Thursday, March 4, 2010

ગામ લોકો દારા જ ચલાવાતી સ્વયં સંચાલિત બેંક!

સંપ અને એકતાથી ચમકતુ વિશ્વ ગ્રામ કયારેક આપણી આસપાસ હોય છે. કચ્છના રાપર તાલુકાના ગાગોદર ગામના રહીશોએ ગામના સર્વાંગી વિકાસ માટે એક નવી પહેલ કરી છે. ઘેર ઘેર બચત પેટી રાખીને થયેલી બચતનો કરવામાં આવે છે સદઉપયોગ

ટીપે ટીપે સરોવર ભરાય એ કહેવતને યથાર્થ કરતુ એક પ્રેરણારુપ કાર્ય એક ૪૦૦૦ની વસતી ધરાવતા નાનકડા ગામમાં થઇ રહયુ છે. આ ગામમાં મોટાભાગના ઘરોમાં એકસરખી બચત પેટી હોય છે. તેમાં બાળકો દરરોજ પોતાની ખિસ્સા ખર્ચીમાંથી ૧ રુપિયો નાખે. અને પછી ત્રણ મહિના પછી બધા ગામની બધી જ (પ૦૦) બચત પેટી ખુલે. અને તે પૈસા. . . સોરી, રુપિયા એક હજાર , બેહજાર કે ત્રણ હજાર નહી પરંતુ ૧૭૦૦૦, ૧૫૦૦૦ કે પછી ૧૬૦૦૦ જેટલા હોય છે. મોટાભાગે બાળકો દારા જ પેટીમાં પૈસા નાખવામાં આવે છે. બે વર્ષથી ચાલતી આ બેંકની વિશેષતા એ છે આ સ્વયં સંચાલિત બેંક છે. જે લોકો ઇચ્છે તે પૈસા નાખે.
કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ગાગોદર ગામે આ સ્વયં સંચાલિત બંેક આવેલી છે. આ બંેકમાં ગામના લોકો સ્વૈચ્છિક રીતે ૧ રુપિયો પેટીમાં નાખે. અને દર મહિને એકત્રિત થતી રકમ ગામના વિકાસ માટે મોટાભાગે વિધાર્થીઓની ફી, પુસ્તકો વગેરે માટે વાપરવામાં આવે છે. મહત્વની વાત એ છે કે આ ૧ રુપિયો ગામના બાળકો જ નાખતા હોય છે. જેથી તેમને બાળપણમાં જ બચતની ટેવ પડે.
ગાગોદર ગામના સામાજિક કાર્યકર નવીનભાઇ વોરા અભિયાન સાથેની વાતમાં કહે છે, ર્ ર્ બાળકોમાં બચતની ટેવ કેળવાય એ વિચાર અમારા ગામના દાતા અને ગાગોદર સાર્વજનિક પ્રગતિ મંડળ, મુંબઇના પ્રમુખ ધરમશીભાઇ છેડાને આવ્યો. તેમણે ગામના આગેવાનો સાથે આ બાબતે ચર્ચા કરી તેમાં સહમતી મળતા પછી ગામ લોકોને એકઠા કરી તેમની પાસે બચત બેંકનો વિચાર રજૂ કર્યો. સૌએ આ બાબતે સહમતિ દર્શાવી. અને દરેક ઘર દીઠ એમ કુલ ૫૦૦ પેટીઓ આપવામાં આવી. દરેક ગ્રામજનો (બાળકો)એ તેમાં ૧ રુપિયો નાખવો એમ નકકી કરવામાં આવ્યુ. આ પેટી દર ત્રણ મહિને એક માણસ ઘરેઘરે જઇ પેટી ખોલી નાખે. અને જે પૈસા એકઠા થાય તે ગ્રામજનો ખાસ કરીને બાળકોના વિકાસ માટે વાપરવામાં આવેે. આ પેટીમાંથી નિકળતા રુપિયાનો હિસાબની એકએક કોપી ગામના દરેક ઘરના લોકોને આપવામાં આવે. અને ખાસ તો અમે આ પ્રવૃતિમાં બાળકોને જોડયા. બાળકોમાં બચતની વૃતિ કેળવાય અને નાનકડી બચત મોટી રકમ સ્વરુપે વિશાળ બનીને આવે ત્યારે તેને સુયોગ્ય માર્ગે વાપરતા જોઇ બાળકોમાં સારા ગુણો કેળવાય આ અમારો મુખ્ય ઉદેશ હતો. ર્ ર્
નાનકડા એવા ગાગોદર ગામમાં સ્વયં સંચાલિત બેંકના વિચારના અમલને સતત બે વર્ષ થવા આવ્યા છે. ગયા વર્ષે કુલ ૫૯૬૦૬ રુપિયા બચત પેટીમાંથી એકઠા થયા હતા. જે પૈકી તા.૪૧૦૦૮ના ૧૬૭૦૦, ૨૦૧૦૯ના ૧૪૬૪૧, ૨૬૫૦૯ના ૧૪૬૦૦ અને ૩૧૮૦૯ના ૧૩૬૬૫ રુપિયા બચત પેટીમાંથી નીકળયા હતા.
ગાગોદર સાર્વજનિક પ્રગતિ મંડળ, મુંબઇના મંત્રી રમેશભાઇ ઠાકર પોતાના ગામની પ્રવૃતિ વિશે વાત કરતા કહે છે,ર્ ર્ ર્ ઘરઘર પેટી યોજનાર્ એ અમારી બચત બેંક યોજનાનું નામ છે. અમારી આ યોજનાના રુપિયા દેના ગુજરાત ગ્રામીણ બેંકમાં જમા થાય. આ રુપિયા ગામના વિકાસ કાર્યોમાં વપરાય. બધા જ વિધાર્થીઓને દર વર્ષે શૈક્ષણિક કીટ ને યુનિફોર્મ નું વિતરણ કર્યુ હતું. લોકભાગીદારીથી સરકારી સ્કીમમાં ગામના વિકાસ કામોમાં સહભાગી બન્યા હતા. અમુક જાહેર માર્ગો ઉપર લાઇટો મૂકવામાં આવી છે. વધુ ટકાવારી મેળવનાર વિધાર્થીઓ તથા વધુ જે ઘરમાંથી રુપિયા નિકળયા હોય તેવા બાળકોનો સન્માન સમારંભ યોજાયો હતો. આ ઉપરાંત અમે મુકિતધામ, પાણીનો ટાંકો, વોચમેનરુમ, રાજબાઇ માતાજીનું મંદિર બંધાવ્યુ છે. ર્ ર્
ગામની એકતા વિશે વાત કરતા ગામના આગેવાન રમેશભાઇ ઠકકર કહે છે, ર્ ર્ અમારા ગામ નાનુ છે. પરંતુ બધા લોકો સંગઠીત છે. દરેક નાનામોટા નવા વિચારોના અમલમાં કોઇ પણ નાત જાતના ભેદ વગર લોકો સાથ સહકાર આપી ર્ વસુધ્યૈવ કુટુંબકમર્ ની ભાવના સાર્થક કરે છે. ર્ ર્
પ૦૦ બચત પેટીઓ હોય છે તો આ પેટીના પૈસા ચોરાઉ જવાનો ડર નથી લાગતો? એના જવાબમાં નવીનભાઇ વોરા કહે છે, ર્ ર્ ના, બિલકુલ નહીં. કેમકે દરેક ઘરને બચત પેટી આપી છે. આ લોકો જ બચત પેટીનું ધ્યાન રાખે. અને દરેક બચત પેટીની એક કોમન ચાવી હોય તે ચાવીથી દર ત્રણ મહિને બચત પેટી એક માણસ જઇને ખોલીને પૈસા એકત્રિત કરી લાવે. આ બધી જ રકમ વિશે ગામના બધા જ લોકો બધુ જાણતા જ હોય છે. ર્ ર્

No comments:

Post a Comment