠુ, સૂંઠ, મરી
રીત ઃ સવાને થોડા પાણીમાં પલાળી પછી સુકવી દો. મીઠુ, સંચળ, ખાંડેલી સૂંઠ, મરીનો ભૂકો ને લીંબુનો રસ નાખી હલાવી આકરા તડકામાં સુકવો. અથવા ધીમા તાપે શેકો.
પોષકતા ઃ પ્રસુતા સ્ત્રીઓ તથા ગેસના દર્દીન ફાયદાકારક રહે છે
૧પ . દાક્ષનો મુખવાસ
સામગ્રી ઃ રપ ગ્રામ કાળી દાક્ષ, ૧ લીંબુ, ૧૦૦ ગ્રામ ખાંડનો પાવડર, ર ચમચી જીરાનો પાવડર, એક ચમચી મીઠુ
રીત ઃ કાળી દાક્ષ, લીંબુનો રસ, ખાંડનો પાવડર બધુ મીકસ કરી કશ કરી લો. પછી થાળીમાં કાઢી જીરાનો પાવડર, મીઠુ અને થોડુક પાણી નાખી નાની ગોળીઓ બનાવો.
૧૬. મસાલાવાળા કાજુ
સામગ્રી ઃ ૧૦૦ ગ્રામ કાજુ, ધી, અડધી ચમચી લાલ મરચુ, અડઘી ચમચી ચાટ મસાલા, અડધી ચમચી ગરમ મસાલો, એક ચમચી ખાંડનો પાવડર , સ્વાદાનુસાર મીઠુ
૧૭. આમળા
સામગ્રી ઃ પ૦૦ ગ્રામ આમળા, મીઠુ
રીત ઃ આમળાને બાફી લઇ નાના કટકા કરી તેમા મીઠુ નાખી તડકામાં સુકવી દો.
પોષકતા ઃ વિટામિન સી મળી રહે છે
Thursday, March 4, 2010
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment